વીડિયો વાયરલઃ અહીં પોલીસની ગાડીમાં થયું આવું કામ

હાલમાં બ્રિટનથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને સોશ્યલ મીડિયા પર ચર્ચામાં જોવા મળી રહ્યો છે. બ્રિટનમાં 2 પોલીસ અધિકારી પેટ્રોલિંગ સમયે કારમાં કિસ કરતા પકડાયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ બંને અધિકારીઓએ માફી માંગવી પડી હતી.

image source

કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનના લંકાશાયરના બ્લેકબર્નમાં આવેલા ટેસ્કો સુપરમાર્કેટની બહાર બંને પોલીસ અધિકારી ગાડીમાં 20 મિનિટ સુધી કિસ કરી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો એક હાજર વ્યક્તિએ બનાવ્ય હતો. તેણે કહ્યું કે આ બંને અધિકારીઓ કાર પાર્કિંગમાં 20 મિનિટ સુધી કિસ કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે કિસ કર્યા બાદ મહિલા પોલીસ અધિકારી કારની બહાર નીકળી અને ડ્રાઈવર સાઈડ પર બેઠેલા પોલિસ અધિકારીને કારની બારીની તરફથી કિસ કરવા લાગી.

આ વ્યક્તિએ આ બંનેના કિસનો વીડિયો બનાવી લીધો. તેણે કહ્યું કે તે કાર પાર્કિંગમાં બેઠો હતો. તેણે કહ્યું કે તે ગાડી રિપેર કરાવવા ગયો હતો.થોડી વાર બાદ બ્રેક લેવા માટે તે દોસ્તની સાથે સુપર માર્કેટના કાર પાર્કિંગમાં ગયો હતો. તેણે કહ્યું કે ત્યાં મારા દોસ્તે કહ્યું કે એક પોલીસ અધિકારી મહિલા સાથે કારમાં બેઠો છે. અમને થોડું વિચિત્ર લાગ્યું. અમે થોડા પાસે ગયા તો મહિલા પોલીસ અધિકારી અને તેના પુરુષ સાથે બંને કારમાં કિસ કરી રહ્યા હતા. અમે પણ આ જોઈને હેરાન થઈ ગયા હતા.

પોતાની કારમાં આવ્યા હતા બંને અધિકારીઓ

image source

એક રિપોર્ટના અનુસાર માહિતી મળી છે કે પુરુષ પોલીસ અધિકારી ડ્યૂટી પર હતો જ્યારે મહિલા પોલીસ અધિકારી તે સમયે ડ્યૂટી પર ન હતી. ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનારે કહ્યું કે શરૂઆતમાં બંને પોતાની કારમાં હતા. પછી બંનેએ કારને આજૂબાજુમાં ઊભી રાખી અને કારમાંથી વાત કરવા લાગ્યા. અચાનક મહિલા કારથી બહાર આવી અને સહકર્મીની કારમાં જઈને બેઠી. બંને લગભગ 20 મિનિટ સુધી કારમાં બેસી રહ્યા. આ પોલીસ માટે ખરેખર શરમજનક ઘટના છે.

બંને અધિકારીઓએ માંગી માફીઃ પોલીસ પ્રવક્તા

image soucre

લંકાશાયર પોલીસના એક પ્રવક્તાએ તેને આ રીતની પહેલી ઘટના ગણાવી છે. તેઓએ કહ્યું કે લંકાશાયર કાંસ્ટેબુલરીએ સોશ્યલ મીડિયા વીડિયોની મદદથી જનતા પર થતા પ્રભાવની પણ ચર્ચા કરી હતી. આ રીતનો આ પહેલો કેસ છે. જેમાં એક અધિકારી ઓન ડ્યૂટી હતો અને અન્ય ઓફ ડ્યૂટી. બંનેએ હાલમાં અધિકારીઓ સાથેની વાતચીત બાદ પોતાની ભૂલ માટે માફી માંગી છે. હાલમાં આ કેસને બંધ કરી દેવાયો છે.