જલ્સા કરોને જેંતીલાલ

વીંછીનું ઝેર વેંચી લાખો રૂપિયા કમાય છે આ વ્યક્તિ, અધધધ…છે વીંછીઓનો સંગ્રહ

મહેનત કરીને સફળ થતા અનેક લોકોની સક્સેસ સ્ટોરીઓ તમે વાંચી કે જાણી હશે. અનેક લોકો એવા છે જેઓ ખેતીમાં અલગ અલગ સંશોધન કરીને પૈસાદાર બન્યા, તો અનેક વિદેશના અને આપણે ત્યાં ન મળતા ફળો વાવી, તેનો વેપાર કરી પૈસાદાર બન્યા. એ સિવાય અનેક લોકો સામાન્ય બિઝનેસ કરીને પણ સફળ બન્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક વ્યક્તિ એવો પણ છે જે સાપ અને વીંછીનું ઝેર વેંચીને પૈસાદાર બન્યો છે. આનવ્યક્તિનું નામ છે મોહમ્મદ હમ્દી બોષ્ટા જે મિસર દેશમાં રહે છે. 25 વર્ષનો આ યુવક ” નમ ” કંપનીનો માલિક છે અને તે એટલી ઊંચી કિંમતે ઝેર વેંચે છે કે જાણીને તમને પણ નવાઈ લાગશે.

image soucre

ઉલ્લેખનીય છે કે આ યુવાન એટલે કે હમ્દી બોષ્ટા અસલમાં પુરાતત્વ વિભાગમાં સ્નાતકનો અભ્યાસ કરતો હતો પરંતુ તેને મિસરના વિશાળ રણપ્રદેશ અને કિનારાઓમાં રહેતા વીંછીઓનો શિકાર કરવાનો ભારે શોખ હતો. આ શોખને પૂરો કરવા માટે હમ્દી બોષ્ટાએ પોતાના અભ્યાસને તિલાંજલિ આપી અને પોતાના શોખ માટે નીકળી પડ્યો અને વીંછીના ઝેરના વેપારમાં પણ ઝંપલાવ્યું. આ વેપારમાં તે એટલો સફળ થયો કે હવે તે મિસર દેશના સૌથી અમીર વ્યક્તિઓ પૈકી એક ગણાય છે.

image source

હમ્દી બોષ્ટાએ અલગ અલગ પ્રજાતિના 80,000 થીપણ વધુ વીંછીઓ અને સાંપ પાળી રાખ્યા છે. આ સાંપ અને વીંછીઓનું ઝેર કાઢી તેને દવા બનાવતી કંપનીઓને વેંચી દેવામાં આવે છે.

image source

વીંછીઓનું ઝેર કાઢવા માટે તેને યુવી લાઈટ એટલે કે અલ્ટ્રાવાયોલેટ લાઈટ દ્વારા ઓછી માત્રામાં જીવલેણ ન થાય તેવો ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. આ શોક લાગતા જ વીંછીનું ઝેર બહાર નીકળી જાય છે અને બાદમાં તે ઝેરને સંગ્રહિત કરી લેવામાં આવે છે. રોયટર્સના એક અહેવાલ મુજબ વીંછીના એક ગ્રામ ઝેરમાંથી લગભગ 20000 થી 50000 જેટલા એન્ટીવેનમ એટલે કે વિષરોધક ડોઝ બની શકે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે હમ્દી બોષ્ટાના આ વીંછીનાં ઝેરના વેપારના મુખ્ય ગ્રાહકો યુરોપ અને અમેરિકા છે અને ત્યાં તેની સપ્લાય પણ કરવામાં આવે છે. અહીંની દવા નિર્માતા કંપનીઓ આ ઝેરનો ઉપયોગ એન્ટીવેનમ ડોઝ અને હાઇપરટેંશન જેવી બધી બીમારીઓના ઈલાજ માટેની દવા બનાવવામાં કરે છે. હમ્દી બોષ્ટાને પોતાના વીંછીનાં એક ગ્રામ ઝેર વેંચવા પર 10000 ડોલર એટલે કે લગભગ સાત લાખ રૂપિયા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version