આ પહેલા ક્યારે નહિં જોઇ હોય યે રિશ્તા..સિરીયલની આવી મસ્ત તસવીરો, જેમાં 5 નંબરની તસવીર છે બહુ જ મસ્ત

થઈ ગયા કાયરા (નાયરા-કાર્તીક)ના લગ્ન, યે રિશ્તા ક્યા કેહલાતા હૈના સેટ પરની તસ્વીરો થઈ રહી છે વાયરલ

image source

સ્ટાર પ્લસ પર આવતી યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલ છેલ્લા ઘણા વખતથી સિરિયલમાં આવતા ટ્વીસ્ટ એન્ડ ટર્નના કારણે ચર્ચામાં છે અને ટીઆરપી ચાર્ટમાં પણ ટોપટેનમાં સ્થાન ધરાવે છે. અને દર્શકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે શુભ ઘટના કાર્તિક નાયરાના જીવનમાં બની ગઈ છે છેવટે ઘણા વિઘ્નો બાદ તેઓના લગ્ન થઈ જ ગયા.

image source

યે રિશ્તા ક્યા કેહલાતા હૈના ફેન્સ માટે સિરિયલના સેટ પરની આ સુંદર તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તસ્વિરમાં સિરિયલના લીડ એક્ટર્સ મોહસિન ખાન અને શિવાંગી જોશી એટલે કે નાયરા અને કાર્તિકના ધામધૂમથી લગ્ન કરી દેવામાં આવ્યા છે જેનું શુટિંગ હાલ ચાલી રહ્યું છે.

કાર્તિકના આનંદનો કોઈ પાર નથી

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કાર્તિક ઘણા લાંબા સમયની રાહ જોયા બાદ નાયરાને પરણી રહ્યો છે અને તેને લઈને તે ખુબ જ ઉત્સુક છે.

લગ્ન માટે કાર્તિકે બ્લેક રંગની શેરવાની પર પોતાની પસંદગી ઉતારી છે. જેમાં તે ઘણો આકર્ષક લાગી રહ્યો છે.

image source

આ તસ્વીર યે રિશ્તા….ની સૌથી સુંદર તસ્વીર હશે. જેમા કાર્તિક – નાયરા – કાયરવ ત્રણે એક જ ફ્રેમમાં કેદ થઈ ગયા છે. છેવટે આખું કુટુંબ એક થઈ જ ગયું.

કાયરવ પર ઓળઘોળ નાયરા

image source

આ સિરિયલમાં નાયરા અને કાયરવના મા-દીકરાના સંબંધને ખુબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે નાયરા પોતાના કાયરવને કેવું વહાલ કરી રહી છે. તો વળી કાયરવ પણ પોતાની મમ્માને કીસ કરતાં ના રોકાઈ શક્યો.

નાયરા સાથે મસ્તી કરી રહ્યો છે તેનો નાનકડો કાયરવ

image source

સિરિયના દર્શકોને ખ્યાલ હશે કે નાયરા માટે કાયરવ તેના જીવ સમાન છે. તે તેના માટે કંઈ પણ સહન કરી છૂટવા તૈયાર છે. તે જ દીકરા સાથે તમે આ તસ્વિરમાં તેણીને મસ્તી કરતી જોઈ શકો છો.

ફરી એકવાર રોમાન્સ કરતાં ઝડપાયા કાયરા

image source

નાયરા અને કાર્તિકની આ તસ્વિરમાં કાર્તિકે નાયરાને ઉઠાવી છે અને બન્ને એકમેકમાં ખોવાઈ ગયા છે. કાયરાના ચાહકોને આ તસ્વીરથી ચોક્કસ રાહત થશે કે છેવટે તેમની આ માનીતી જોડી એક થઈ જ ગઈ.

આ તસ્વીરમા તમે કાર્તિક અને નાયરાને વરમાળામાં જોઈ શકો છો. અને ફરી એકવાર તે બન્નેને તમે દુલ્હા દુલ્હન બનતા જોઈ શકો છો. કાર્તીક – નાયરા ફરી બની ગયા પતિ – પત્ની

એકબીજાના સાનિધ્યમાં મગ્ન કાયરા

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કાર્તીક અને નાયરા એકબીજાની આંખોમાં આંખો પરોવીને એકબીજામાં ખોવાઈ ગયા છે.

તો વળી નાયરા ઉર્ફ શિવાંગી જોશીની આ ખુશીમાં ઉમેરો કરવા તેના નાના ભાઈ અને બહેન પણ સેટ પર પહોંચી ગયા અને તેણી સાથે તેમણે ખુબ મસ્તી કરી હતી અને તેની પણ કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

હાલ શિવાંગી તેમજ સિરિયલનું આખું ક્રૂ એક હેક્ટિક શેડ્યુલમાં બિઝિ છે કારણ કે હવે સિરિયલમાં કાર્તિક અને નાયરાના લગ્ન દર્શાવવાં આવશે જેનું શુટિંગ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.

image source

પણ તેવા સમયમાં પણ શિવાંગી જોશી પોતાના પરિવારજનોને દૂર ન રાખી શકી કે ન તો તેઓ તેણીથી દૂર રહી શક્યા. તેણીના નાના બહેન અને ભાઈ સેટ પર તેણી સાથે મસ્તી કરવા પહોંચી ગયા છે જેની તસ્વીરો પણ હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે શિવાંગી પોતાના નાના ભાઈને કેવું વહાલ કરી રહી છે. તો તેની નાની બહેનને પણ જોઈ લો તે પણ જાણે નાની શિવાંગી હોય તેવું લાગી રહ્યું છે.

image source

આ તસ્વિરમાં તમે જોઈ શકો છો કે શિવાંગી પોતાના ભાઈ-બહેનને મળતાં જ સેલ્ફિ લેતા પોતાની જાતને ન રોકી શકી. તેણીએ ભાઈ-બહેન સાથે મસ્તીની પળોની આ સુંદર સેલ્ફી લીધી હતી.

શિવાંગીએ એક નહીં પણ અનેક સેલ્ફિ લીધી છે. આ તસ્વિરોમાં તમે જોઈ શકો છો કે શિવાંગી દુલ્હનના જોડામાં ખુબ જ સુંદ લાગી રહી છે. તેનો ભરચક નેકલેસ જોઈ તમને જોધા અકબરના ઐશ્વર્યાના નેકલેસની યાદ આવશે.

image source

સિરિયલની વાત કરીએ તો હવે થોડો સમય તો ફેન્સે કાર્તિક અને નાયરાનો રોમાન્સ જ જોવો પડશે. અને જો ટીઆરપી વધી નહીં શકે તો મેકર્સે તેમાં ફરી કેટલાક ટ્વીસ્ટ ઉમેરવા પડશે. તમને જણાવી દઈએ આ સિરિયલ છેલ્લા 12 વર્ષથી એકધારી સ્ટાર પ્લસ પર પ્રદર્શિત થઈ રહી છે અને લોકોને આકર્ષવાં સફળ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ