જલ્સા કરોને જેંતીલાલ

યાત્રાધામના વિકાસ માટે બજેટમાં રાજ્ય સરકારે કરી કરોડોની લહાણી, હવે થશે આ મોટો ફાયદો, કમલમ ફ્રૂટ માટે અધધધ…કરોડની ફાળવણી

કોરોના મહામારી બાદ આજે રાજ્ય સરકારે પહેલુ બજેટ રજૂ કર્યું હતું. લોકોને આ બજેટમાં સરકાર પાસે ઘણી આશા હતી. આ બજેટમાં નીતિન પટેલે ઘણી મહત્વની જાહેરાત કરી છે. જેમા રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા માટે સરકારે ઘણી જાહેરાતો કરી છે. જેમા સૈ પ્રથમ વાત કરીએ તો રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 652 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

image source

તો બીજી તરફ કેવડિયાની નજીકનાના 50 કિલો મીટરમાં કમલમ્ ફ્રૂટના બે લાખ રોપાના વાવેતર માટે સરકારે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નોંધનિય છે કે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપ્યું હતું. આ ઉપરાંત વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના ઉભી કરવા માટે પણ સરકારે આયોજન કર્યું છે.

image source

તો બીજી તરફ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રમાં વધુ લોકોને રોજગારી મળે અને બહારના લોકો ગુજરાતમાં વધુને વધુ આવે તે માટે ઘણી યોજનાની જાહેરાત કરી છે. આ બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામને વિષેષ મહત્વ આપ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવવાની સરકારની યોજના છે જેમા માટે સરકારે 488 કરોડ રૂપિયા ફળવ્યા છે.

image source

તો બીજી તરફ પીએમ મોદીના વતન વડનગરને પણ પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારીની યોજના છે. ગુજરાતમાં પ્રવાસીઓને પુરતી સુવિધા આપવા માટે 315 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નોંધનિય છે કે વડનગર આમ તો એક ઐતિહાસિક નગર છે જેથી વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં માટે સરકારે કમર કસી છે. આ ઉપરાંત હેરીટેજ સ્ટ્રક્ચર, પુરાતત્વીય સ્થળનો પણ વિકાસ કરવામાં આવશે. જેમા જૂના તળાવો, ઔતિહાસિક મંદિરના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવશે.

image source

આ ઉપરાંત મોરબી નજીક આવેલા ટંકારામાં પ્રવાસનને વેગ આપવા માટે વિશેષ સુવિધાઓ વધારવામાં આવશે. તો બીજી તરફ મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોંરબંદરનો પણ વિકાસ કરવામાં આવશે. પોરબંદરમાં આવેલા કીર્તિ મંદિરને વધિુ વિકસિત કરવાનું સરકારનું આયોજન છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળનો પણ વિકાસ કરવામાં આવશે.

image source

આ ઉપરાંત બેટ દ્વારકા, મોઢેરા, હિલ સ્ટેશન સાપુતારામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે જેથી આ સ્થળોએ પણ લોકો માટે વિશેષ સુવિધાઓ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે યાત્રાધામના વિકાસ માટે 154 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

હાલમાં રાજ્યમાં અનેક યાત્રાધામો આવેલા છે જેમા દર વર્ષે લાખો ભક્તો દર્શને આવે છે. જેથી આ યાત્રાધામોમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે સરકારે બજેટમાં આયોજન કર્યું છે. જેમા પાવાગઢ સર્વગ્રાહી વિકાસ માટે સરકારે 31 કરોડ રૂપિયા ફાળવ્યા છે જ્યારે નારાયણ સરોવરના વિકાસ માટે સરકારે 30 કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી છે.

image source

આ ઉપરાંત કચ્છમાં આવેલા માતાના મઢના વિકાસ માટે સરકારે 25 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લાખો લોકોની આસ્થાના પ્રતિક એવા બહુચરાજીના વિકાસ પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત કંથારપુર વડના વિકાસ માટે પણ 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

Exit mobile version