વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે GOOD NEWS, આ સુવિધા ત્યાં રહીને જ રિન્યૂ કરાવી શકશે,જાણો જલદી તમે પણ

કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. આ હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સગવડ મળશે. જેમની ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (DL) ની પરમિટ ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર તેમના માટે મોટર વ્હીકલ નિયમ, 1989માં સંશોધન કરવા જઈ રહી છે. સંશોધનોથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી શકે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સંશોધન ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

કોરોના સંકટ દરમિયાન આરટીઓમાં અનેક કામગીરીમાં સુવિધા સરળ બનાવવામાં આવી છે, પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે પણ ઇન્ટરનેશનલ લાઇસન્સ ત્યાં જ રહીને રિન્યૂ કરાવી શકાય તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતાના પગલે અનેક ગુજરાતીઓને મોટા પ્રમાણમાં રાહત મળશે.

image source

લાઇસન્સ પ્રક્રિયા હવે સરળ કરવામાં આવી છે. લર્નિંગ લાઇસન્સમાં પણ તાજેતરમાં રિન્યૂઅલ પ્રો‌સિજર સરળ કરવામાં આવી છે ત્યારે હવે ઇન્ટરનેશનલ લાઇસન્સ માટે પણ વાહનચાલકો માટે રાહતના સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.

આ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવી રહ્યાં છે. હાલમાં ઇન્ટરનેશનલ લાઇસન્સ એક વર્ષ માટે અપાય છે. હવે તેમાં બદલાવ કરી ઇન્ટરનેશનલ લાઇસન્સને પણ ફેસલેસ કરવામાં આવશે, જેના કારણે વિદેશમાં રહીને પણ ઇન્ટરનેશનલ લાઇસન્સ રિન્યૂ કરાવી શકશો.

જેના માટે લાઇસન્સની ફીમાં પણ વધારો કરવામાં આવશે. અત્યારે માત્ર એક હજાર રૂપિયા ઇન્ટરનેશનલ લાઇસન્સ ફી પેટે લેવામાં આવે છે, જે નવી વ્યવસ્થા અન્વયે આગામી સમયમાં રૂપિયા ૩,૦૦૦ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

અમદાવાદ આરટીઓ દ્વારા વર્ષે ૨,૫૦૦થી વધુ ઇન્ટરનેશનલ લાઇસન્સ કાઢવામાં આવે છે, જોકે આરટીઓનાં સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશ જનારા લોકો ઇન્ટરનેશનલ લાઇસન્સનો ઉપયોગ વિદેશમાં માત્ર છ મહિના પૂરતો કરી શકે છે. વિદેશમાં માત્ર એક જ વખત અન્ય દેશનું લાઇસન્સ છ મહિના સુધી વાપરવાની છૂટ આપવામાં આવે છે.

image source

ત્યારબાદ જે તે દેશનું લાઇસન્સ કરાવવું પડે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, દુબઈ જેવા દેશમાં આ નિયમો છે ત્યારે ઇન્ટરનેશનલ લાઇસન્સ રિન્યૂઅલનો નવો સુધારો કયા દેશમાં કામ લાગશે તે નક્કી થઇ શકશે નહીં.

ભારતીય દૂતાવાસના પોર્ટલ પર કરી શકો છો ઓનલાઈન અરજી

image source

ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર ભારતના એવા નાગરિક જેમના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (DL)ની પરમિટની વેલિડીટી ખતમ થઈ ગઈ છે, તે ભારતીય દૂતાવાસના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજીને વાહન પ્લેટફોર્મમાં નાખી દેવામાં આવશે. સંબંધિત આરટીઓ પાસે આ અરજી પહોંચી જશે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ માટે વર્તમાન નિયમો હેઠળ મેડિકલ સર્ટિફિકેટ અને કાયદેસરના વેલિડ વિઝાની માહિતી આપવી પડશે. નવા સંશોધનમાં વ્યવસ્થા કરવામાં આવશે કે, જેમની પાસે કાયદેસરનું વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ (DL) છે, તેમણે હવે મેડિકલ સર્ટીફિકેટ આપવાની જરૂરત નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ