વિરાટ-અનુષ્કા( વિરુષ્કા)ની રિસેપ્શન પાર્ટી રહી ચર્ચામાં, પી.એમ મોદીની હાજરી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા 11 ડિસેમ્બરે લગ્નની ગ્રંથિમાં જોડાઇ ગયા છે. આ લગ્ન ઇટલીના શહેર ફ્લોરેન્સના બોર્ગો ફિનોશિટો રિઝોર્ટમાં થયા હતા.  .

લગ્નનું રિસેપ્શન ગુરુવારે દિલ્હીની એક હોટેલમાં યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બુધવારે સાંજે પીએમ મોદીથી મુલાકાત કરી પીએમ મોદીને આ રિસેપ્શન માટે આમંત્રિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

અનુષ્કા શર્માએ આ રિસેપ્શનમાં લાલ બનારસી સાડી પહેરી હતી તેમજ  વિરાટ કોહલીએ બ્લેક શેરવાની પહેરી હતી અને ખભ્ભા પર શાલ રાખી હતી.  વિરાટ કોહલીએ જે સિલ્કની શેરવાની પહેરી હતી એના બટન ગોલ્ડના લગાવવામાં આવ્યા હતા.

 વિરુશ્કાની રિસેપ્શન પાર્ટીની કેટલીક વાઈરલ થયેલ તસ્વીરો :

 

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

બોલીવુડને લઈને લેટેસ્ટ માહિતીઓ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ 

 

 

 

ટીપ્પણી