જ્યારે ઇન્ડસ્ટ્રીમાં વિદ્યા બાલનને લોકો કહેવા લાગ્યા હતા મનહુસ, એકસાથે 12 ફિલ્મોમાંથી કરી દેવાઈ ક્લીન બોલ્ડ

બૉલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલનની ગણતરી આજે સૌથી દિગગજ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. વિદ્યાએ જે પણ રોલને ઓનસ્ક્રીન પ્લે કર્યો એમાં જીવ રેડી દીધો .એકથી લઈને એક ચડિયાતા અને ચેલેન્જિંગ પાત્રો ભજવીને વિદ્યાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ બનાવી લીધી. તમને જાણીને નવાઈ લાગશે કે સફળતાનાં આ સ્થાને પહોંચવા માટે એમને જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો એમાં મોટામાં મોટા સ્ટારનો આત્મવિશ્વાસ પણ ડગી જાય. પણ વિદ્યા પોતાની મંજિલ તરફ સહેજ પણ ગભરાયા વગર આગળ વધતી રહી.

image soucre

વિદ્યા બાલને ટીવી શો હમ પાંચથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી એ પછી ઘણા વર્ષો સુધી એમને કોઈ કામ ન મળ્યું. લાંબા બ્રેક પછી વર્ષ 2006માં એમના હાથમાં આવી ફિલ્મ પરિણીતા. આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે સંજય દત્ત અને સૈફ અલી ખાન દેખાયા હતા. આમ તો કોઈપણ સ્થાન પર પહોંચવા માટે મહેનત કરવી પડે છે પણ વિદ્યાનો સફર કંઈક વધુ જ મુશ્કેલી ભર્યો રહ્યો હતો. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો વિદ્યાને મનહુસ કહીને બોલાવવા લાગ્યા હતા..

image soucre

વિદ્યા બાલનને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાની વચ્ચે 8 વર્ષનો ગેપ હતો એ દરમિયાન વિદ્યા પાસે કોઈ કામ નહોતું. એવામાં એક્ટ્રેસે વિચાર્યું કે પોતાનો અભ્યાસ પૂરો કરવો જોઈએ જેનાથી જો ફિલ્મોમાં કામ ન મળે તો કોઈ નોકરી કરી લઈશ કારણ કે દરેક બાજુથી એમને ફક્ત ને ફક્ત રિજેક્શન જ મળી રહ્યું હતું. એટલે એ દરમિયાન વિદ્યાએ પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ સેન્ટ ઝેવીયર કોલેજના પૂરો કર્યો અને પછી એમબીએ પણ કર્યું

image soucre

એક શો દરમિયાન વિદ્યાએ પોતાના સ્ટ્રગલના દિવસો વિશે જણાવતા કહ્યું હતું કે એ દિવસોમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલ અને ડાયરેકટર કમનની સાથે એમને એક ફિલ્મ સાઈન કરી હતી. એ દિવસોમાં કમન અને મોહનલાલની જોડી ઘણી હિટ હતી. એ બન્નેએ એકસાથે આઠ ફિલ્મો કરી હતી અને પોતાની નવમી ફિલ્મ માટે એમને વિદ્યાને સાઈન કરી હતી. પણ કોઈ કારણસર કમન અને મોહનલાલની વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થઈ ગયો જેના કારણે ફિલ્મ ન બની શકી.

image socure

ઝગડો ભલે એ બન્નેની વચ્ચે થયો પણ એ પાછળનું કારણ વિદ્યાને માનવામાં આવી. એમનું કહેવું હતું કે વિદ્યા મનહુસ છે એટલે એમની વચ્ચે ઝગડો થઈ ગયો અને ફિલ્મને બંધ કરવી પડી. વિદ્યાએ જણાવ્યું હતું કે એ દિવસોમાં એમની પાસે એક બે નહિ પણ 12 ફિલ્મો હતી. દરેક ફિલ્મ માટે એ સિલેકટેડ હતી. પણ મોહનલાલની ફિલ્મ બંધ થઈ એ પછી વિદ્યાના માથા પર મનહુસનો ટેગ લાગી ગયો અને એમને બધા જ પ્રોજેક્ટ્સમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા.

image soucre

ન ફક્ત ફિલ્મો પણ એડમાંથી પણ વિદ્યાને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. એ દિવસોમાં એ રોજ રાત્રે રડી રડીને સુઈ જતી હતી. સ્ત્રગલનો એ સમય જલ્દી જ વીતી ગયો અને વિદ્યા બાલનની તનતોડ મહેનત અને લગન આગળ બધું ફેલ થઈ ગયું.

image source

આજે વિદ્યા બાલન ઇન્ડસ્ટ્રીની સૌથી ઉમદા અભિનેત્રીઓમાંથી એક છે. ડર્ટી પિક્ચર અને કહાની જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં દમદાર અભિનય કરીને દરેકને ચોંકાવી દીધા હતા. ફિલ્મલમાં સફળતા મળ્યા પછી વિદ્યાએ જાણીતા પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરી લીધા. આજે પણ એ ફિલ્મો કરી રહી છે અને લોકો એમને કેટલું પસંદ કરે છે એ તો કહેવાની જરૂર જ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong