વિન્ટેજ કાર માટે આવી ગયા છે આ નવા નિયમો, જાણો ડોક્યુમેન્ટ સાથે થશે કેટલો ખર્ચ

હાલના સમયમાં વિન્ટેજ કાર ગણાતી કારોનો પણ એક જાજરમાન સમય હતો જ્યારે તેમાં બેસીને મુસાફરી કરવી તો ઠીક તેને જોવી પણ નસીબદારને નસીબ થતું. જો તમારી પાસે પણ આવી કોઈ વિન્ટેજ કાર હોય તમારે માટે આજનો આ આર્ટિકલ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

image soucre

સડક અને પરિવહન રાજમાર્ગ મંત્રાલય એટલે કે Ministry of Road Transport and Highways દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમાવલી (CMVR) 1989 માં સંશોધન કર્યું છે. આ સંશોધનનો હેતુ ભારતમાં જુના વાહનોના વારસાને સાચવવા અને તેને પ્રોત્સાહન આપવાનો છે.

વિન્ટેજ મોટર ગાડીઓ માટે નવા નિયમો

image soucre

વિન્ટેજ મોટર ગાડીઓ માટેના આ નવા નિયમો અનુસાર બધી દ્વિચક્રી અને ચાર વહીલ ધરાવતી ગાડીઓ જે 50 વર્ષ કે એથી પણ વધુ જૂની હોય અને હજુ સુધી તેને તેના મૂળ રૂપમાં સુરક્ષિત રાખવામાં આવી હોય અથવા જેમાં કોઈ જરૂરી બદલાવ નથી કરવામાં આવ્યો તેવી ગાડીઓને વિન્ટેજ મોટર વાહન તરીકે માન્યતા આપવામાં આવશે.

VA સિરીઝ સહિત સરળ પ્રક્રિયાની સુવિધા ઉપલબ્ધ

image source

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એટલે કે Ministry of Road Transport and Highways ના મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઘણા રાજ્યોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયાને રેગ્યુલેટ કરવા માટે કોઈ નિયમ ઉપલબ્ધ નથી. નવા નિયમ પહેલાથી જ રજીસ્ટર્ડ વાહનો માટે જુના નંબરોને યથાવત રાખવા અને નવા રજિસ્ટ્રેશન માટે વા2 સિરીઝ એટલે કે વિશિષ્ટ નોંધણી ચિન્હ સહિત સરળ પ્રક્રિયાની સુવિધા આપશે.

રજિસ્ટ્રેશન માટે જરૂરું ડોક્યુમેન્ટ

image source

નવા નિયમો અનુસાર, રજિસ્ટ્રેશન કે રી રજિસ્ટ્રેશન માટે એપ્લીકેશન ફોર્મ 20 મુજબ જમા કરવામાં આવશે. તેની સાથે ઇન્શ્યોરન્સ પોલિસી, જરૂરી ફી, ઇમ્પોર્ટેડ ગાડીઓના કિસ્સામાં એન્ટ્રી ઇનવોઇસ અને ભારતમાં પહેલાથી રજીસ્ટર્ડ ગાડીઓના કિસ્સામાં જૂની આરસી (RC) જમા કરાવવી પડશે. સ્ટેટ રજિસ્ટ્રેશન ઓથરીટી તરફથી 60 દિવસની અંદર ફોર્મ 23A અનુસાર, રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ બહાર પાડવામાં આવશે.

મૂળ રજિસ્ટ્રેશન ચિન્હને યથાવત રાખી શકાશે

image source

પહેલાથી રજીસ્ટર્ડ ગાડીઓ પોતાના મૂળ રજિસ્ટ્રેશન ચિન્હને યથાવત રાખી શકશે. જો કે નવા રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન ચિન્હ XX VA YY8 ના રૂપે નિર્દિષ્ટ કરવામાં આવશે. તેમાં VA વિન્ટેજ માટે XX રાજ્ય કોડ છે, YY બે અક્ષરની સિરીઝ હશે અને 8 સ્ટેટ રજિસ્ટ્રેશન ઓથોરિટી તરફથી અલોટ કરવામાં આવેલા 0001 થી 9999 વચ્ચેની સંખ્યા હશે.

રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવાનો રહેશે

image source

નવા રજિસ્ટ્રેશનનો ચસર્જ 20,000 રૂપિયા અને બાદમાં રી રજિસ્ટ્રેશનનો ચાર્જ 5,000 રૂપિયા રહેશે. રેગ્યુલર કે કોમર્શિયલ હેતુ માટે, વિન્ટેજ મોટર વાહનોને સડક કે માર્ગ પર નહિ ચલાવી શકાય. ત્યારે જો તમારી પાસે વિન્ટેજ કાર હોય તો ફટાફટ કરાવી લો તેનું અપડેટ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong