શુક્રવારનાં રોજ સંઘ લોક સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૧૮માં થયેલી પરિક્ષામાં પરિણામો ઘોષિત કરવામાં આવ્યા અને આ વખતે આ પરિક્ષાને કુલ ૭૫૯ અભ્યર્થિયોએ પાસ કરી લીધી છે. સંઘ લોક સેવા આયોગ(યૂપીએ સસી)ની પરિક્ષા પાસ કરનાર વિક્રમ ગ્રેવાલની ઉમર માત્ર ૨૧ વર્ષની છે અને તે આ પરિક્ષા પાસ કરનાર સૌથી યુવાન ઉમેદવાર છે.
વિક્રમ ગ્રેવાલ હરિયાણાનાં રહેવાસી છે અને તેમના પાસ થવાની ખુશી તેમના ઘરમાં સૌથી વધારે તેમના દાદા ઈશ્વર સિંહને છે. વાત કંઈક એમ છે કે વિક્રમ ગ્રેવાલનાં પિતા કર્ણવીર ગ્રેવાલે વર્ષ ૧૯૮૯માં રાષ્ટ્રીય રક્ષા અકાદમી પરિક્ષામાં ટોપ કર્યુ હતુ અને હવે વિક્રમ ગ્રેવાલે સંઘ લોક સેવા આયોગ પરિક્ષામાં ૫૧મો રેંક મેળવ્યો છે. પોતાના દિકરાની જેમ જ પૌત્રને અધિકારી બનતા જોઈ ઈશ્વર સિંહ ખૂબ જ ખુશ છે.
દાદાએ રસ્તા વચ્ચે લગાવ્યા દોસ્તોને ગળે
વિક્રમનાં દાદાની જેમ જ તેમના પરદાદા નફેસિંહ જે ૯૫ વર્ષનાં છે તે પણ પોતાનાં પ્રપોત્રની કામયાબીથી ગદગદ છે.
ત્યાં જ લોક સેવા આયોગની પરિક્ષાનું ફોર્મ ભરતા જ વિક્રમે પોતાનું પૂરું ધ્યાન અભ્યાસ પર લગાવી દીધું અને એ દિવસમાં ૧૮ કલાક અભ્યાસ કર્યા કરતા હતા.
પહેલા જ પ્રયાસમાં કરી પરિક્ષા પાસ