આવી પરિસ્થિતિમાં વિમાનનું ઇંધણ હવામાં જ ફેંકી દે છે પાયલોટ, જાણો કેમ લેવો પડે છે આવો નિર્ણય

શું તમને એ ખબર છે કે અમુક પરીસ્તીથી એવી હોય છે જયારે કોઈ વિમાનના પાયલોટને હવામાં જ વિમાનનું બધું ઇંધણ ફેંકી દેવાની ફરજ પડે છે. પાયલોટ આ કામ જયારે વિમાન હવામાં હોય ત્યારે જ કરે છે. એવું પણ નથી કે આવું કામ તે ગ્રાઉન્ડ પર લેન્ડિંગ કર્યા બાદ નથી કરી શકતા. જો કે આવી પરીસ્તીથી ભાગ્યે જ ઘટે છે. પરંતુ ઇમર્જન્સીમાં પાયલોટે આમ કરવું પડે છે. તમને થશે કે વિમાનનું એટલું ઇંધણ ફેંકી દેવામાં આવે તો એ ઇંધણ પૃથ્વી વાસીઓ પર ન પડે ? તો કેવી મુશ્કેલી ઉભી થાય ? તો એનો જવાબ એ છે કે વિમાનમાંથી ફેંકવામાં આવતું એ ઇંધણ ધરતી સુધી પહોંચતું જ નથી પરંતુ તે હવામાં જ ધૂમાળો બની જાય છે.

image source

આ વાતને તમે એક ઘટના દ્વારા સમજી શકશો. 23 માર્ચ 2018 ના રોજ શંઘાઇથી એક વિમાન ન્યુયોર્ક જવા માટે ઉડ્યું હતું. તેમાં સવાર 60 વર્ષની એક મહિલાની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી અને સ્થિતિ બેભાન થવા સુધી પહોંચી ગઈ. આ માટે વિમાનના પાયલોટને ઇમર્જન્સી લેન્ડિંગ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન દેખાયો. પણ આ કામ મુશ્કેલ હતું.

image source

કૃ મેમ્બરોએ નિર્ણય કર્યો કે તેમને વિમાનનું 65 હજાર પાઉન્ડ ગેસોલીન ઇંધણ હવામાં જ ફેંકી દેવું પડશે. અને એમ જ કરવું પડ્યું. આમ કરવાથી વિમાન અલાસ્કામાં ઇમરજન્સી લેન્ડિંગ કરી શક્યું. લગભગ 20 હજાર ડોલરનું ઇંધણ ડમ્પ કરવામાં આવ્યું અને ત્યારે તે મહિલાનો જીવ બચ્યો.

શું હોય છે ફ્યુલ ડમ્પિંગ

image source

પ્રશ્ન એ છે કે ઇમર્જન્સી લેન્ડિંગ પહેલા ફ્યુલ લેન્ડિંગ કરવાની જરૂર શા માટે પડે છે ? તેનો જવાબ એ છે કે વિમાનમાં ભરેલા ફયુલનો વજન ઘણો હોય છે જેના કારણે તેને ઇમરજન્સી લેન્ડિગ કરાવવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. એટલા માટે આ ફયુલને હવામાં જ ઢોળી વિમાનનો વજન ઓછો કરી દેવામાં આવે છે ત્યારે તે ઇમરજન્સી લેન્ડિંગ કરી શકે છે. આ પ્રોસેસને ટેક્નિકલ ભાષામાં ફ્યુલ જેટીસન કહેવામાં આવે છે. વિમાનની ડિઝાઇન એવી રીતની હોય છે કે તે એક નિશ્ચિત વજન સાથે જ લેન્ડિંગ કરી શકે જો આ વજન વધારે હોય તો એ શક્ય છે કે તે ધરતી પર લેન્ડિંગ કરતા સમયે ધક્કો લાગે અને તેમાં નુકશાન થાય.

વિમાનમાં કેટલું ઇંધણ હોય છે

image source

વિમાનમાં એક વારમાં 5 હજાર ગેલન ઇંધણ હોય છે જેનો વજન ત્રણ હાથી બરાબર થાય છે. આથી જો આટલા ભારે વજન સાથે ઇમર્જન્સી લેન્ડિગ કરવામાં આવે તો અકસ્માત થવાનો ભય રહે છે. આથી વિમાનને ફૂલ ટેન્ક અથવા ભારે માત્રામાં ફ્યુલ સાથે લેન્ડિંગ કરવામાં નથી આવતા. વિમાનને ઉડાડ્યા પહેલા જ ફ્લાઇટ એટેન્ડેન્ટ એ વાતનો અંદાજ લગાવી લે છે કે ટ્રીપ દરમિયાન કેટલું ઇંધણ જોઈશે. ટ્રીપ દરમિયાન ઇંધણ લગભગ પૂરું થઇ જાય છે અને તે આરામથી લેન્ડિંગ કરી શકે છે. ક્યારેક ક્યારેક એવું પણ બને કે તેનું ફ્યુલ વધે છે જેને પાયલોટ વિમાનના ચક્કર લગાવીને વાપરી લે છે અને ત્યારબાદ જ લેન્ડિંગ કરે છે. ત્યારે અમુક વખતે ઇમર્જન્સી જેવી સ્થિતિમાં પાયલોટને એ નક્કી કરવાનું હોય છે કે વિમાનનું કેટલું ફ્યુલ હવામાં ફેંકી દેવાનું છે.

ક્યારે કરવામાં આવે છે ઇમર્જન્સી લેન્ડિંગ

image source

ફ્લાઇટ દરમિયાન કોઈ યાત્રીને ઇમર્જન્સી મેડિકલ જરૂર પડે કે કોઈનું મૃત્યુ થવાની સ્થિતિ સર્જાય ત્યારે વિમાનને હવામાં ઉડતું રાખવું ઠીક નથી માનવામાં આવતું અને ત્યાર પાયલોટ વિમાનના ફયુલને ડમ્પિંગ કરવાનો નિર્ણય કરે છે. ડમ્પિંગનો અર્થ એ નથી કે વિમાનનું ઇંધણ ફેંકી દેવામાં આવે પરંતુ વિમાનના વધારાના ચક્કર લગાવી તે ઇંધણને બાળી દેવામાં આવે છે. પરંતુ જો કોઈ યાત્રીના જીવ પર જોખમ હોય તો ઇંધણને ફેંકી પણ દેવામાં આવે છે અને તેનો નિર્ણય પાયલોટ અને કૃ મેમ્બરો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!