જલ્સા કરોને જેંતીલાલ

વિજ્ઞાન પર ભારે પડી રહી છે અંધશ્રદ્ધા, લોકોએ કહ્યું- ઘરની ડેલીએ ડૂંગળી રાખવાથી કોરોના આવતો નથી

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને હરાવવા માટે રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં ઘણી જગ્યાએ વિજ્ઞાન પર અંધશ્રદ્ધા ભારે પડી રહી છે. સામે આવેલી વિગતો અનુસાર

દેવરિયા જિલ્લામાં અંધશ્રદ્ધાની જાળમાં ફસાયેલા એક યુવકે બલિ ચઢાવવા માટે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. જ્યારે ત્યાં હાજર લોકોએ તેને ના પાડી ત્યારે તેણે બ્લેડ લઈ બધાને દોડાવી મુક્યા હતા. દરમિયાન, જ્યારે રસ્તા પરથી પસાર થતા પોલીસ અધિકારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પણ તેના પર હુમલો કર્યો હતો. પરંતુ થોડા સમય પછી તે યુવાન લોહીથી લથબથ હાલતમાં ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. પોલીસે ઇજાગ્રસ્ત યુવકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો જ્યાં તેની હાલત નાજુક જણાઈ રહી છે.

image source

તો બીજી તરફ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રસી અંગે ગેરમાન્યતા જોવા મળી રહી છે. ગામડાંઓના લોકોમાં રસી અંગે હજુ પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે ત્યારે ગ્રામ્ય લોકોને રસી અંગે યોગ્ય સમજ આપવા અને ત્યાંના લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને ખાસ જવાબદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે. આ ટીમમાં સાઇકોલોજીના નિષ્ણાત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ગામેગામ જઈને લોકોને મળીને તેમના મનમાં રહેલી શંકાનું સમાધાન કરી રહ્યા છે અને રસી લેવા લોકોને સમજાવી રહ્યા છે.

image source

આ સફર દરમિયાન રાજકોટ જિલ્લાના 27 ગામડાંઓમાં 1800 લોકોને મળ્યા બાદ મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધાના અનેક અનુભવ થયા જેને જાણીને તેઓ પણ ચોંકી ગયા હતા. આ અંગે સામે આવેલી વીગતો અનુસાર કેટલાક લોકોએ કહ્યું કે, ઘરની ડેલીએ ડુંગળી રાખવાથી, મીઠું શેકીને શરીરે ઘસવાથી કોરોના થતો નથી અને રસી લેવાની પણ જરૂર પડતી નથી. તો બીજી તરફ ઘણા લોકો કહે છે કે વિદેશી રસી આવે ત્યારે લઇશું અમને મફતની રસી પર ભરોસો નથી. આ લોકોની વાત શાંભળીને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ચોંકી ગયા હતા.

image source

જ્યારે આ ટીમના પ્રોફેસરો કેટલાક ગામડાંમાં ગયા ત્યારે તેમણે જોયું કે, ઘરની ડેલી(આગળ નો દરવાજો)એ ડુંગળી રાખેલી જોઈ હતી આ અંગે તેમને પૂછતાં જાણવા મળ્યું કે તેઓ વાઇરસ ન પ્રવેશે તે માટે ડેલી પાસે ડુંગળી રાખે છે. નોંધનિય છે કે ઘણા ગામડાંઓમા આ પ્રકારની અંધશ્રદ્ધા છે. તો બીજી તરફ કેટલાક લોકો કહે છે કે, અમે મીઠું શેકીને શરીરે ઘસી લઈએ એટલે અમને કોઈ શરદી, કફ, ઉદરસ ન થાય મા વહાણવટી અમારી રક્ષા કરે છે. તેમણે તર્ક આપ્યો કે અમારે રસી મુકાવીને અમારૂ શરીર બગાડવું નથી. તો બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું કે, અમને ડોક્ટર કે નર્સ પર સહેજ પણ ભરોસો નથી અમે ઈંડાં માથા પરથી ઉતારી ચાર રસ્તે ફોડી આવીએ એટલે અમારી દરેક સમસ્યા દૂર થઇ જશે. અલ્લાહ અમારી રક્ષા કરશે, ખુદા ખોટું નહીં કરે અમારી સાથે. હાલમાં આવી માન્યતાને કારણે ગામડાના લોકો રસી અંગે જાગૃત નથી.

image source

આ ઉપરાંત ગામડાંના લોકોની એવી પણ માન્યતા છે કે, ડાયાબિટીસ, બીપી, શરદી થતી હોય તેમણે ક્યારેય રસી લેવી જોઈએ નહીં, તો બીજી તરફ એક પરિવારે એમ પણ કહ્યું કે, અમે અમારા ઘર ફરતે દૂધની ધાર કરીને રક્ષણ કુદરતનું મેળવી લીધું છે તેથી અમારે અમારે વેક્સિન લેવાની જરૂર નથી.
તો બીજી તરફ કેટલાક ગામડાંના લોકોની એવી પણ માન્યતા છે કે જેઓને તમાકુ, ગુટકા કે અન્ય વ્યસનની આદત હોય તેમને ક્યારેય કોરોના થતો નથી. આવુ છાપામાં પણ આવી ગયું છે.

image source

આ ઉપરાંત કેટલાક લોકો કહે છે કે, અમે લીમડાના દાતણ કરીએ છીએ એટલે અમને કોઈ બીમારી થાય નહીં. તો બીજી તરફ કેટલાક લોકો કહે છે કે કડવી મેથીનું શાક અને ભાજી ગામડાંના લોકો ખાતા હોય અને વૈશાખ મહિનામાં લીમડાના કોલ ખાધા હોય તે લોકોને કોઈએ રસી લેવાની ન હોય. આ ઉપરાંત દર અમાસે અમે અમારા દેવના કહ્યા પ્રમાણે રાય વેરીને રોગને અટકાવી દઈએ છીએ. તેમનું માનવુ છે કે રાય આંગણમાં અને શેરીમાં વેરી દઈએ એટલે કોઈ બીમારી આવતી નથી. આ બધા લોકોની વાત સાંભળીને પ્રોફેસરો પણ થોડી વાર માટે વિચારમાં પડી ગયા હતા. કારણ કે આવી માન્યતાઓ તેમના મગજમાં એટલી હદે પેસી ગઈ છે કે તેમને સરળતાથી કાઢવી સહેલી નથી. તો બીજી તરફ કોરોનાને ભગાડવા માટે હોમ હવન પણ કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version