જલ્સા કરોને જેંતીલાલ

વિકી કૌશલ, શૂટિંગ દરમિયાન ઘવાયા, ફ્રેક્ચર અને ટાંકાની પીડા કરવી પડી સહન…

નવોદિત અભિનેતા વિકી કૌશલને હવે કોણ નથી જાણતું? ઉરીની અપાર સફળતા બાદ તેમને એક પછી એક મળી રહ્યા છે દમદાર ફિલ્મોમાં કામ કરવાના રોલ. ત્યારે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે લોકેશન સેટ પર તેમને ગંભીર ઇજા પહોંચી છે અને ફ્રેક્ચર પણ આવ્યું અને ટાંકા પણ આવ્યા છે.

એક તાજા સમાચાર મુજબ, ભાવનગર પાસેના વિશ્વવિખ્યાત શિપિંગ યાર્ડ અલંગમાં વિકી કૌશલની એક ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું અને તેમના પર દરવાજો પડી જતાં તેમને ગાલ પાસેના જડબાનું હાડકું તૂટ્યાના સમાચાર છે. એવા સમાચાર પણ છે કે તેમને ૧૩ ટાંકા પણ આવ્યા છે.

કઈ રીતે બની આ ઘટના

વિકી કૌશલ પાંચેક દિવસથી ભાવનગરના અલંગ ખાતે આગામી એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા એ દરમિયાન તેઓને ઇજા પહોંચી છે. તેઓ અલંગમાં ભાનુ પ્રતાપ સિંહની એક હોરર મૂવીનું શૂટિંગ કરી રહ્યા છે. અલંગ જૂના શિપયાર્ડમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં સીન એવો હતો કે વિકી કૌશલે દોડીને એક દરવાજાને લાત મારીને અંદર જવાનું હતું.

આ શૂટિંગ એક જહાજની અંદર હતું. જે જૂના અને વપરાશમાં ન આવતા જહાજો માટે જાણીતું છે. હોરર ફિલ્મનું શૂટિંગ હોવાથી સેટ પર અંધારું અને કેટકેટલી ચીજવસ્તુઓ પથરાયેલી હશે એવું માની શકાય.

એ સમયે આસપાસના લોખંડનો સ્ક્રેપ વગેરે પણ પડ્યો હશે અને દરવાજો પડી જતાં તેને ગંભીર ઇજા થઈ. તેમને ઇમરજન્સીમાં ભાવનફરની સ્થાનિક હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા. આખી ઘટના ખ્બ જ જડપથી બનવા પામી હતી.

ભાવનગર હોસ્પીટલના તબીબ ડો. કેત પટેલે સારવાર બાદ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો. આમાં સ્પસ્ટપણે વિકીના ચહેરા પર ઇજાના અને ટાંકાના નિશાન જોઈ શકાય છે. વિકીને ગાલ પાસેના હાડકામાં પણ સરખું વાગ્યું હતું. આ આખી ઘટના બાદ તેઓ મુંબઈ પરત ફર્યાના પણ સમાચાર જાણવા મળ્યા છે.

વિકી સાથે ભૂમિ પણ થયા છે ઇજાગ્રસ્ત

આ નવી બની રહેલી હોરર ફિલ્મના ડિરેક્ટરા ભાનુ પ્રતાપ સિંહની ફિલ્મનો મોટો હિસ્સો અગાઉ જાન્યુઆરીમાં શૂટ થયો હતો. ત્યારે એ ફિલ્મમાં વિકી સાથે ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં છે.

જોગાનુજોગ બન્યું હતું એવું કે આ બંનેને સાવ જુદા જુદા લોકેશન પર અન્ય જ ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઇજા પહોંચી છે. ભૂમિ ‘સાંડ્કી આંખ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે ચહેરા પર દાઝી ગઈ છે.

વધુમાં કરણ જોહરની આગામ ફિલ્મ ‘તખ્ત’માં પણ આ જોડી સાથે દેખાઈ રહી છે. પરંતુ હાલ બંને કલાકારોને આરામની જરૂર છે અને રીકવર કરીને પછી જ સેટ પર પહોંચશે એવું લાગે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ

Exit mobile version