ગુજરાતની રજવાડી કારો નો કાફલો તમે જોયો છે ?

મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના ગૌરવ સમાન વિન્ટેજ કારોના શોખીનોની. આજ નો લેખ થોડો લાંબો છે પણ ગુજરાત નું ગૌરવ એમ કાઈ થોડું આટલા માં લખી શકાય. કાર લવર્સ ને આજ નો લેખ વાચવાની ખરેખર મજા આવશે. વધારે પડતી લાંબી પોસ્ટ ના થાય એ ધ્યાન માં રાખીને બને એટલી જરૂરી માહિતી એકત્રિત કરી ને આપવાનો પ્રયત્ન કર્યો છે. છતા પણ કોઈ માહિતી ની જરૂર જણાય તો કોમેન્ટ માં જણાવશો.

વિન્ટેજ કાર, ક્લાસિક કાર, સાંભળવામાં જ કેટલું રસપ્રદ લાગે છે. તમને થશે કે વિન્ટેજ અને ક્લાસિક કારમાં શું ફર્ક? તો જાણી લો કે વિન્ટેજ કાર એટલે ૧૯૪૦ પહેલાની અને ક્લાસિક કાર એટલે ૧૯૪૦ પછીની પણ ૨પ વર્ષ જૂની કાર હોય તે ક્લાસિક કાર.

સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદના પ્રાણલાલ ભોગીલાલ ની ! જેઓ આપણી વચ્ચે હયાત નથી રહ્યા. સૌથી વધુ વિન્ટેજ કાર ના કલેક્શન માટે તેમનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં લખાયેલું. તેમની પાસે ૨૫૦ વિન્ટેજ અને ક્લાસીક કાર નો બહુ મોટો ખજાનો હતો. તેમની ૧૯૩૬ની રોલ્સ રોયસ ખરેખર એક વખત જોવા જેવી કાર છે કેમ કે આ કાર અંગ્રેજ સરકારમા ભારત ખાતેના છેલ્લા વાઇસરોય લિંગીથ ગ્લો ઉપયોગ કરતા હતા. તો ૧૯૫૫ બનાવટની બ્રિટીશ બ્રેન્ટલે છે. સલુન સ્ટાઇલની આ કાર તથા ૧૯૪૯ની બનાવટની કેડીલેટ પણ જોવા લાયક છે.

1

માંડવગઢના રાજવી પરીવારના પુંજા બાપુ પાસે ૧૭ કારનો કાફલો છે જેમાથી ૯ વિન્ટેજ કાર છે અને ૮ કાર ક્લાસીક છે. પુંજા બાપુને વિન્ટેજ, ક્લાસીક કારનુ વળગણ એટલુ છે કે તેઓ જ્યારે પણ તક મળે તેમના ખજાનામા નવી કારનો ઉમેરો કરી લે છે. તાજેતરમા જ રાજકોટના યુવરાજના લગ્ન વખતે ફુલેકામા યુવરાજ આ કારમા જ નિકળ્યા હતા.

2

ગોંડલના રાજવી પરીવારની વિન્ટેજ અને ક્લાસિક કાર દુનિયાભરમાં જાણીતી છે.વર્તમાન મહારાજા તથા યુવરાજસાહેબે અગાઉ વિશ્વકક્ષાની કાર રેસમાં પ્રથમ રહી પુષ્કાર મેળવ્યા છે.દિલ્હી ખાતે યોજાયેલી સ્પર્ધામાં અહીંની બ્યુક ઇલેકટ્રા તથા કેડીલેક લિમોઝિન કારને સ્પર્ધામાં પ્રથમ ક્રમનું ઇનામ મળ્યું હતું.ઈ.સ.1907નું સૌથી જૂનું મોડેલ આજે પણ ચાલુ હાલતમાં છે.

કાર કલેક્શનમાટે ગોંડલ સ્ટેટ દેશ વિદેશમાં પ્રસિધ્ધ છે.૧૯૦૭ ની ન્યુ એન્જીન કાર જે વિશ્વમાં કોઇ પાસે નથી.એ કાર અહી ચાલુ કન્ડીશનમાં છે તો ૧૯૩૦ ની ગ્લેમ્બલર,બેલાશ,કેડીલક્સ,૧૯૩૫ ની પેટાદ,૧૯૫૫ની લીમો કેટીલક્સ, ફોર્મ્યુલા રેસીંગકાર અને વિશ્વમાં માત્ર ૩૫ ગાડી બની હતી તેવી ૧૯૫૮ ની જર્મનીની ૩૦૦ SL જે માત્ર અહીં ચાલુ કન્ડીશનમાં જોવા મળે છે. આ ઉપરાંત અહી જીન્નત અમાન પાસેથી લીધેલ મર્સિડીઝ કાર પણ  છે. આમાંથી અમુક કાર ફિલ્મોમાં પણ ચમકી ગઇ છે.

3

4

એક વિન્ટેજ કાર શોખીન નિતિન દોશા પાસે છે હડસન કંપનીની કારનું એક મોડેલ અને એ પણ ર્વિંકગ કન્ડિશનમાં. આ કંપનીએ તે વખતે બનાવેલી કારોનું આ પૃથ્વી ઉપરઅસ્તિત્વજ નથી. આ કાર આખીવિશ્વમાં એક જ છે તે અંગેનું પ્રમાણ પત્ર પણ કંપની તરફથી તેના ઓનરનેઆપવામાં આવેલુ છે. તેઓ પણ તક મળ્યે તેમના કાફલા માં વિન્ટેજ કાર નો સમાવેશ કરતા રહે છે.

5

મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ કારના શોખ માટે જાણીતા હતા અને વિશ્વમાં તેમની પાસે નોંધપાત્ર કારનું કલેક્શન હતું. તેમની માનીતી ટ્રાયમ્ફ સલૂન આજે પણ સારી  કન્ડિશનમાં સચવાયેલી છે. આ કાર રોયલ  પરિવારના સભ્ય જિતેન્દ્રસિંહ ગૌતમસિંહરાવ ગાયકવાડ પાસે છે. ટ્રાયમ્ફ સલૂન ભારતમાં હાલ આ એકમાત્ર છે. ૧૯૪૬-૧૯૪૯ દરમિયાન બનેલી આ કાર પ્રથમ ૪૦૦ કારના લોટમાંથી એક છે, જે ૩૨૬ નંબરની છે. આ કાર ઈંગ્લેન્ડથી જહાજ દ્વારા વડોદરામાં લાવવામાં આવી હતી. આ કારને જિતેન્દ્રસિંહ ગાયકવાડને તેમના પિતાએ આપી હતી. તેમના પિતાએ આ કારનો ઓર્ડર આપ્યો હતો.

6

અને આવો હવે વાત કરીએ ફક્ત ગુજરાત નહિ પણ ભારત ના ગૌરવ સમાન સ્ટાર ઓફ ઇન્ડિયા ની. વર્ષો પહેલાં ખાસ ઓર્ડરથી બનેલી અને દુનિયાભરના રાજાઓ, સંપત્તિવાન લોકો જેને જોવા સદા તત્પર રહે છે.

વિશ્વ ની બીજા નંબર ની સૌથી મોંઘી ગણાતી કાર સ્ટાર ઓફ ઇન્ડિયા. રોલ્સ રોય ફેન્ટમ-૨.  ઈ.સ. ૧૯૬૮ માં બ્રિટીશ કલેકટર બીલ મેરીડીથ ઓવેન્સ ને આ કાર વેચવામાં આવી હતી. પછી અંત માં હેન્સ ગન્ટર જેક પાસે આ કર હતી. જ્યાંથી તે એક હરરાજી માં મુકવામાં આવી હતી રાજકોટ ના યુવરાજ માધાંતાસિંહ જાડેજા એ વિદેશ માં યોજાયેલ એક હરરાજી માં બોલી લગાવી આ કાર પુનઃ ખરીદી છે અને સૌથી મહત્વની વાત એ છે કે ભારતના ઈતિહાસમાં આ પ્રથમ બનાવ છે કે કોઇ રાજ પરિવારમાંથી હેરિટેજ વેલ્યૂ ધરાવતી કોઇ વસ્તુ વિદેશ ગઇ હોય પછી તે મૂળ પરિવારમાં પરત આવી હોય.

રોલ્સ રોયસ ફેન્ટમ-૨ નામની આ કાર રાજકોટના તત્કાલિન રાજવીએ ઈ.સ.૧૯૩૪માં ઈંગ્લેન્ડની રોલ્સ રોયસ કંપનીના માલિક હેનરી રોઈસને ખાસ ઓર્ડર આપી બનાવડાવી હતી. હિન્દ્ત્વ ના પ્રતિક તરીકે રાજવીએ આ કારનો રંગ પણ ભગવો પસંદ કર્યો હતો. આ કાર માં મહાત્મા ગાંધી એ પણ સફર કરી હતી. તે સમયે આનાથી વિશિષ્ટ ડિઝાઈનની કાર બનાવવી અશક્ય હોઈ, હેનરીએ બનાવેલી આ અંતિમ કાર હતી. કુલ ૧૪ હેડલાઈટ ધરાવતી આ કારની ખૂબી એ છે કે, તેના સ્ટીયરીંગની સાથે તેની હેડલાઈટ પણ હલન-ચલન કરી શકે છે. તમામ ઋતુઓને અનુરૂપ હોય તેવું ટોર્પેડો કર્ન્વિટબલ ટોપ બનાવવામાં આવ્યુ છે. કારના બંન્ને દરવાજાઓ પર રાજવી પરિવારનો મોનોગ્રામ રાજસૂત્ર સાથે અંકિત કરવામાં આવ્યો છે. તેમજ બોનેટ પણ વિશિષ્ટ રીતે સજાવવામાં આવેલ છે. કારમાં ૫૬૩ કેરેટ સ્ટાર સેફાયર, ૭.૬ લીટર વી.૮ એન્જિન, ૬ સીલિન્ડર અને ૪ સ્પીડ ગીયર તથા ૪૦ થી ૫૦ હોર્સપાવરની ક્ષમતવાળું એન્જિન છે.

7

તમને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો

– વિશાલ લાઠીયા (સુરત)

ટીપ્પણી