પીટર નોમાંન – પોતાની બિલીફ માટે લડ્યો…મર્યો..જીત્યો…!!

“Untouchability is the sin in the Kingdom of God”  – Gandhiji
વાત છે ઇ.સ. ૧૯૬૮ની. તમીલનાડુના નાગ૫ટૃીનમ જીલ્લાના એક ગામમાં ૪૪ દલિત બાળકો, સ્ત્રીઓ અને મજુરોને જમીનદારોએ જીવતા સળગાવી દીઘા. વાત સાંભળતા હ્રદય કમકમી ઉઠે છે. આ સમયે ભારત બહાર અમેરીકામાં શું ૫રિસ્થિતિ હતી?
અપ્રિલ-૪,૧૯૬૮, – આફ્રિકન-અમેરિકન (નિગ્રો) લોકો માટે Civil Rights Movement ચલાવનાર, અમેરિકન ગાંધી – માર્ટીન લુથર કિંગ જુનિયરની એક ગોરા દ્વારા ગોળી મારી હત્યા. હત્યા પહેલાની રેલીને સંબોધતા એમના શબ્દો હતા,
“….I am not worried tonight. I’m not fearing any man. Mine eyes have seen the glory of the coming of the Lord.”
જૂન-૫,૧૯૬૮, -રોબેર્ટ એફ. કેનેડી(બોબી કેનેડી) કે જે માર્ટીન લુથર કિંગની ચળવળને સમર્થન આપતા હતા તેમની પણ હત્યા થઇ.
આ ગોઝારી સાલમાં જ પોસ્ટમાં જે ફોટો મુકેલો છે તે ઐતિહાસિક ઘટના બની.

norman
ઓક્ટોબર-૧૬,૧૯૬૮ –મેકસીકો સીટી, સમર ઓલમ્પિકસની ૨૦૦ મીટર ની રેસમાં જીતેલા ટોમી સ્મિથ અને જોહન કાર્લોસે મેડલ સ્વીકારતી વખતે જ્યારે અમેરિકન રાષ્ટ્રગીત શરુ થયું ત્યારે કાળા કપડા પહેરી, ખુલ્લા પગે, મસ્તક નીચું અને હાથમાં કાળા મોજા પહેરી મુઠ્ઠી વાળેલો હાથ ઉંચો કરી(raised fist) Black Power Salute આપી એ ઘટના ઐતિહાસિક બનાવી દીધી. વિરોધ, ગુસ્સો, પ્રતીકાર, સ્વાભિમાન, ખુમારી બધું જ આ પોઝ કહી જાય છે.
હા, તે અમેરિકન બેલડીએ આફ્રિકન-અમેરિકનો પ્રત્યે થતા આત્યાચારનો આ રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમને Olympic Project for Human Rights નો બેજ પણ લગાવેલો. આ ઘટના પછી ઘણા વર્ષે ટોમી સ્મિથ (૧૯.૮૩ sec) અને જોહન કાર્લોસ (૨૦.૧૦ sec), ૨૦૦ મીટર રેસમાં અનુક્રમે પ્રથમ અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું તેમની લડત સફળ થઇ. તેમને સમાન નાગરિક અધિકારો મળ્યા. તેમની સ્કુલખાતે તેમની પ્રતિમા પણ મુકવામાં આવી. પરંતુ ૧૯૬૮માં ઈતિહાસ સર્જાવાનો અહિયાં અટક્યો ન હતો.

હજુ કૈક હતું એમાં. અડગતા, અભયતા, નિશ્ચિતતા વગેરેથી ભરપુર અને હા! એ વળી એકલો યોદ્ધો, રવીન્દ્રનાથ ટાગોરના શબ્દો સાર્થક કરતો… ‘તારી જો હાક સુણી કોઈ ના’વે તો તું એકલો જાને રે, એકલો જાને રે….’
ઈતિહાસ છે ફોટામાં રહેલા ત્રીજા વ્યક્તિનો-સ્વસ્થ, શાંત, નિષ્ક્રિય પણ અદબ સાથે ઉભેલા પીટર નોમાંનની. ઓસ્ટ્રેલિયન પીટર નોમાન.
Summer Olympic ની ૨૦૦મી. ની સેમી-ફાઈનલમાં ધારદાર દોડીને ૨૦.૨૨ સેકન્ડમાં પૂરી કરી ફાઈનલમાં પહોચ્યો. તેની આગળ માત્ર બે વ્યક્તિ હતા-ટોમી સ્મિથ અને જોહન કાર્લોસ.
ફાઈનલમાં પીટર જીવનની છેલ્લી રેસ હોય તેમ દોડ્યો. સમય હતો ૨૦.૦૬ સેકન્ડ, ઓસ્ટ્રેલિયન રેકોર્ડ જે હજુ પણ અકબંધ છે. માત્ર એક જ વ્યક્તિ આગળ હતો-ટોમી સ્મિથ. હા, પીટર નોમાન સિલ્વર મેડલ જીત્યો.
રેસ પછી ત્રણેય રૂમમાં મળે છે. સ્મિથ અને કાર્લોસે Olympic Project for Human Rights નો બેજ લગાવ્યો છે. તેમને વિરોધ કરવાનું નક્કી કરી લીધું છે.

griot-magazine-olympic-project-for-human-rights-badge-peter-norman-white-man-in-that-photo-black-power-salute2
પીટર :- “આ શું છે?”
સ્મિથ :- “ આ વિરોધ છે. જે ભેદભાવ અમારી સાથે થાય છે તેના માટે. કાળાઓની ગરીબી દર્શાવવા અમે બૂટ નથી પહેરવાના.કાળા કપડા, હાથમાં કાળા મોજા પહેરી વિરોધ કરીશું. આ એનો બેજ છે- Olympic Project for Human Rights.”
…સ્મિથ અને કાર્લોસની આંખો લાલ થઇ ગઈ પણ આક્રમકતા માત્ર શબ્દોમાં હતી,વર્તનમાં નહિ.
કાર્લોસ :- “શું તું માનવાધિકાર માં માને છે?”
..કાર્લોસ એક ઓસ્ટ્રેલિયનને પૂછે છે! જ્યાં ભેદભાવ ખુબ તીવ્ર હતો,સાઉથ આફ્રિકા જેવો. બહારથી આવતા લોકો સાથે અછૂત જેવો વ્યવહાર થતો.
પીટર :- “હા, હું માનું છું.”
કાર્લોસ :- “Do you believe in God?”
પીટર :- “I strongly believe in God.” નિર્ભયતા સાથે જવાબ આપી કહે છે “નાનપણથી પ્રશ્ન થતો કે જે પાણી હું પીઉં છું તે કુવાનું પાણી કાળા કેમ ન પી શકે? જે બસમાં બેસી ગોરા સ્કૂલે જાય છે તેમાં કાળા કેમ ન જઈ શકે?”
સ્મિથ ચકાસતો હોય તેમ બોલ્યો, “હવે શું?” પીટર કટાક્ષ સમજ્યો. તેને ત્યાં ઉભેલા અમેરિકન પોલ હફ્મેન પાસે જે અંતિમ Olympic Project for Human Rights નો બેજ હતો તેની માંગ કરી.
કાર્લોસ :- “તું શું કરીશ એ બેજને લગાવીને?”
પીટર :- “તમે જે માનો છો એ હું પણ માનું છું. નાનપણથી આ અન્યાયનો વિરોધ ન કર્યો. અત્યારે નહિ તો ક્યારે?” સ્મિથ અને કાર્લોસ પાસે મોજાની જોડ એક જ હતી. પીટરે બંનેને એક-એક મોજું પહેરવા સુચન કર્યું અને તે બંનેએ માન્ય રાખ્યું. બંને પીટરને જોઈ જ રહયા. પીટરની આંખોમાં ભય નો’તો, પણ પ્રેમ હતો.
કાર્લોસ :- “શું આ પાગલ છે? કેમ જાતે જ પગ પર કુહાડો મારે છે?”
સ્મિથ :- “તને ખબર છે ને કે તું ઓસ્ટ્રેલિયન છે. અમને સમર્થન આપવાનો મતલબ ખબર છે?”
કાર્લોસ :- “મૃત્યુથી પણ ભયાનક.”
થોડીવાર શાંતિ છવાઈ ગઈ.
પીટર :- “A coward dies many times before his death, a valiant never dies but once.”
…અને તે એક વીરની માફક મેડલ લેવા ચાલ્યો અથવા કહો કે આખી સીસ્ટમ, દેશ, જાતી સામે લડવા ચાલ્યો.
…અને કાર્લોસના શબ્દો સાચા ઠર્યા. તેનું પરિણામ મૃત્યુથી પણ ભયંકર હતું. ચાર વર્ષ પછી ૧૯૭૨માં મ્યુનિચ, જર્મનીમાં ‘સમર ઓલમ્પિકસ’ હતી. તે માટે ૨૦૦મી. તેર વખત અને ૧૦૦મી. પાંચ વખત ક્વોલીફાય કરવા છતાં પીટર ને સિલેક્ટ ના કર્યો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં જ તેની સાથે અછૂત જેવો વ્યવહાર શરુ થયો. તેના પરિવારને સમાજે નાત બહાર કર્યો. કામ શોધવું મુશ્કેલ હતું. થોડા સમય માટે જીમ ટ્રેનર રહયો અને અસમાનતા વિરુદ્ધની લડત શરુ રહી. તેમાં તેને ગેન્ગરીન થયો, અસહ્ય પીડા, વેદના. કોઈ સાથ આપવા તૈયાર નો’તું. છતાં તે લડતો રહ્યો.
તેને એક મોકો આપવામાં આવ્યો ક જાહેરમાં તે તેના સાથી ખેલાડીઓએ જે વિરોધ કર્યો હતો તેની નિંદા કરે. આ કરવાથી તેને સ્થાયી જીવન, નોકરી મળી શકે એમ હતું. પણ પીટરે તો રોકડું પરખાવી દીધું કે, “મને તેનો ગર્વ છે.”.
અંતે ૨૦૦૬માં તેની લડત લડતા-લડતા હાર્ટએટેક થી તેનું મૃત્યુ થયું. છેક ૨૦૧૨ માં ઓસ્ટ્રેલિયાના સદનમાં સરકારે પોતાની ભૂલ સ્વીકારી. પીટર નોમાનને શ્રધાંજલી આપી. તેના પર તેમણે અન્યાય કર્યો છે તે તેમને સ્વીકાર્યું અને તેની સિદ્ધીઓને, તેની લડતને બીરદાવી.
૨૦૦૩માં ‘સેન જોશ સ્ટેટ યુનીવર્સીટી’માં ૧૯૬૮ ની રાત્રીનું ‘Raised fist’ વાળું પુતળું બનાવવામાં આવ્યું ત્યારે અમેરિકાએ તેને ત્યાં આમંત્ર્યો. તે પૂતળામાં પીટર નોમાન ની જગ્યા ખાલી રાખી છે, તે જોવા આવનાર ને કહે છે,
“ Take a Stand “

griot-magazine-peter-norman-white-man-in-that-photo-black-power-statue-san-jose-reddit
“નથી રે પીધાં એ અજાણી રે,
ઝેર તો પીધાં છે જાણી જાણી…”

સંકલન : કૃષ્ણસિંહ પરમાર (સુરેન્દ્રનગર)

ટીપ્પણી