જલ્સા કરોને જેંતીલાલ

આપમેળે તૈયારી કરી પ્રથમ પ્રયાસમાં પાસ કરી UPSE ની પરિક્ષા,મેળવ્યો ૫૧મો રેંક…

શુક્રવારનાં રોજ સંઘ લોક સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૧૮માં થયેલી પરિક્ષામાં પરિણામો ઘોષિત કરવામાં આવ્યા અને આ વખતે આ પરિક્ષાને કુલ ૭૫૯ અભ્યર્થિયોએ પાસ કરી લીધી છે. સંઘ લોક સેવા આયોગ(યૂપીએ સસી)ની પરિક્ષા પાસ કરનાર વિક્રમ ગ્રેવાલની ઉમર માત્ર ૨૧ વર્ષની છે અને તે આ પરિક્ષા પાસ કરનાર સૌથી યુવાન ઉમેદવાર છે.
વિક્રમ ગ્રેવાલ હરિયાણાનાં રહેવાસી છે અને તેમના પાસ થવાની ખુશી તેમના ઘરમાં સૌથી વધારે તેમના દાદા ઈશ્વર સિંહને છે. વાત કંઈક એમ છે કે વિક્રમ ગ્રેવાલનાં પિતા કર્ણવીર ગ્રેવાલે વર્ષ ૧૯૮૯માં રાષ્ટ્રીય રક્ષા અકાદમી પરિક્ષામાં ટોપ કર્યુ હતુ અને હવે વિક્રમ ગ્રેવાલે સંઘ લોક સેવા આયોગ પરિક્ષામાં ૫૧મો રેંક મેળવ્યો છે. પોતાના દિકરાની જેમ જ પૌત્રને અધિકારી બનતા જોઈ ઈશ્વર સિંહ ખૂબ જ ખુશ છે.

દાદાએ રસ્તા વચ્ચે લગાવ્યા દોસ્તોને ગળેજણાવવામાં આવી રહ્યું છે કે દાદા ઈશ્વર સિંહને જેવી ખબર પડી કે તેમના પૌત્ર વિક્રમ ગ્રેવાલે સંઘ લોક સેવા આયોગની પરિક્ષાને પાસ કરી લીધી છે તો એમની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યુ અને તે રસ્તા વચ્ચે તેનો જશ્ન મનાવવા લાગ્યા પોતાની ખુશીને ઈશ્વર સિંહે પોતાના મિત્રોની સાથે વહેંચી અને રસ્તા વચ્ચે ઉભા રહી પોતાના મિત્રોને ગળે લગાવી લીધા અને રડી પડ્યા.તો બીજીબાજુ જેમ જેમ તેમના સગાંસંબંધીઑને આ વાત ખબર પડી તે બધા તેમના ઘરમાં આવી તેમને અભિનંદન પાઠવવા લાગ્યા.પોતાના પૌત્રની આ ઉપલબ્ધિ પર ઈશ્વર સિંહ અને દાદી ઓમપતિ ગ્રેવાલનું કહેવું છે કે વિક્રમે ખૂબ મહેનત કરી છે અને તે ઘરમાં આવતા જ કલાકો સુધી વાંચન કરતો હતો અને અભ્યાસ સાથે જોડાયેલી વાતો કર્યા કરતો હતો.
વિક્રમનાં દાદાની જેમ જ તેમના પરદાદા નફેસિંહ જે ૯૫ વર્ષનાં છે તે પણ પોતાનાં પ્રપોત્રની કામયાબીથી ગદગદ છે.વિક્રમ ગ્રેવાલ માત્ર ૨૧ વર્ષનાં છે અને તેમનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૯૬ નાં રોજ થયો હતો. વિક્રમે હાલમાં જ પોતાના ગ્રેજ્યુએ શનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.વા ત કંઈક એમ છે કે વિક્રમ ગ્રેવાલે ૨૧ વર્ષની ઉમર થતા જ સંઘ લોક સેવા આયોગ(યૂપીએ સસી)નું ફોર્મ ભરી દીધું હતુ અને જે સમયે તેમને આ પરિક્ષા માટે આવેદન કર્યુ હતુ એ સમયે એમના ગ્રેજ્યુએ શનની પરિક્ષાનું પરિણામ ઘોષિત નહોતું થયુ.

ત્યાં જ લોક સેવા આયોગની પરિક્ષાનું ફોર્મ ભરતા જ વિક્રમે પોતાનું પૂરું ધ્યાન અભ્યાસ પર લગાવી દીધું અને એ દિવસમાં ૧૮ કલાક અભ્યાસ કર્યા કરતા હતા.

પહેલા જ પ્રયાસમાં કરી પરિક્ષા પાસવિક્રમે પોતાના પહેલા જ પ્રયાસમાં આ પરિક્ષા પાસ કરી છે અને ૫૧ મો રેંક મેળવ્યો છે. વિક્રમ અનુસાર તે જ્યારે બીજા ધોરણમાં હતા ત્યારે તે પોતાના દાદા અને દાદીની સાથે બે વર્ષ સુધી કરનાલમાં રહ્યા હતા અને એ જ દરમિયાન તેમનું જીવન એકદમ બદલાઈ ગયુ હતુ. તેમના દાદાએ તેમને એ શીખ આપી હતી તેના જ દમ પર આજ એ આ ઉંચાઈ સુધી પહોંચી શક્યા છે.વિક્રમે આ પરિક્ષા પાસ કરવા માટે ખૂબ મહેનત કરી છે. અભ્યાસમાંથી ધ્યાન ન ભટકે એટલા માટે વિક્રમે પોતાના પાસે ફોન પણ નથી રાખેલો. વિક્રમને અનુસાર ફોન હોવાના કારણે સમયની બરબાદી જ થાય છે.જે રીતે વિક્રમે મહેનત કરી છે તે યુવાઓ માટે ખૂબ પ્રેરણાદાયી છે.

Exit mobile version