ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તે વર્ષ 2014 માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રન બનાવી શકવા માટે અસમર્થ હતો ત્યારે તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. તેણે કહ્યું કે તે ટીમની સાથે હોવા છતાં તેને એકલતા લાગવા લાગી હતી અને તેને ઊંઘ ન આવવાની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે વિરાટ કોહલીના આ નિવેદન પર ટીમ ઈન્ડિયાના જ ભૂતપૂર્વ ખેલાડી ફારૂક એન્જિનિયરએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જેની આવી સુંદર પત્ની હોય તે ડિપ્રેશનમાં કેવી રીતે આવી શકે છે ?

એક મુલાકાત દરમિયાન તેમણે વિરાટ કોહલીની વાત પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ” તમારી પાસે આટલી સુંદર પત્ની હોય તો તમે કેવી રીતે હતાશ થઈ શકો છો. હવે તમે પિતા બન્યા છો, તમારી પાસે ભગવાનનો આભાર માનવાના ઘણા કારણો છે. ડિપ્રેશન એ પશ્ચિમી દેશોમાંનો વિચાર છે. આપણે ભારતીયો પાસે એવી ઉર્જા હોય છે જેની મદદથી આપણે તેને ટાળી શકીએ છીએ. આપણી માનસિક સ્થિતિ પણ ઘણી સારી છે. ”

જણાવી દઈએ કે વિરાટ કોહલીનો 2014નો ઈંગ્લેડ પ્રવાસ તેની કારર્કિદીનો સૌથી ખરાબ પ્રવાસ રહ્યો છે. તે પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીએ 5 મેચમાં 13.40ની એવરેજથી 134 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીનો સર્વાધિક સ્કોર 39 રન રહ્યો હતો.

આ પ્રવાસ પર પોતાના ડિપ્રેશનની વાત કરતાં વિરાટે કોહલીએ કહ્યું હતું કે, ” હા મારી સાથે આવું થયું હતું. આ વિચારીને સારું નથી લાગતું કે તમે રન બનાવી ન શકો અને મને લાગતું હતું કે બધા જ બેટ્સમેન કોઈને કોઈ પ્રવાસ દરમિયાન આવું અનુભવતા હોય છે. તમારો કોઈ વસ્તુ પર કોઈ કંટ્રોલ નથી હોતો. ”

કોહલીએ વધુમાં ઉમેર્યું હતું કે, ” તમને ખબર નથી હોતી કે આમાંથી બહાર કેવી રીતે આવવું, આ એ પ્રવાસ હતો જ્યારે હું સ્થિતિને બદલવા માટે કંઈજ કરી શકતો ન હતો. મને એવું લાગતું હતું કે જાણે હું દુનિયામાં એક જ એકલો માણસ છું. ”
તેણે આગળ કહ્યું હતું કે, ” અંગત રીતે મારા માટે આ નવો ખુલાસો હતો કે તમે એક મોટા ગૃપનો ભાગ છો છતાં એકલતા અનુભવો છે. હું એમ નથી કહેતો કે તે સમયે મારી સાથે વાત કરવા માટે કોઈ હતું નહીં પરંતુ વાત કરનાર કોઈ એવું ન હતું જે સમજી શકે કે તે સમયે હું કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું મને લાગે છે કે આ એક મોટું કારણ જેને બદલતું જોવા માંગું છું. આવા સમયે એક વ્યક્તિ હોવી જોઈએ જે કોઈપણ સમયે તમારી સ્થિતિને સમજે અને સાંભળે કે તમે શું અનુભવો છો. મને ઊંઘ નથી આવતી, સવારે ઊઠવું નથી, મને પોતાના પર વિશ્વાસ રહ્યો નથી, હું શું કરું ? ”

અંતે તેણે ઉમેર્યું હતું કે, ” ઘણા લોકો આવું લાંબા સમય સુધી અનુભવે છે, તેમાંથી બહાર આવવા લોકોને મહિનાઓનો સમય લાગી જાય છે. આવું ક્રિકેટ સીઝનમાં પણ થાય છે લોકો તેમાંથી બહાર નથી આવી શકતા. તેવામાં કોઈ નિષ્ણાંતની મદદ મળવી જોઈએ તેવું હું માનું છું ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,