વિનોદ કાંબલીની પત્નીએ બોલિવૂડના ફેમસ સિંગરના પિતા સાથે કરી મારપીટ, લગાવ્યો છેતરપિંડીનો આરોપ

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં આવ્યો. તેમની પત્ની એંન્ડ્રિયા હેવિટ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો છે. બોલિવૂ઼ડ સિંગર અંકિત તિવારીના પિતા આર.કે તિવારીએ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આર.કે તિવારીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે વિનોદ કાંબલીની પત્નીએ મોલમાં તેમને પંચ માર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એંડ્રિયા આર.કે તિવારીને પંચ મારતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અંકિત તિવારીના પિતા એક નાના બાળકો સાથે જોવા મળે છે.

તેમજ આ સમગ્ર ઘટના મોલમાં લગાવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ છે. એંડ્રિયા આ વીડિયોમાં છે અને તેમની પીઠ અંકિત તિવારીના પિતા તરફ હતી. આ વીડિયોમાં એંડ્રિયાની પાછળ આ વ્યક્તિ આવે છે, તો એંડ્રિયાએ રિએક્શન આપતા તેમને એક પંચ મારી દીધો હતો. આ ફૂટેજ પછી પોલીસને અસલી હકીકત જાણવા મળશે પરંતુ એંડ્રિયાનું આ રિએક્શન એકદમ જ જોવા મળ્યું હતું. આ ઘટના રવિવારે મલાડ મોલની છે. આ વીડિયો સામે આવવાથી પોલીસને સત્ય શું છે તે જાણવા માટે સરળતા રહેશે.

OMG ?? Short footage of the fight between Vinod Kambli and singer Ankit Tiwari, bro Ankur Tiwari and their father Raj Kumar Tiwari ?? According to news reports Kambli and wife Andrea claim that RK Tiwari deliberately brushed his hands against the cricketer’s wife Andrea. Reports also say that Tiwari’s father RK Tiwari has claimed that the celebrity couple assaulted him FOLLOW ? @voompla INQUIRIES ? @ppbakshi . #voompla #bollywood #vinodkambli #ankurtiwari #ankittiwari #andreahewitt #bollywoodstyle #bollywoodfashion #bollywoodactress #mumbaidaily #mumbaidiaries #mumbaiscenes #mumbai #sachintebdulkar #indiancricketer #ladaijhagda #delhidiaries #delhiscenes #delhidaily #desigirl #indianactress #bollywoodactresses #bollywoodstylefile

A post shared by Voompla (@voompla) on

ઝગડો થતા મોલમાં હાજર લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે ફરિયાદમાં એંડ્રિયાએ આરોપ લગાવ્યો છે કે આરોપી રાજેન્દ્ર તિવારીએ તેમને ખરાબ રીતે ટચ કરી હતી, અને તેના પછી તેમને પોતાની બેગ રાજેન્દ્ર તિવારીના માથા પર મારી.

તો બીજી તરફ અંકિત તિવારીના પિતાનું કહેવું છે, હું મારા સંબંધીઓ સાથે મોલમાં ફરવા ગયો હતો. ફૂડ કોર્ટની તરફ જતી વખતે અચાનક કોઈએ પાછળથી મુક્કો માર્યો હતો. ત્યારેં હું એકદમ ડરી ગયો હતો. પાછળ વળીને જોયું તો એક મહિલા મારા પર ખરાબ રીતે ટચ કરવાનો આરોપ લગાવી રહી હતી. ત્યારે મને બહુ ખરાબ લાગ્યું હતું અને પેહલાં તો હું તેને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ગમે તેમ બોલતી હતી. આ સમગ્ર ઘટનામાં મારી કોઈ ભૂલ નથી. તેમના પોતાનો પક્ષ રાખવા માટે તે વીડિયો પુરાવા તરીકે પોતાની પાસે રાખ્યો છે.

તો બીજી તરફ આ મામલાને લઈને અંકિત તિવારીએ પ્રતિક્રિયા આપી છે. તેમને ટ્વીટ કરતા આ મામલા પર પોતાનું રિએક્શન બતાવ્યું હતું.

સિંગર અંકિત તિવારીએ લખ્યું કે, મારા પિતાની સાથે આ ઘટના થવાથી હુ બહુ દુઃખી છું. મારા પિતા અને ભાઈ અંકુર કોઈને બ્લેમ કરવા નથી માંગતા. પરંતુ ખોટી અફવાઓ રોકવા માટે તે સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવી છે. હું ઈચ્છું છું કે આખી દુનિયા વીડિયો જુએ અને નક્કી કરે કે શું સાચું છે અને શું ખોટું છે.

તો બીજી તરફ આ મામલામાં વિનોદ કાંબલીની પત્ની એંન્ડ્રિયાનું કંઈક અલગ જ કહેવું છે. તેમનું કહેવું છે જે સમયે તે મોલમાં પોતાના બાળકોની સાથે હતી ત્યારે તેને અચાનક અહેસાસ થયો કે કોઈ વ્યક્તિ તેમને ખરાબ રીતે ટચ કરીને પસાર થઈ રહ્યો છે ત્યારે તેમને અંકિતના પિતાને એક પંચ માર્યો હતો. હવે આ મામલામાં તે પોતાના વકીલની સલાહ લઈ રહી છે અને તેના પછી કોઈ પગલા ઉઠાવશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી