જલ્સા કરોને જેંતીલાલ

વિદ્યુત જામવાલે આંખે પટ્ટી બાંધીને કરી તલવારબાજી, વીડિયો જોઈ આંખ મટકું મારવાનું ભૂલી જશે

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલના સ્ટંટ ખરેખર જોવા લાયક હોય છે. માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ તે સ્ટંટ કરતો જોવા મળે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે છે. વિદ્યુત જામવાલે ટુંક સમયમાં બોલિવૂડમાં એકશન હીરો તરીકે પોતાને સ્થાપિત કરી લીધો છે. વિદ્યુત જામવાલને કન્ટ્રી બોય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વિવિધ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

image source

આ વીડિયોમાં વિદ્યુત જામવાલને જોઇ શકાય છે કે તે કેવી રીતે આંખે પટ્ટી બાંધીને તલવાર બાજી કરી રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અમને જણાવી દઈએ કે તાજેતરમાં ધ રિચેસ્ટ નામના પોર્ટલે એક યાદી બનાવી છે જેની સામે કોઈએ પંગો લેવો ન જોઈએ. તે યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, વિશ્વ વિખ્યાત એડવેન્ચરર ગ્રિલ્સનું પણ નામ છે. વિદ્યુત જામવાલ તેમા એકમાત્ર એવો ભારતીય અભિનેતા છે જેમણે આ પ્રતિષ્ઠિત યાદીમાં પોતાનું નામ નોંધાવીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

image source

જણાવી દઈએ કે વિદ્યુત જામવાલની તાજેતરની ફિલ્મ ‘ખુદા હાફિઝ’ આવી હતી, જેમાં તેની જોરદાર એક્શન જોવી મળી હતી. જમ્મુમાં જન્મેલા વિદ્યુત જામવાલ એક ઉત્તમ અભિનેતા તેમ જ એક મહાન માર્શલ આર્ટિસ્ટ અને સ્ટંટ પર્ફોર્મર છે. તેણે બોલિવૂડમાં તેમજ ટોલિવૂડ અને કોલિવૂડની ઘણી ફિલ્મોમાં જબરદસ્ત ઓળખ બનાવી છે. ફિલ્મો ઉપરાંત વિદ્યુત જામવાલ તુમ્હે દિલ્લગી અને ગલ બન ગઈ જેવા બે ગીતો પણ ભારે હિટ રહ્યા. આ બધા સિવાય વિદ્યુત જામવાલને ફિલ્મોમાં શાનદાર અભિનય માટે ઝી સિને એવોર્ડ, આઈફા અને ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડનો એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ‘કમાન્ડો’ ફ્રેન્ચાઈઝી ફિલ્મોના એક્ટર વિદ્યુતે પોતાની ફિટનેસ અને માર્શલ આર્ટના કારણે બોલિવૂડમાં ખાસ જગ્યા બનાવી છે. તેણે હાલમાં જ પોતાના ચોંકાવનારા સ્ટંટનો એક વીડિયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તે આશ્ચર્યચકિત કરનારા કરતબો કરતા દેખાય છે. તેમના આ કરતબો જોઈને લોકો પણ દંગ રહી ગયા. લોકોનું મનોરંજન અને તેમને પ્રેરિત કરવારા વિદ્યુત જામવાલના સ્ટન્ટ્સનો વિડીયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

image source

આ પહેલાં વિદ્યુત જામવાલે જે સ્ટંટ્સનો વિડીયો શેર કર્યો હતો, તેને જોઈને તમે પણ દંગ રહી જશે. બિયર બોટલ પુશ અપ્સ, ચક્રાસન, પાણી પર ચાલવું, પોતાના હાથની ગતિથી એકસાથે ઘણીબધી મીણબત્તી બુજાવી, ચાલતા એસ્કેલેટર પર પુશ અપ કરવા, ત્રણ બોટલના ઢાંકણા એક જ કીકથી ખોલવા, પોતાની મુઠ્ઠીમાં ઈંડું રાખીને એક સાથી ઈંડો તોડવી, આ બધું વિદ્યુત એક વિડીયોમાં કરતા દેખાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version