Fact Check: શું આ છે વિરાટ-અનુષ્કાની લાડલીની પહેલી તસવીર? જાણો વાયરલ તસવીરોનું સત્ય

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબર ખુદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યા હતા. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર આ કપલ ટ્રેંડ કરી રહ્યું છે. વિરાટે દીકરીના જન્મના સમાચાર આપ્યા ત્યારથી જ લોકો તેની દીકરીની એક ઝલક જોવા તલપાપડ છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થવા લાગી છે જેમાં અનુષ્કા શર્માના હાથમાં એક નાનકડું બાળક જોવા મળે છે. પરંતુ આ જાણવા મળ્યાનુસાર આ ફોટોમાં ફોટોશોપની કરામત છે.

ફોટો શેર કરી દાવો કરવામાં આવ્યો હતો કે તે અનુષ્કા અને તેની દીકરીનો પહેલો ફોટો છે. આ તસવીર આગની જેમ નેટ પર ફેલાવા લાગી છે. આ તસવીરને વિરુષ્કાના ફેન ક્લબ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. સાથે જ તેમાં લખવામાં આવ્યું હતું કે જે મહિલા દેખાય છે તે અનુષ્કા શર્મા છે. પરંતુ આ તસવીરનું સત્ય કંઈક અલગ જ છે. ખરેખર તો આ તસવીર એક એજન્સીની છે જેમાં ન્યૂબોર્ન બેબી વિશે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ તસવીર વર્ષ 2009માં ઈંટરનેટ પર શેર કરવામાં આવી હતી.

image source

આ તસવીર સિવાય પણ કેટલીક ફોટોશોપ કરેલી તસવીરો નેટ પર ફરતી થઈ છે પરંતુ તે તમામ ફેક છે. કારણ કે હજુ સુધી અનુષ્કા કે વિરાટ કોહલીએ તેની દીકરીનો એક પણ ફોટો શેર કર્યો નથી. વિરાટ કોહલીએ માત્ર એક તસવીર શેર કરી છે જેમાં તેની દીકરીના માત્ર પગ જોવા મળે છે. આ સિવાય દીકરીનો ચહેરો દેખાતી હોય તે તમામ તસવીરો ફેક છે અને ફોટોશોપ કરેલી છે.

image source

મહત્વપૂર્ણ છે કે સોમવારે વિરાટ કોહલીએ ટ્વિટર પર ખુદ ન્યૂઝ શેર કર્યા હતા કે તે દીકરીનો પિતા બન્યો છે. તેણે લખ્યું હતું કે, ‘અમે બંન્નેને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આજે બપોરે અમારે ત્યાં એક પુત્રી જન્મી છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને પુત્રી બંને સ્વસ્થ છે. જીવનના આ નવા અધ્યાય માટે અમે ખુદને ભાગ્યશાળી અનુભવીએ છીએ. અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે અમને થોડી પ્રાઈવસીની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ