જલ્સા કરોને જેંતીલાલ

વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાને 2 મહિના પૂરા, અમદાવાદ હોટલમાં કર્યું શાનદાર સેલિબ્રેશન, PHOTOS વાયરલ

અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. એટલે આ 11 માર્ચે અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકાના બે મહિના પુરા થઈ ગયા. અનુષ્કા તથા વિરાટે દીકરી બે મહિનાની થઈ એ ખુશીમાં સેલિબ્રેશન પણ કર્યું હતું. વિરાટ હાલમાં અમદાવાદમાં જ છે.

અનુષ્કા શર્મા પણ દીકરી સાથે અમદાવાદ આવી છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી હોટલમાં અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં રેનબો કેકની તસવીર પણ શૅર કરી હતી અને જે ભારે વાયરલ થતી જોવા મળી હતી.

અનુષ્કાએ આ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમને બે મહિનાની ખુશી. ઉલ્લેખનીય છે કે વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

અનુષ્કાએ દીકરી સાથેનો પ્રથમ ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી, પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

આ પહેલાં કોહલીએ લખ્યું હતું કે બાળકનો જન્મ જોવો એ સૌથી અવિશ્વસનીય અને અદ્ભુત અનુભવ છે. તેના સાક્ષી બન્યા પછી તમે સ્ત્રીની સાચી શક્તિ અને દૈવીતાને સમજો છો તેમજ એ પણ જાણો છો કે ભગવાને શા માટે તેમના અંદર જીવન બનાવ્યું છે, કારણ કે તેઓ પુરુષો કરતાં વધુ મજબૂત છે. મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા તથા તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઇ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.

ભારતની ટીમ વિશે જો વાત કરીએ તો દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 3-1 પોતાને નામે કરી હતી. આ સાથે જ ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ભારતની જીત અને ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયના પ્રથમ બર્થડે પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી. આ રીતે ખેલાડીઓ જીતતા જાય છે અને પોતાના તહેવારો પણ સેલિબ્રેટ કરતાં જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version