એક મહિલાએ ૬ બાળકોને જન્મ આપ્યો એ પણ ફક્ત ૯ મીનીટમાં, વાંચો આ રસપ્રદ માહિતી…

ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં એક મહિલાએ એકસાથે ૬ બાળકોને જન્મ આપ્યો છે. વિશ્વભરમાં ૪.૭ અબજ લોકોમાં માત્ર એકાદ કિસ્સો એવો હોય છે જેની અંદર કોઈ સ્ત્રી ૬ બાળકોને જન્મ આપે છે. મહિલાએ ધ વુમન્સ હોસ્પિટલો ઓફ ટેક્સાસમાં ૬ બાળકોને જન્મ આપ્યો. હોસ્પિટલ પ્રશાશને જણાવ્યું કે,થેલમા ચેકા નામની મહિલાએ સ્થાનિક સમય મુજબ સવારે ૪ વાગીને ૫૦ મિનિટથી ૪ વાગીને ૫૯ મિનિટ સુધીમાં ચાર દિકરા અને બે દિકરીને જન્મ આપ્યો.થેલમા સ્વસ્થ છે.
ચાર દિકરા અને બે દિકરી : હોસ્પિટલો પ્રશાસનનાં જણાવ્યા અનુસાર,બાળકોનું વજન ૧ પાઉન્ડ ૧૨ આઉન્સથી ૨ પાઉન્ડ ૧૪ આઉન્સ છે.બાળકોની હાલત સ્થિર છે અને તેમના બાળકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.થેલમાએ દિકરીઓ નું નામ જીના અને જુરિયલ પાડ્યું છે.દિકરાનું નામકરણ હજી બાકી છે.ટ્રાન્સજેન્ડરે પણ આપ્યો હતો બાળકને જન્મ આ પહેલા એ ક ટ્રાન્સજેન્ડરે પ્રથમવાર બાળકને જન્મ આપવાનો અનુભવ જણાવ્યો હતો.તેને જણાવ્યુ હતુ કે,પ્રેગ્નેન્સી દરમિયાન લોકોએ તેની ખૂબ ઠેકડી ઉડાવી હતી અને અપમાન પણ કર્યુ હતુ.૨૮ વર્ષીય વિલે સિંપસને કહ્યુ હતુ કે,જ્યારે પ્રથમવાર તેને ખ્યાલ આવ્યો કે તેનો ફિયોન્સે સ્ટીફન ગ્રોથ બાળકને જન્મ આપવાનો છે ત્યારે તેની નવાઈની સીમા નહોતી રહી.તેણે કહ્યુ કે,આ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનાની ઘટના છે જ્યારે તે સ્ત્રીમાંથી પુરુષ બનવાની પ્રકિયામાંથી પસાર થઈ રહ્યો હતો.કપલને લાગી નવાઈ : સ્ટીફન ગ્રોથે જણાવ્યું, ૨૦૧૨ થી જ તે ટેસ્ટોરોન લેતો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી પીરિયડ્સ પણ નહોતા આવ્યા. તેને ભરોસો ન થયો કે તે પોતે પ્રેગ્નેન્ટ થઈ શકે છે.આ ઉંમરે બાળકને જન્મ આપવા માટે કપલ તૈયાર નહોતું.અને લોકોની અપમાનજનક વાતો પણ નહોતી સાંભળવી તેમ છતા ગર્ભધારણનો ફેંસલો કર્યો.