એસ્ટ્રો-ન્યુમેરોલોજિસ્ટ સંજય બી. જુમાનીએ વિરુષ્કાની દીકરી વિશે કરી ભવિષ્યવાણી, જોઈ લો ક્રિકેટર બનશે કે અભિનેત્રી

અનુષ્કા અને વિરાટે વર્ષ 2017માં લગ્ન કર્યા હતાંલ ત્યારથી જ કોઈને કોઈ વાતે આ કપલ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલમાં પણ ફરી એકવાર વિરાટ અને અનુષ્કા સંતાનની બાબતે ચર્ચામાં આવ્યા છે.

image source

આ પહેલાં એક્ટ્રેસ લોકડાઉન દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ હતી અને ઓગસ્ટ મહિનામાં તેમણે પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. ત્યારે હવે આ દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો છે ત્યારે ફેન્સ ફરી તેમની ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિરુષ્કાના ઘરે સોમવારે બપોરે દીકરીનો જન્મ થયો અને આ જ દિવસે વિરાટે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કર્યા હતા.

image source

ત્યારે હવે વિરુષ્કાની દીકરીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે અને આ વખતે સંજય બી. જુમાણીએ દીકરી વિશે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ’11 તારીખે જન્મ થતાં તેનો મૂળાંક 2 છે. આ મૂળાંકના સ્વામી ચંદ્ર હોય છે. જે માણસે સ્વપ્નમાં રહેનારા, રોમાન્ટિક અને કળાત્મક પ્રવૃતિના બનાવે છે તેથી વિરાટની દીકરીમા પણ આવું થઈ શકે એવી સંભાવના છે.

image source

એન્ટરટેન્મેન્ટની દુનિયા અંક 2 અને અંક 6 વાળા માટે ઘણી સારી છે. તો દીકરી મમ્મી અનુષ્કાના પગલે-પગલે ચાલે એવું પણ બની શકે. વધુમાં તેનો નંબર બેવાર 8 છે એટલે કે સ્ટાર કિડનો ભાગ્યાંક (1+1+1+2021) છે એવું પણ કહેવામાં આવે છે.

image source

સાથે સંજય બી. જુમાણીએ કહ્યું કે આ સિવાય તેની રાશિ મકર છે, જેનો અંક પણ 8 થાય છે. અંક 8 શનિનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી બાળકી માતા-પિતા માટે નસીબદાર સાબિત થાય એવા પણ યોગ છે. ભગવાન શનિ તેના માતાપિતાનું ગૌરવને વધારવામાં ખૂબ મદદ કરે એવી આશા સેવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વિરાટે તરત આ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા.

image source

તેણે લખ્યું હતું કે, એ વાત જણાવીને ખૂબ જ ખુશી થાય છે કે, ‘આજે બપોરે દીકરીનો જન્મ થયો છે. આપની પ્રાર્થના અને શુભકામના માટે આભારી છું’ તેમણે લખ્યું કે, ‘જિંદગીના આ નવા ચેપ્ટરની શરૂઆત કરતા હું મારી જાતનને ખુબ જ નસીબદાર માનું છે. આશા રાખીએ છીએ કે, આ પળોમાં અમારી નિજતાનું સન્માન કરશો.

image source

જો કે માહોલ એવો બંધાયો હતો કે દીકરીના જન્મ બાદ અનુષ્કા અને વિરાટને લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ખુશખબર સામે આવ્યા બાદ ફેન્સ સતત જાણવા માગે છે કે તેણે પોતાની દીકરીનું નામ શું રાખ્યું છે. ત્યારે અનુષ્કા અને વિરાટના ફેન્સે પોતાની રીતે એક નામ અનવી રાખ્યું છે. આ અનુષ્કા અને વિરાટના નામમાંથી બનાવીને ફેન્સ પોતાની રીતે અટકળો લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનવી હિંદૂ ધર્મનું નામ છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને આ નામથી ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ