દુનિયાભરના ટ્રાન્સજેન્ડર્સ માટે ઉદાહરણરૂપ બની પાકિસ્તાનની આ નિશા રાવ, 18 વર્ષની વયે છોડી દીધુ હતું ઘર, જાણો હવે આગળ શું છે ઇચ્છા

પાકિસ્તાનની નિશા રાવ આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર છે. નિશા પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર વકીલ છે. નિશાએ પોતાના સંઘર્ષના જોરે સડકથી લઈને કોર્ટ સુધીની સફર પુરી કરી છે. નિશા એક એનજીઓ સાથે પણ સંકળાયેલી છે, જે ટ્રાંસજેન્ડર્સ માટે કામ કરે છે.

નિશા રાવ દુનિયાભરના ટ્રાન્સજેન્ડરો માટે એક ઉદાહરણ બની

image source

રોઇટર્સના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર વકીલ નિશા રાવ દુનિયાભરના ટ્રાન્સજેન્ડરો માટે એક ઉદાહરણ બની છે. નીશા કરાચી બાર એસોસિએશનનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. નિશા રાવના સંઘર્ષની કહાની સમગ્ર વિશ્વના લોકોને પ્રેરણાદાયક છે.

નિશા 18 વર્ષની વયે ઘર છોડીને નિકળી ગઈ હતી

image source

લાહોરમાં જન્મેલી નિશા રાવ જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તે પોતાનું ઘર છોડીને કરાચી પહોંચી ગઈ. ઘણા લાંબા સમય સુધી તેમણે પણ અન્ય ટ્રાન્સજેન્ડર્સની જેમ રસ્તા પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવ્યું. પરંતુ તેમણે પરિસ્થિતિને બદલવા લો માં એડમિશન લઈ લીધુ અને સમય કાઢીને અભ્યાસ કરવા લાગી.

નિશા પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર જજ બનવા માંગે છે

image source

કરાચી બાર એસોસિએશને નિશા રાવને વકિલાત કરવા માટે લાઇસન્સ આપ્યું. નિશા રાવ અત્યાર સુધીમાં 50 કેસ લડી ચુકી છે. તે ટ્રાન્સજેન્ડર્સ માટે કામ કરતી સંસ્થા સાથે પણ સંકળાયેલી છે. નિશા સમાજના અન્ય વર્ગની જેમ ટ્રાન્સજેન્ડર્સને જોવા માંગે છે. તેમણે કહ્યું કે તે પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર જજ બનવા માંગે છે.

2018માં પાકિસ્તાનમાં કાયદો બનાવવામાં આવ્યો હતો

image source

તમને જમાવી દઈએ કે પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર્સને સામાન્ય લોકોની જેમ ઓળખ આપવા 2018 માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદામાં ટ્રાંસજેન્ડર્સ સાથે ભેદભાવ અને હિંસા માટે સજાની જોગવાઈ છે. તમને જણાવી દઈએ કે બારના બીજા વકીલો નિશાને પૂરતું માન આપે છે અને ઘણીવાર સડક પર કૉલેજની યુવતીઓ એની સાથે સેલ્ફી લે છે. નિશા ખુશ છે અને ટ્રાન્સજેન્ડર્સ લોકોના પુનર્વસવાટ માટે કામ કરવા માગે છે.

ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર વકીલ સત્ય શ્રી શર્મિલા

image source

તમને જણાવી દઈએ કે 2018 માં ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર વકીલ બની હતી સત્ય શ્રી શર્મિલા.

તમિલનાડુ-પુડુચેરી બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સત્ય શ્રી શર્મિલા દેશની પહેલી ટ્રાન્સજેન્ડર વકીલ બની હતી. તેણે આ સફળતા અંગે કહ્યું કે, મારા રજિસ્ટ્રેશન બાદ હુ ઘણી ખુશ છું. હું જીવનમાં ઘણા સંઘર્ષો વેઠી ચૂકી છું. મારા સમુદાયના લોકો દેશના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે તેવી આશા રાખું છું.’ ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2017માં ટ્રાન્સજેન્ડર પૃથિકા યાશિની દેશની પ્રથમ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બની હતી.

શર્મિલાએ 2007માં લો નો અભ્યાસ પુરો કર્યો હતો

image source

શર્મિલાએ કહ્યુ કે એક ટ્રાન્સજેન્ડર થઈને બાર કાઉન્સિલમાં વકીલના રૂપમાં નામ નોંધાવીને મેં જે મુકામ પ્રાપ્ત કર્યુ છે તેને હું છેલ્લા એક દાયકાથી પ્રાપ્ત કરવા માંગતી હતી. શર્મિલા દેશના 400થી અધિક તે કાયદા સ્નાતકોમાંથી છે. જેમણે શનિવારે તમિલનાડુ અને પુદુચેરીમાં વકીલના રૂપમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે ‘હું અત્યારે 36 વર્ષની છું. હું ભારે પરિશ્રમ કરીશ નાની-નાની વસ્તુઓને શીખીશ અને એક દિવસ હું જજ બનીશ. શર્મિલાએ 2007માં સલેમના સેન્ટ્રલ લો કોલેજથી કાયદાનો અભ્યાસ પુરો કર્યો હતો. તેમણે કહ્યુ કે તે ઈચ્છત તો 2008માં જ પોતાનુ નામ નોંધાવી શકત પણ તેણે એવું એટલા માટે ન કર્યુ કેમકે તેમનું નામ એક ટ્રાન્સજેન્ડરના રૂપમાં નોંધાવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ