જલ્સા કરોને જેંતીલાલ

વિરાટે કહ્યું આ વખતનો વર્લ્ડ કપ હશે ખાસ, ભારતીય ક્રિકેટ ટીમ ઇન્ગ્લેન્ડ જવા થઈ રવાના…

વિરાટે કહ્યું આ વખતનો વર્લ્ડ કપ હશે ખાસ, ભારતીય ક્રિકેટ ટીમ ઇન્ગ્લેન્ડ જવા થઈ રવાના… કોમેન્ટમાં જરૂર લખજો; ગુડ લક ઇન્ડિયા…

શું લાગે છે? આટલા વર્ષે વર્લ્ડ કપ જીતી લાવવાનું સપનું થશે સાકાર? જીતની આશાએ ટીમ ઇન્ડિયાએ ઇન્ગ્લેન્ડ તરફ ભરી ઉડાન…

સ્કીપરની પોઝીશન પર રમનાર ભારતીય યુવાન ક્રિકેટર વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયા ૨૨મી મેએ ઇન્ગ્લેન્ડ્માં શરૂ થનારી આઈ.સી.સી. વન ડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્માં ભાગ લેવા થયા રવાના.

તેમનો ઉડાન ભરવા પહેલાંનો આત્મવિશ્વાસ અને જુસ્સો અનેરો હતો. ટીમ ઇન્ડિયાની તૈયારીઓ અને અનુભવો વિશે વાત કરવા એર પોર્ટ તરફ જવા પહેલાં કેપ્ટન કોહલી અને ટીમ હેડ કોચ ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્રીએ મીડિયા સાથે વાત કરી.

કોહલીએ જણાવ્યું કે આ ગેમ મારા માટે ત્રણેય વર્લ્ડ કપ કરતાં સૌથી વધુ ચેલેન્જિંગ રહેશે. તેનું કારણ છે કે આ વખતની ટીમનું ફોર્મેટ અને શક્તિ દરેક દ્રષ્ટિએ મજબૂત જણાઈ રહ્યું છે. વિરાટ કોહલીએ અગાઉના બે વર્લ્ડ કપ ફ્રન્ટ લાઈન બેસ્ટ મેન તરીકે રમ્યા છે.

પરંતુ તેમને માટે ત્રીજો આ વર્લ્ડ કપ એટ્લે પણ ખાસ છે કે આ વખતે તેઓ ટીમ કેપ્ટનના રૂપમાં પ્રતિનિધિત્વ કરશે. અગાઉ તેઓ ૨૦૧૧ અને ૨૦૧૫માં વર્લ્ડ કપ રમી આવ્યા છે. જેનો અનુભવ તેમને ૨૦૧૯ની વ્યૂહરચનાઓ ઘડવામાં કામ લાગશે.

કોહલીએ ઉમેર્યું કે જો અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો સાથે ગેમ રમવામાં ફોકસ કરીશું તો અમને સાચી દિશાએ જીત મેળવવામાં મદદ રહેશે. જેનું દરવખતે સારું પરિણામ મળશે.

આખી ટીમના બુલંદ હોંસલા અને ગયા કેટલાય વખતથી ચાલ્યો એગ્રેસીવ મૂડ જોઈને કહેવાય છે કે આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા વન ઓફ ધ ફેવરીટ ટીમ તરીકે તેનું નામ બોલાઈ રહ્યું છે.

૩૦મી મેથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ઇન્ગ્લેન્ડમાં સાઉથ આફ્રિકાની યજમાની સાથે શરૂ થશે અને ભારતની ટીમ પહેલી મેચ ૫મી જૂને સાઉથ આફ્રિકા સામે રમશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version