આ છે દુનિયાનું અનોખુ ફ્રિજ, જેમાથી કોઈ પણ વ્યક્તિ ખાવા પીવાની વસ્તુઓ ફ્રીમાં લઈ શકે છે

સામાન્ય રીતે બહારથી ઘરે આવતાં આપણે પહેલા ફ્રીઝ ખોલીએને ખાવાનું શોધીએ છીએ અથવા ઠંડુ પાણી પીએ છીએ. કઈક આ રીતે, જોર્ડનમાં એક વ્યક્તિએ મદદ માટે એક અનોખી શરૂઆત કરી છે. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે જોર્ડનની વુમનસંગ સ્ટ્રીટ પર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સ્થાપક અહાન ખાને બ્લુ રંગનું રેફ્રિજરેટર મૂક્યું છે જ્યાંથી કોઈ પણ ખાવા પીવાની ચીજ લઈ શકે છે અથવા અનયા લોકોની મદદ માટે વસ્તુઓ રાખી શકે છે.

image source

ફિલ્મના દ્રશ્ય જોયા બાદ વિચાર આવ્યો

વુમનસંગ સ્ટ્રીટ પરની હોકી એકેડમીની બહાર, અહાન ખાને બ્લુ રંગ રેફ્રિજરેટર રાખ્યું છે, જેમાં રાંધેલા નૂડલ્સ, બિસ્કિટ, ફૂડ પેકેટ અને અહિયા સુધી કે કોઈના મોજા અને ટુવાલ પણ રાખેલા હોય છે. જેને આ બધા માલની જરૂર હોય તે પૈસા ચૂકવ્યા વિના તે વસ્તુઓ લઈ શકે છે. માત્ર એટલુ જ નહીં, તમે અન્ય લોકોને મદદ કરવા માટે વસ્તુઓ ત્યાં રાખી પણ શકો છો. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, વુમનસંગ સ્ટ્રીટ પર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સ્થાપક, અહાન ખાને ફિલ્મના આવા દ્રશ્ય જોયા બાદ આવું કરવા માટે નક્કી કર્યુ એક કોમ્યુનિટી રેફ્રિજરેટર ત્યા રાખી દીધુ. અને તેને વાદળી રંગમાં રંગી નાખ્યું.

image source

જરૂરિયાતમંદ લોકો માટે ખોરાક રાખી પણ શકો છો

તેમણે આ વિચાર લઈને કહ્યું, જ્યારે તમે ઘરે જશો, ત્યારે તમે ખોરાક મેળવવા માટે પહેલા તમારા ફ્રિજને ખોલો છો. તેથી, હું ઈચ્છુ છુ કે લોકો એવું જ મહેસુસ કરે. તેઓએ કહ્યું કે, આ એક રસ્તો છે, તો તેની પર ચાલતા લોકો તેનો સમુદાય છે. આ તેમનું ઘર છે, તેથી તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. બસ તેનો ખોલો અને પછી ભોજન કરો. જો તમે ઈચ્છો તો તમે બીજી જરૂરિયાતમંદ લોકો માટે ખોરાક રાખી પણ શકો છો.

image source

આ ફ્રિજ 24 કલાક ખુલ્લું રહે છે

હવે દરેક આ વાદળી રંગના રેફ્રિજરેટર વિશે જાણે છે. આ સામુદાઈક રેફ્રિજરેટરના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેનેટ યેઉંગ નામના વ્યક્તિએ તેમાં બિસ્કીટ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને નાસ્તાથી ભરેલી પ્લાસ્ટિકની થેલી મૂક્યા પછી કહ્યું, મને લાગે છે કે સારા કાર્યો કરવા માટે મોટા માણસ બનવાની જરૂર નથી. એક નાનકડી નોકરીથી પણ આપણે કરી શકીએ. દયા બતાવી શકીએ છીએ અને આ વિશ્વમાં ફાળો આપી શકીએ છીએ. વાસ્તવમાં જેમને ખરેખર જરૂર છે, તેઓ ચિંતા કર્યા વગર ગમે ત્યારે ફ્રીજમાંથી ખાદ્ય વસ્તુઓ લઈ શકે છે, કારણ કે આ ફ્રિજ 24 કલાક ખુલ્લું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ