મહેસાણાના નાના એવા ગામનો યુવાન સૌથી નાની વયે રશિયાની યુનિવર્સિટીમાં બન્યો વાઈસ ચાન્સેલર

ગુજરાતના ઘણા યુવાના દેશમા જ નહીં વિદેશમાં પણ રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. કંપનીની ઉંચી પોસ્ટ હોય કે રાજકીય બાબત હોય કે પછી સાયન્સની વાત હોય. દરેક બાબતે ગુજરાતીઓ ડંકો વગાડી રહ્યા છે. આવી જ કહાની છે ડો. અશોક પટેલની. તેના વિશે તમને વિગતે જણાવીએ તો
ગુજરાતના મહેસાણા જિલ્લાના નવાવાસ-રાજપુરના રહેવાસી ડોક્ટર અશોક પટેલે સૌથી નાની વયે આર્મિનિયન-રશિયન ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવાનો વિક્રમ નોંધાવ્યો છે.

જેને લઈને તેમના ગામ સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.

image soucre

તમને જણાવી કે, ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સૌથી નાની વયે વાઈસ ચાન્સેલર બનનારની યાદીમાં સૌથી પહેલા નંબર પર છે અશોક પટેલ. તમને જણાવી દઈએ કે, ડો. અશોક પટેલની 21 જાન્યુઆરી 2021ના રોજ વાઈસ ચાન્સેલર તરીકે પસંદગી થઈ હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ત્યારે તેમની માત્ર 30 વર્ષ અને 8 મહિના હતી. જેથી એક ભારતીય નાગરિક તરીકે સૌથી નાની વયે વાઈસ ચાન્સેલર બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમણે સમગ્ર રાજ્યની સાથે દેશનું નામ રોશન કર્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આ અંગે ડો. અશોક પટેલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ અરજી કરી છે. તમને જણાવી દઈએ કે હાલમાં દુનિયામાં સૌથી નાની વયે વાઈસ ચાન્સેલર બનવાનો રેકોર્ડ ડો.ક્રિષ્ના એન.શર્માના નામે છે. આ અંગે મળીત માહિતી પ્રમાણે તેમણે 32 વર્ષ 6 મહિના અને 15 દિવસની ઉંમરે આ રેકોર્ડ નોંધાવ્યો હતો. તમને જમાવી દઈએ કે, રશિયામાંથી MBBS કરનારા ડો. અશોક પટેલે રેડિયોલોજીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત રશિયાની ઓરેનબર્ગ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે તેઓ ભારતીય વિદ્યાર્થીઓના રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તમને જાણીને આનંદ થશે કે, ભારતીય વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં જેટલી પણ વાર રશિયાના પ્રવાસે ગયા તેટલીવાર પીએમ મોદીના ડેલિગેશનના ટ્રાન્સલેટર પણ અશોક પટેલ રહી ચૂક્યા છે.

image socure

તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં મોસ્કો, 2017માં સેન્ટ પીટર્સબર્ગ, 2019માં વ્લાદીવોસ્તોકમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન ટ્રાન્સલેટર રહ્યા હતા. એટલુ જ નહીં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ટ્રાન્સલેટર પણ અશોક પટેલ રહી ચૂક્યા છે. તેમની તસવીર પણ સામે આવી છે. આ અંગે અશોક પટેલ કહે છે કે, માતા-પિતાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ શક્ય બન્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના નાના નાના ગામડાઓમાં ખૂબ જ શક્તિઓ છુપાયેલી છે. તેમણે કહ્યું કે, બસ આપણે આપણા પર કોન્ફીડન્, અને સખત મહેનતથી લક્ષ્ય તરફ આગળ વધવાની જરૂર છે. આટલુ જ નહીં આપણે લક્ષ્ય હંમેશા ઉંચુ જ રાકવુ જોઈએ. તેમણએ વધુમાં કહ્યું કે, મારા જેવા અનેક યુવાનો હાલમાં વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong