બોલીવૂડ અભિનેત્રી અનુષ્ક શર્મા અને ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી દેશમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી સેલેબ જોડીમાંના એક છે. આ વર્ષે તેમણે ટ્વિટર પર અનાઉન્સ કર્યું હતું કે તે બન્ને જલદી જ માતાપિતા બનવા જઈ રહ્યા છે. આ ગુડ ન્યૂઝ બાદ વિરાટ અનુષ્કા માટે બીજા પણ એક ગુડ ન્યૂઝ છે. વાસ્તવમાં અનુષ્કાની પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની તસ્વીર વર્ષ 2020માં ટ્વિટર પર સૌથી વધારે લાઇક્સ મેળવનારી તસ્વીર બની છે.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
ટ્વિટર ઇન્ડિયા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં અનુષ્કા વિરાટ તરફથી કરવામા આવેલા ટ્વીટ 2020માં સૌથી વધારે લાઇક્સ મેળવનાર ટ્વીટ બની ગયું છે. ઓગસ્ટમાં વિરાટ અને અનુષ્કાએ એક સાથે પોતાની સુંદર તસ્વીર શેર કરીને એ વાતની જાણકારી આપી હતી કે તેઓ જાન્યુઆરી 2021માં માતાપિતા બનવા જઈ રહ્યા છીએ.
અનુષ્કાની પ્રેગ્નન્સીના સમાચાર જંગલમાં આગ ફેલાય તેમ ફેલાઈ ગઈ અને આ વાહલા કપલ પર તો જાણે વધામણીનો વરસાદ જ વરસી પડ્યો હતો. ટ્વિટર ઇન્ડિયાએ આધિકારિક રીતે ટ્વીટ કરીને વર્ષ 2020ની સૌથી વધારે લાઇક્સ અને કમેન્ટ મેળવનાટા ટ્વીટ્સની જાણકારી આપી છે. જેમાં અનુષ્કા અને વિરાટના તે ટ્વીટ વાળી તસ્વીર છે જે તે સમયે ખૂબ વાયરલ થઈ હતી. ભારતીય લોકોમાં સેલેબ્સ માટેનો આટલો બધો પ્રેમ જોઈ ટ્વિટર પણ ચકિત રહી ગયું અને ખુશ પણ છે. ટ્વિટર ઇડિયાએ વિરાટ કોહલીના તે ટ્વીટને રીશેર કરીને કેપ્શન લખ્યું છે – 2020નું સૌથી વધારે પસંદ કરવામાં આવેલું ટ્વીટ.
We’re still not sure what happened to 2020… but #ThisHappened pic.twitter.com/ta6Vh6eD6g
— Twitter India (@TwitterIndia) December 8, 2020
ચાલો હવે જુઓ તે ટ્વીટને જેણે ટ્વિટર પર સૌથી વધારે લાઇક્સ મેળવી છે અને ખાસ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર જગ્યા બનાવી છે. દિવસ 27 ઓગસ્ટ અને આ ટ્વીટમાં વિરાટ કોહલીએ અનુષ્કાની પ્રેગ્નન્સી અનાઉન્સ કરી હતી. ટ્વીટમાં કેપ્શન લખ્યુ હતું – And then, we were three ! Arriving Jan 2021
ત્યાર બાદ તો અનુષ્કાએ પોતાના બેબી બંપને ફ્લોન્ટ કરતી ઘણી બધી તસ્વીરો પોતાના સોશિયલ અકાઉન્ટ દ્વારા શેર કરી છે. તેણી જ્યારે પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં આઈપીએલમાં ગઈ હતી તે દરમિયાન પણ તેણીએ ઘણી તસ્વીરો શેર કરી હતી. અને હાલ તેણી કેટલાક એન્ડોર્સમેન્ટના શૂટ પણ કરી રહી છે અને તે દરમિયાનની તસ્વીરો પણ અવારનવાર સોશિયલ મિડિયા પર વાયરલ થતી રહે છે.
અનુષ્કા પોતાની ડીલીવરી પહેલાં જ પોતાના બાકીના કામ પૂરા કરી લેવા માગે છે અને ત્યાર બાદનો સંપૂર્ણ સમય તે પોતાના આવનારા બાળક માટે ફાળવવા માગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ