વિરાટ કોહલી આ વર્ષમાં તોડી શકે છે બીજા આટલા રેકોર્ડ્સ

વિરાટ કોહલી આ વર્ષમાં તોડી શકે છે બીજા આટલા રેકોર્ડ્સ ક્રિકેટ શબ્દ કોઈ બોલે અને ત્યારે વિરાટ કોહલીની વાત ન થાય એવું બને ખરું!

T-20 હોય, ટેસ્ટ હોય કે પછી વન-ડે, ત્રણેય ફોરમેટનો એક જ રાજા….વિરાટ કોહલી.

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીસ સામેની બીજી વનડેમાં વિરાટ કોહલીએ ૧૫૭ રન મારવાની સાથે સાથે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન સુધી પહોચવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આજે અમે આવા જ કેટલાક રેકોર્ડ લાવ્યા છીએ જે વિરાટ કોહલી ૨૦૧૮ ના વર્ષના અંત સુધી પોતાના નામે કરી શકે છે.
જાણો શું છે એ…

  • ૧. એક વર્ષમાં સૌથી વધારે વન ડે સદી

રેકોર્ડ: ૯ સદી (સચિન તેંદુલકર)

વિરાટ કોહલીની: ૫

  • ૨. એક વર્ષમાં સૌથી વધારે ટેસ્ટ સદી

રેકોર્ડ: ૯ સદી (મોહમ્મદ યુસુફ)

વિરાટ કોહલીની: ૪ સદી

  • ૩. એક વર્ષમાં સૌથી વધારે મારેલી ઇન્ટરનેશનલ સદીઓ

રેકોર્ડ: ૧૨ સદી (સચિન તેંદુલકર)

વિરાટ કોહલી: ૯ સદી

  • ૪. એક વર્ષ દરમિયાન સૌથી વધારે ઇન્ટરનેશનલ રન

રેકોર્ડ: ૨૮૬૮ રન (કુમાર સંગાકારા)

વિરાટ કોહલી: ૨૨૫૫ રન

જો વિરાટ કોહલી, સંગાકારાનો રેકોર્ડ તોડી એક વર્ષમાં ૩૦૦૦ રન કરે, તો એવો પહેલો બેટ્સમેન બનશે જેને એક વર્ષમાં ૩૦૦૦ રન માર્યા હોય. હાલમાં તેમનું જે પ્રમાણે ફોર્મ ચાલે છે, તે પ્રમાણે આટલા રન કરવા વિરાટ કોહલી માટે કઈ અઘરું કામ નથી.

૫. હાલમાં વિરાટ કોહલીએ સૌથી જલ્દી ૧૦૦૦૦ રન કરવાનો માઈલસ્ટોન પાર કર્યો છે. આવુંને આવું ફોર્મ રહેશે તો હવે ૧૧૦૦૦, ૧૨૦૦૦, ૧૩૦૦૦….દરેકમાં વિરાટ કોહલીનું જ નામ હશે.

૬. અત્યારે ૩૭ સદીઓ સુધી વિરાટ કોહલી સૌથી ઝડપથી પહોચ્યો છે. સચિનને આટલી સદી મારતા જેટલી ઇનિંગ લાગી હતી તેની લગભગ અડધો ઇનિંગમાં વિરાટ કોહલી અહી પહોચી ગયો છે.

૭. એક કપ્તાન તરીકે વિરાટ કોહલીએ ૫૧ ઇનિંગ્સમાં ૩૩૫૬ વન ડે રન કર્યા છે. એક કપ્તાન તરીકે સૌથી ઝડપથી ૪૦૦૦ રન કરવાનો માઈલસસ્ટોન હવે દુર નથી દેખાતો.જો કે ટેસ્ટ મેચમાં સૌથી ઝડપથી ૪૦૦૦ રન કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે જ છે.

૮. એક કપ્તાન તરીકે વિરાટ કોહલીએ ૧૫ સદીઓ ફટકારી છે જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રીકી પોન્ટિંગની ૨૨ સદીઓથી ફક્ત ૭ જ સદી દુર છે.

અને હા, વિરાટ કોહલીના ‘જબરા ફેન’ અથવા ‘જબરી ફેન’ને ટેગ કરવાનું ના ભૂલતા.