વિદ્યાર્થીઓ માટે શિક્ષકોનું આવું સમર્પણ તમે ક્યારેય નહીં જોયું હોય !

અવારનવાર વાલીઓની ફરિયાદ હોય છે કે શિક્ષકો શિક્ષણ પર જરા પણ ધ્યાન નથી આપતા તેવા સંજોગોમાં આજનો આ લેખ તમારે ચોક્કસ વાંચવો જોઈએ કારણ અહીં શિક્ષકોએ પોતાનું જીવન વિદ્યાર્થીઓ માટે સમર્પિત કર્યું છે.

મોટા ભાગે તમે જોયું જ હશે કે શાળાની અંદર શિક્ષકોની બદલી થાય અને નવા શિક્ષકો આવે પરંતુ વિધ્યાર્થીઓને બહુ ફર્ક નથી પડતો હોતો…પરંતુ આ કિસ્સામાં ઊલટું થયું છે. માસ્તરજી શાળા છોડીને જાય અને બચ્ચા પાર્ટી રડવા લાગે? અગર તો આ ખુશીના આંસુ હોઇ શકે છે કે પછી માસ્તરજી ખૂબ નેક વ્યકિત હોઈ ત્યારે જ આ શક્ય છે. નહિતર કોઈ પરિસ્થિતિમાં નહિ. પરંતુ આવુ થયુ છે. તે પણ આપણા ઈન્ડિયામાં. વાત છે.

વાત છે મિઝોરમની. અહીંની આઈઝોલ સરકારી શાળાના માસ્તરજી જ્યારે શાળા છોડીને જવા લાગ્યા તો બાળકો હિબકે-હિબકે રડી પડ્યા. તેમની બદલી થઇ ગઈ હતી. આ કારણે તે આ શાળાથી જઈ રહ્યા હતા.

આ વિડિયોમાં બાળકો રડતા દેખાઈ રહ્યા છે. તે કહી રહ્યા છે, ‘માસ્તરજી શાળા છોડીને ના જાવ, અમારા સાથે રહો પ્લીઝ’. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. લોકોને તેને ખૂબ શેર કરી રહ્યા છે.

કેમેસ્ટ્રી અને મેથ્સ ભણાવતા હતા

આ માસ્તરજીનું નામ લાલરામ માવિયા છે. તે આ શાળામાં કેમેસ્ટ્રી અને મેથ્સ ભણાવતા હતા. ૧૯૮૭ થી તેઓ આ શાળામાં કાર્યરત હતા. લગભગ ૩૨ વર્ષો સુધી તેઓ આ શાળા સાથે જોડાયેલા રહ્યા. જો કે તેમની એ ક વાર બદલી થઇ હતી, પરંતુ તેઓ બાદમાં પરત આવી ગયા આ શાળામાં.

માસ્તરજીનું શું છે કહેવાનુ?

મિડિયા સાથે વાત કરતા લાલરામે જણાવ્યુ કે તેમના માટે શાળા છોડવી ખૂબ દુખદાયક ઘડી હતી. દરેક તરફ બાળકો રડી રહ્યા હતા. તેઓ કહે છે, “હું આ શાળાના બાળકોને પોતાના બાળકોની જેમ માનુ છે. હું ઈચ્છુ છુ કે મારા બાદ બાકીના શિક્ષકો પણ તેમને તેમજ પ્રેમ આપે”. સાચે યાર આવા શિક્ષક આપણને કેમ ના મળ્યા, આપણે રડ્યા નહિ, આપણને તો રડાવવામાં આવ્યા છે જબરદસ્તી મારી-મારીને. કેમ?

૫ વર્ષથી બે શિક્ષિકાઓનું આવુ સમર્પણ, જે બાળકો શાળાએ નથી આવતા તેમને લેવા પહોચી જાય છે ઘરે

ગોમાની ફૈલની સરકારી પ્રાથમિક શાળા. તેમાં ૭૨ બાળકો અભ્યાસ કરે છે. બાળકો બે-ત્રણ દિવસ સતત નથી આવતા તો ટીચર…પોતે તેમને લેવા ઘરે જાય છે. આ રીતે તે રોજ પાંચ-સાત બાળકોના ઘરે જાય છે.

શાળા પ્રભારી રાધા અગ્રવાલ અને સહાયક શિક્ષિકા ઉમા વિશ્વકર્મા ની જિદ છે કે બીજા બાળકોની જેમ આ બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને. ભણીગણીને આ કાંઈક બને, જેથી તેમની મા એ ઘરે-ઘરે જઈ વાસણ ના ઉટકવા પડે અને પિતા ને મજૂરી ના કરવી પડે. આવુ આ ૧૫ વર્ષથી વધુ સમયથી કરી રહ્યા છે. ખરેખર જે ક્ષેત્રમાં આ શાળા છે, તે વસાહત છે. પિતા હમાલી, મજૂરી, પુતાઇ કે પછી અન્ય કામ કરે છે.

મા પણ ઘરોમાં વાસણ ઉટકવા, સિલાઈ, પાપડ વણવાનું કામ કરે છે. સવારથી જ માતાપિતા મજૂરી કરવા નિકળી જાય છે. ઘરને સંભાળવાની જવાબદારી યા ભાઈ-બેન ની જવાબદારી બાળકો પર હોઈ છે. એ વામાં તે ઘણીવાર શાળા એ નથી જતા. જ્યારે બાળક શાળામાં નથી દેખાતુ તો ટીચર અગ્રવાલ અને વિશ્વકર્મા બાળકોના ઘરે પહોચી જાય છે. જ્યારે આ બાળકો જવાબ આપે કે તેમને ભાઈ-બહેન ને સંભાળવા છે તો આ ટીચર એ મને પણ સાથે લઈ આવવા કહે છે. ઘણીવાર બાળકોને તૈયાર પણ તે જ કરે છે.

સામાજીક સંસ્થાઓ ની મદદથી બાળકો માટે શિક્ષણ સામગ્રી પણ એકત્રિત કરે છે

૧૯૯૯ માં શરૂ થઇ શાળા, ૨૦ વર્ષ પહેલા ઘરે ઘરે જઈને બાળકો શોધ્યા

અગ્રવાલે જણાવ્યુ શાળા ૧૯૯૯માં શરૂ થઈ હતી. શાળા શરૂ થયા બાદ બાળકોને ચિહ્નત કર્યા. પહેલા વર્ષે પાંચ બાળકો આવ્યા. ત્યારબાદ સંખ્યા વધતી ચાલી ગઈ. પાંચ વર્ષ સુધી ટીચર અગ્રવાલ ઘરે ઘરે બાળકોને લેવા ગયા. ત્યારબાદ સહાયક વિશ્વકર્મા શાળામાં પદસ્થ થયા, ત્યારથી બન્ને મળીને આ કામ કરે છે.

પરિક્ષાના સમયે પણ નથી આવતા બાળકો

અગ્રવાલે જણાવ્યુ પરિક્ષાના સમયે પણ ઘણા બાળકો નથી આવતા. એ પ્રિલમાં સવારે ૭.૩૦ થી ૧૨ વાગ્યા સુધી શાળા શરૂ રહે છે. સવારે વહેલી શાળા શરૂ થવાથી પણ બાળકો આનાકાની કરે છે. પ્રયાસ હોઈ છે કે વધારે થી વધારે બાળકો શાળા એ પહોચે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ