જલ્સા કરોને જેંતીલાલ

વીક્કી કૌશલે ભારતીય સૈન્યના જવાનો માટે રોટલીઓ વણી સોશિયલ મિડિયામાં ખુબ જ વાહવાહ મેળવી

આમ તો વિક્કી કૌશલ કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવૂડ સાથે જોડાયેલો છે પણ ગયા વર્ષે આવેલી ફિલ્મ ઉરીએ તેને બોલીવૂડનો સ્ટાર એક્ટર બનાવી દીધો છે.

ફીલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં તેણે એક ભારતીય સૈન્ય અધિકારીનું પાત્ર ખુબ જ દમદાર રીતે ભજવ્યું હતું. આ ફિલ્મે બોક્સઓફીસ પર ખૂબ ધૂમ મચાવી હતી અને સાથે સાથે લોકોમાં ભારતીય આર્મિ તેમજ દેશ માટે એક અલગ જ લાગણી ઉત્પન્ન કરી હતી.

તાજેતરમાં વિક્કી કૌશલ અરુણાચલ રાજ્યના તવાંગ ગામમાં ભારત-ચીનની સીમા પર ભારતીય સૈન્ય સાથે જોવા મળ્યો હતો. જેમાં તેણે ભારતીય જવાનોની મુલાકાત લીધી હતી જેની તસ્વીરો તેણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

તેણે તસવીર શેયર કરતાં કેપ્શનમાં લખ્યું હતું “અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે આવેલી ઇન્ડો-ચાઈના બોર્ડર પર 14000 ફૂટની ઉંચાઈ પર આવેલી પોસ્ટ પર ફરજ બજાવતા ભારતીય જવાનોની મુલાકાત લેવાનો અવસર મળવાથી તે ગર્વ અનુભવી રહ્યો છે.”

તેણે બીજી એક તસ્વીર શેયર કરી હતી જેમાં વિક્કી સૈનિકો માટે રોટલીઓ વણી રહ્યો છે. ફોટો શેયર કરતાં તેણે લખ્યું હતું, “મારા જીવનની પ્રથમ રોટલી, મને ગર્વ છે કે તે મેં ભારતીય સેના માટે બનાવી છે.”

વિક્કી કૌશલ હાલ જે ફિલ્મ પર કામ કરી રહ્યો છે તે આપણા માનનનીય રિટાયર્ડ ફિલ્ડ માર્શલ સેમ માનેકશા પર આધારિત છે. જેનું ડીરેક્શન રાઝી ફેમ મેઘના ગુલઝાર કરી રહી છે. ફીલ્મનું શિર્ષક ‘સેમ’ રાખવામાં આવ્યું છે.

જો કે આ ફિલ્મ માટે આપણે ઘણી રાહ જોવી પડશે. તેનું શુટીંગ 2021માં શરૂ થવાનું છે. મેઘના ગુલઝાર એક એસ ડીરેક્ટર છે. તેણીએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખુબ જ સારી ફિલ્મો આપી છે.

હાલ વિક્કી કૌશલ કરણ જોહની ફિલ્મ તખ્ત તેમજ ભૂત પાર્ટ વન – ધી હોન્ટેડ શિપ, તેમજ સ્વતંત્રતા સેનાની સરદાર ઉધમ સિંઘની બાયોપિક પર પણ કામ કરી રહ્યો છે. જેનું ડીરેક્શન સુજીત સરકાર કરી રહ્યા છે.

વિક્કીમાટે સુજીત સરકાર સાથે કામ કરવું એટલે તેનું એક મોટું સ્વપ્ન પુરું થવા બરાબર છે. તે આ તકને એક મોટું સમ્માન પણ ગણે છે અને એક મોટી જવાબદારી પણ ગણે છે. આ ફિલ્મનું શુટીંગ આ વર્ષના ઓક્ટેબર મહિનાથી થશે.

હાલ બે-બે બાયોપિક પર કામ કરવા બાબતે વિકી કૌશલ જણાવે છે કે આ બન્ને પાત્રો એટલે કે 1971ના ભારત-પાક યુદ્ધના હીરો સેમ માણેકશા અને સ્વતંત્રસેનાની સરદાર ઉધમ સિંહના પાત્રો તેના માટે એક મોટી જવાબદારી છે.

વિક્કીને ભલે બોલીવૂડમાં ઉરી ફિલ્મથી ઓળખ મળી હોય પણ તે હંમેશા પોતાની કારકીર્દીની શરૂઆતની ફિલ્મ મસાનને વધારે મહત્ત્વની માને છે.
આપણા ફિલ્મ સ્ટાર્સ અવારનવાર ભારતીય સેનાનો જુસ્સો વધારવા માટે સૈન્યની મુલાકાત લેતા હોય છે. હાલ ભૂતપૂર્વ ભારતીય ક્રીકેટ ટીમના સ્કીપર અને હાલના વીકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોની કાશ્મીર ખાતે 15 દિવસ માટે સૈન્યમાં ફરજ બજાવી રહ્યા છે.

આ પહેલાં અક્ષય કુમારે પણ અવારનવાર ભારતીય સૈન્યની મુલાકાત લીધી છે અને ભારતીય સેનાની સાથે સાથે ભારતના યુવાનોમાં પણ ઇન્ડિયન આર્મિ માટે જુસ્સો વધાર્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version