મહેસાણાના વિદ્યાર્થીઓની પુરવણીઓ રસ્તા પર રઝડતી હાલતમાં મળી, આપ્યા તપાસના આદેશ

શિક્ષણ વિભાગની બેદરકારી

થોડાક સમય પહેલા જ ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ છે. આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને જે સાવચેતીના પગલાં લેવાયા હતા તેના ચાલતા પરીક્ષાઓ તો નહિવત વિઘ્ને પાર પડી ગઈ છે. પરંતુ ત્યાર પછી આ જ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ જ્વાબવહી સાથે થયેલ બેદરકારી સામે આવી ગઈ છે. આ ઘટના રાજકોટના વીરપુર નજીક ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના ભાવી સાથે દાખવવામાં આવેલ બેદરકારી સામે આવી છે.

આ મામલો કઈક એવો બન્યો છે કે ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ જવાબવહી રાજકોટના સાર્વજનિક સ્થળેથી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.૧૦ના વિદ્યાર્થીઓની વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની છે જે રાજકોટના એક ઓવર બ્રીજ પરથી મળી આવી છે. આ ઉત્તરવહીઓ ઓવર બ્રીજ પર એકદમ રઝળતી સ્થિતિમાં મળી આવી છે. આ બાબત સામે આવ્યા પછી હવે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ ઉત્તરવહી આમ સાર્વજનિક સ્થળેથી મળી આવતા હોબાળો મચી ગયો છે. આ બધી જવાબવહીઓ મહેસાણાના પરીક્ષાર્થીઓની હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં મળેલ એક એહવાલ મુજબ વીરપુર પછી ગોંડલ શહેરમાંથી પણ બીજી ત્રણ બેગ ભરેલી ઉત્તરવહીઓ આમ જ રઝળતી મળી આવી છે. ગોંડલમાં આ ઉત્તરવહીઓની બેગ ત્યાના જ એક સિમેન્ટ પ્લાન્ટની સ્ટાફ બસના ડ્રાઈવરને મળી આવી છે.

આ રીતે જવાબવહીઓના પાર્સલ રસ્તા પર રઝળતા મળી આવતા શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. મળેલ માહિતી મુજબ સ્ટાફ બસના ડ્રાઈવરને આ ઉત્તરવહીની બેગ સંતોષી માતાના મંદિરની નજીક મળ્યા છે. આ બાબતે બસ ડ્રાઈવર જણાવે છે કે, ઉત્તરવહીના થેલા જોઇને મેં થેલા ઉઠાવી લીધા હતા. બાળકોના ભવિષ્યનો પ્રશ્ન હતો. ઉપરાંત ઉત્તરવહીઓને નુકસાન ના થાય એટલા માટે મેં આ થેલા લઈ લીધા હતા.

ગુજરાત શિક્ષણ બોર્ડને આ ઘટના વિષે જાણ થતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું અને ત્વરિત ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડ જણાવે છે કે, આવા પ્રકારની ભૂલ ચલાવવામાં આવશે નહી અને તપાસ કર્યા પછી જે પણ આ ઘટના માટે જવાબદાર હશે તેઓની સામે પગલાં ભરવામાં આવશે. આ બાબતે કોંગ્રેસના મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ઉત્તરવહી બાબતે તપાસ કર્યા પછી કાર્યવાહી થવી જોઈએ. લાખો વિદ્યાર્થીઓના ભાવી સાથે આવી બેદરકારી થઈ રહી હોવાની જાણ કરી હતી.

આ ઘટના વિષે વાત કરતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મીડિયા સાથે સંવાદ કરતા જણાવે છે કે, ઉત્તરવહીઓ મળી આવવા મામલે તપાસના આદેશ આપી દેવાયા છે અને આ બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે. આ ઘટના વિષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહ જણાવે છે કે, આ બાબતે બેદરકારી રાખનાર કર્મચારી અને અધિકારીઓ સામે સખ્ત પગલાં ભરવામાં આવશે.

આ ઘટના વિષે મળેલ માહિતી મુજબ, રાજકોટ શહેરના વીરપુર નજીક એક બ્રીજ ઉપર બોર્ડની જવાબવહીઓ રોડ પર પડી હોવાની જાણકારી મળી છે. આ જવાબવહીઓ મહેસાણા જીલ્લાના પરીક્ષાર્થીઓની હોવાનો ખુલાસો થયો છે. આ જવાબવહીઓને કોઈએ અહિયાં ફેકી દીધી છે. કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની જવાબવહી તપાસવા માટે અહી લાવતા સમયે અજાણતા રસ્તા પર પડી ગઈ હોય તેની પણ શક્યતા નકારી શકાય નહી.

રાજકોટના વીરપુર નજીક બ્રીજ પર મળેલ જવાબવહી માંથી કેટલીક જવાબવહી હવામાં આમતેમ ફંગોળાઈ કે પછી વાહનોની નીચે આવીને મોટાભાગની ફાટી ગઈ છે. ઉપરાંત કેટલીક જવાબવહીઓના મોટાભાગના પાના પણ ફાટી ગયા છે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સારા માર્કસથી પાસ થવા માટે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, શિક્ષકો બધા જ દિવસ-રાત એક કરીને તનતોડ મહેનત કરે છે. ત્યારે આવા સમયે જયારે પરીક્ષાપતી ગયા પછી વિદ્યાર્થીઓની ઉત્તરવહી સાથે આવી બેદરકારી યોગ્ય તો નથી આ બાબતે વિદ્યાર્થીઓના વાલીગણ આ મામલાઓમાં સખ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ