ભાગેડુ વિજય માલ્યા તેની ગર્લ ફ્રેન્ડ સાથે લંડનમાં કરશે ત્રીજા લગ્ન ? જાણો, કોણ છે પિંકી લાલવાણી !

ભારતીય બેંકો સાથે ૯૦૦૦ કરોડનું ફ્રોડ કરી લંડન ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યા ફરી ચર્ચા માં આવ્યા છે. આ વખતે તેની સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ ના કેસ માટે નહિ પણ તેની ગર્લ ફ્રેન્ડ પિંકી લાલવાણી સાથે તેના ત્રીજા લગ્નની ચર્ચા માં છે.

લિકર કિંગ વિજય માલ્યા આજે પણ કિંગ ઓફ ગુડ ટાઇમ્સ છે. પરંતુ, દેશ બદલાઇ ચૂક્યો છે. સારો સમય માલ્યા માટે હવે લંડનમાં છે. ભારતમાં ભલે તેઓ 17 બેન્કોના 9000 કરોડ રૂપિયાથી વધુના ડિફોલ્ટર છે. પરંતુ લંડનમાં પૂરા ઠાઠથી જીવી રહ્યા છે. બે લગ્ન કરી ચુકેલા માલ્યા લંડન લેવિસ લાઇફસ્ટાઇલ, નાઇટલાઇફ અને પાર્ટિઓના ઘણાં શોખીન હતા. જ્યારે તેઓ લંડન ભાગ્યા તો તેમની પાસે તેમની સાથે તેની ગર્લફ્રેન્ડ પિંકી પણ હતી.

માલ્યા 2 માર્ચ 2016ના રોજ જ્યારે લંડન ભાગ્યા તો જેટ એરવેઝની તે ફ્લાઇટમાં તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ પિંકી લાલવાણી પણ હતી. માલ્યાની સાથે આ ગર્લફ્રેન્ડ 2011થી છે. માલ્યાની ઘણી પાર્ટીઓમાં ગેસ્ટને હોસ્ટ કરતી નજરે પડી ચુકી છે.

કહેવામાં આવે છે કે તે માલ્યાની સાથે રેગ્યુલર ટ્રાવેલ કરે છે. માલ્યાએ 2 માર્ચ 2016ના રોજ લંડન માટે જેટએરવેઝની ફ્લાઇટ 9w122 પકડી હતી. બન્નેના લગ્ન કરવાના સમાચારો આવ્યા પરંતુ તેને સમર્થન મળ્યું નથી.

કોણ છે પિંકી લાલવાણી ??

આજે જયારે મેજોરીટી કિંગ ફિશર એરલાઈન્સ ના કર્મચારીઓ તેની સેલેરી ક્યારે આવશે ? એવી રાહ જોઈ ને બેઠા છે ત્યારે, કિંગ ફિશર એરલાઈન્સ માં કામ કરી ચુકેલી ફ્લાઈટ એટેન્ડર પિંકી લાલવાણી ને આની ચિંતા બિલકુલ નથી !

માલ્યાએ શરૂઆતમાં લાલવાણીને પોતાની એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરી આપી હતી. પછીથી બન્ને ધીમે-ધીમે દોસ્ત થઇ ગયા. લાલવાણીને હંમેશા માલ્યાની માતાની સાથે દેખાતી. લાલવાણી કિંગફિશર એરલાઇન્સની એરહોસ્ટેસ પણ રહી ચુકી છે. કિંગફિશરની એડમાં પણ નજરે પડી ચુકી છે..

પિંકી માલ્યા ના સારા-ખરાબ સમયે હમેશા સાથે જ રહી છે, લંડનમાં કેસની સુણવાની દરમિયાન પણ તેણી તેની સાથે જોવા મળતી હોય છે. માલ્યાની ઘણી પાર્ટીઓ માં તેણી ગેસ્ટને હોસ્ટ કરતી પણ જોવા મળી છે. હાલ, માલ્યા અને પિંકી લીવ – ઇન રીલેશનશીપ માં રહે છે. બંને એ થોડા દિવસો પહેલા જ રીલેશનશીપ ની ત્રીજી એનીવર્સરી પણ સેલીબ્રેટ કરેલી.

વિજય માલ્યાના ભૂતકાળના લગ્ન જીવન વિષે વાંચીને આશ્ચર્ય થશે !

વિજય માલ્યાના પરિવાર અંગે ખાસ કોઇને ખબર નથી. જોકે વિજય માલ્યા પરણેલા છે. તેમને બે વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ સમીરા માલ્યા છે, જે તે સમયે એર ઇન્ડિયા એરલાઇન્સની એર હોસ્ટેસ હતી. સિદ્ધાર્થ માલ્યા સમીરા અને વિજય માલ્યાનું જ સંતાન છે. તસવીરમાં પહેલી પત્ની સમીરા સાથે વિજય માલ્યા

સમીરા બાદ માલ્યાએ બેંગલુરૂમાં પોતાની જ પાડોશી રેખા સાથે લગ્ન કર્યા. તસવીરમાં બીજી પત્ની રેખા સાથે વિજય માલ્યા. રેખા અને વિજય બંનેના બીજા લગ્ન હતા. પહેલી પત્નીથી થયેલા દીકરા સિદ્ધાર્થ સાથે વિજય માલ્યા.

રેખાના પહેલા પતિ મિસ્ટર મહમૂદ વિજયના સારા મિત્ર હતા અને પહેલા પતિથી રેખાને એક દિકરી લૈલાને જન્મ આપેલો હતો. જેને પાછળથી માલ્યાએ દત્તક લઇ લીધી હતી. રેખા માલ્યના પહેલાં લગ્નને કારણે થયેલી દીકરી લૈલા. અહી, નીચેના ફોટોમાં વિજય માલ્યા એક ફંકશનમાંથી રેખા માલ્યા સાથે નજરે પડે છે

દત્તક લીધા બાદ લૈલા મહમૂદ લૈલા માલ્યા બની ગઈ. લૈલા આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી સાથે કામ કરતી હતી. આઇપીએલ વિવાદમાં લલિત મોદીની સાથે તેનું નામ પણ આવ્યું હતું. રેખાએ વિજય માલ્યા સાથે બીજા લગ્ન કર્યા બાદ બે દિકરીઓને જન્મ આપ્યો. સૂત્રોનું માનીએ તો રેખા માલ્યા પોતાની બીજી દિકરીઓ લીના માલ્યા અને તાન્યા માલ્યા સાથે મોટાભાગે પોતાના કેલિફોર્નિયાવાળા ઘરમાં જ રહે છે. અહી, નીચેના ફોટોમાં રેખા માલ્યા સાથે તેની બંને દીકરીઓ એ પડે છે :

મિત્રો, આપ સૌ ને આ લેખ રસપ્રદ અને માહિતી સભર લાગ્યો હોય તો લાઈક કરી અચૂક વધાવજો….આવી રસપ્રદ અને અજાણી માહિતી માટે અમને ફોલો કરતા રહો….અને જલ્સા કરતા રહો….!!!

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ફોટો સાભાર : ગેટી ઈમેજ

ટીપ્પણી