ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં એક મહિલાએ એકસાથે ૬ બાળકોને જન્મ આપ્યો છે. વિશ્વભરમાં ૪.૭ અબજ લોકોમાં માત્ર એકાદ કિસ્સો એવો હોય છે જેની અંદર કોઈ સ્ત્રી ૬ બાળકોને જન્મ આપે છે. મહિલાએ ધ વુમન્સ હોસ્પિટલો ઓફ ટેક્સાસમાં ૬ બાળકોને જન્મ આપ્યો. હોસ્પિટલ પ્રશાશને જણાવ્યું કે,થેલમા ચેકા નામની મહિલાએ સ્થાનિક સમય મુજબ સવારે ૪ વાગીને ૫૦ મિનિટથી ૪ વાગીને ૫૯ મિનિટ સુધીમાં ચાર દિકરા અને બે દિકરીને જન્મ આપ્યો.થેલમા સ્વસ્થ છે.
ચાર દિકરા અને બે દિકરી : હોસ્પિટલો પ્રશાસનનાં જણાવ્યા અનુસાર,બાળકોનું વજન ૧ પાઉન્ડ ૧૨ આઉન્સથી ૨ પાઉન્ડ ૧૪ આઉન્સ છે.બાળકોની હાલત સ્થિર છે અને તેમના બાળકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.થેલમાએ દિકરીઓ નું નામ જીના અને જુરિયલ પાડ્યું છે.દિકરાનું નામકરણ હજી બાકી છે.