જલ્સા કરોને જેંતીલાલ

VIDEO: કેટરીના કૈફનો આવો અવતાર જોઈ ફેન્સ મનમાં મુંજાઈ ગયાં

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફે પોતાની સ્ટાઈલ અને તેની ફિલ્મો દ્વારા લોકોના દિલમાં સ્થાન બનાવવામાં કોઈ કસર છોડી નથી. કેટરીના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ ભૂત અને સૂર્યવંશી ફિલ્મમાં એક એક સાથે બેમાં જોવા મળશે. આમ પણ કેટરીના કૈફ વારંવાર તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે.

પરંતુ કેટરીના કૈફ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી હતી. લોકડાઉન દરમિયાન તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. લોકડાઉન દરમિયાન કેટરિના કૈફ વાયરલ વીડિયોમાં ડીશ ધોતી તો ક્યાંક સફાઇ કરતી નજરે પડી હતી.

કેટરીના કૈફ તેના એક વીડિયોમાં સફાઇ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે તેનો આ વીડિયો અત્યાર સુધીમાં 94 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટરિના કૈફ સાવરણી લઈને ગેમ રમતી જોવા મળી રહી છે અને થોડા સમય પછી સાવરણીથી કામ કરે છે. આ સિવાય તેના એક વીડિયોમાં અભિનેત્રી ડીશ ધોતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, વીડિયો દ્વારા કેટરીના કૈફે લોકોને પાણી બચાવવાની રીત વિશે પણ જણાવી રહી છે. તેનો આ વીડિયો પણ 83 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

કેટરીના કૈફે લોકડાઉન દરમિયાન રસોઈનો વીડિયો પણ શેર કર્યો હતો. એક વીડિયોમાં, અભિનેત્રી તેની બહેન ઇસાબેલા સાથે ઢોસા બનાવતી જોવા મળી હતી. વીડિયોમાં બંને બહેનો સાથે મળીને ખૂબ મસ્તી પણ કરતી જોવા મળી હતી. આ સિવાય કેટરીના કૈફ શાકભાજી કાપતી પણ જોવા મળી હતી.

image source

આ તમામ વીડિયોમાં કેટરીના કૈફની સિમ્પલ સ્ટાઇલને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. તેના આ વીડિયો વિશે ચાહકોએ પણ ઘણી ટિપ્પણી કરી. રસોઈ અને ઘરની સફાઇ ઉપરાંત કેટરીના કૈફ તેના એક વીડિયોમાં વર્કઆઉટ કરતી અને લોકોને વર્કઆઉટ કેવી રીતે કરવી તે વિશે જણાતી હતી.

કેટરીનાના એક વીડિયો પર કમેન્ટ કરતા અર્જુન કપૂરે લખ્યું, એ કાંતાબેન 2.0. એક્ટર વરુણ ધવનને કેટનો આ વીડિયો પસંદ આવ્યો અને તેણે તેના પર રોકિંગ ઈમોજી બનાવ્યું. ફિલ્મ ડિરેક્ટર જોયા અખ્તરે તેના પર કમેન્ટ કરીને લખ્યું, બેબી જેવું લોકડાઉન ખતમ થઈ જાય તું મારા ઘરે આવીને મારો કબાટ સાફ કરી શકીશ? મનીષ પૉલે કેટરીનાની પોસ્ટમાં લખ્યું, બ્રૂમ મચાલે, બ્રૂમ મચાલે બ્રૂમ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version