બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, સાંધાના દુખાવામાં રાહત આપશે આ યોગાસન…..

આજના અત્યાધુનિક યુગમાં અસ્તવ્યસ્ત દિનચર્યા અને જંક ફૂડના વધારે પડતા ઉપયોગને કારણે આપણા સ્વાસ્થ્ય ઉપર વિપરીત રીતે અસર કરે છે. ફક્ત વૃદ્ધો જ નહિ પણ આજના યુવાનોને પણ સ્વાસ્થ્યને લગતો ચિંતા સતાવતી રહે છે.

બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, સાંધાના દુખાવા વગેરે જેવી સમસ્યાઓ દુર કરવા ભારે દવાઓ લેવી પડે છે.
પરંતુ આજે અમે એક એવું યોગાસન લાવ્યા છીએ જે દરરોજ કરવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. આ આસન ખાસ કરીને તમારા હાડકા અને સાંધા ઉપર અસર બતાવશે.

શું નામ છે એ આસનનું અને કઈ રીતે કરાય એ ? જાણો.

વીર ભદ્રાસન

વીરભદ્ર એટલે ભગવાન શિવના સૌથી શક્તિશાળી અવતારમાંના એક. જે લોકોને વધારે પડતા વજન, સાંધાના દુખાવા, વધતી ચરબી જેવી સમસ્યા છે તેઓએ વીરભદ્રાસન અચૂકપણે કરવું.

કઈ રીતે કરવું આ આસન?

  • ૧. બે પગ વચ્ચે ૩ થી ૪ ફૂટનું અંતર રહે તે પ્રમાણે ઉભા રહો.
  • ૨. હવે જમણા ઘુટણને વાળો.
  • ૩. ત્યારબાદ છાતી એકદમ સીધી રાખી હાથને ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાઓ.
  • ૪. હાથને નમસ્કારની મુદ્રામાં રાખવા.
  • આમ કરવાથી શરીરની વધારાની ચરબી દુર થવાની સાથે સાથે સાંધાના દુખાવાથી પણ છુટકારો મળશે.