જલ્સા કરોને જેંતીલાલ

વ્હારે આવ્યો બાપો જલારામ! ( આ એક સત્યઘટના છે..વર્ણવેલી વાતમાં કોઈ જ કાલ્પનિકતા નથી…

“કઈ બસમાં બેસું? કાઈ સુજતુ. અમદાવાદની બસમાં બેસું? રાજકોટની બસમાં બેસું? જેટલાં શહેરો છે તેટલા શહેરની બસો અહિયાં ઉભી છે. જાવ તો આખરે ક્યા જાવ?” દેખાવે સારા ઘરની પરંતુ સંજોગ અને સમયની પછડાટ ખાવાથી ત્યાગી એનું માનસિક સંતુલન ગુમાવી બેથી હતી મનમાં ને મનમાં જ મૂજાયા કરતી ત્યાગી બસ સ્ટેશન પરના બાંકડા પર બેઠા બેઠા મનમાં ને મનમાં વિચારીને સતત રડ્યાં કરતી હતી.


“પપ્પાનાં ઘરે પણ નથી જવું! લગ્નનાં આટલાં વર્ષે પણ જે જીતે મને દગો આપ્યો! પણ કેમ? મારો પ્રેમ, મારુ એના પ્રત્યેનું સમર્પણ એને દેખાયું જ નહિ? ,. જેને મનમૂકીને પ્રેમ કર્યો, જીત સિવાય બીજા અન્ય કોઈ પુરુષ વિષે મનમાંય વિચાર નથી લાવ્યો…..આજે એ જ વ્યક્તિ દ્વારા આટલું બધું અપમાન?, અસ્ત વ્યસ્ત કપડાં, વિખરાયેલા વાળ ને પગમાંથી નીકળી રહેલુ લોહી. એને જોઇને કોઈને પણ દયા આવ્યા વગર ન જ રહે. સતત એનું થયેલ અપમાનનું ચિત્ર જ એની રડત્તી આંખો સામે આવીને ઉભું રહ્યા કરતુ હતું.

“કૃપયા ધ્યાન દે! રાજકોટ જાનેવાલી એક્સપ્રેસ બસ થોડી હી દેરમે જાનેવાલી હૈ.” , બસ સ્ટેશનમાં મૂકેલ સ્પીકરમાંથી આવો અવાજ આવતા જ. ત્યાગી એ રાજકોટ જઈ રહેલ બસમાં ચડી જાય છે. બસની છેલ્લી સીટમાં બેઠેલ ત્યાગી પાછી એ જ વિચારે ચડી જાય છે.

જ્યારે જીત સાથે મારા લગ્ન થયાં. ત્યારે જીતનો પગાર માત્ર રૂ. ૨૫૦૦ જ હતા. લગ્ન થયા ત્યારે મારી ઉમર માત્ર વીસ જ વર્ષની. ઉમર નાની અને નવી નવી નવોઢાનાં શું કોઈ જ સપના ન હોય? ફાઈનાન્સિયલ રીતે જીતની એ પરિસ્થિતિ પણ હું સમજી….મેં ક્યારેય ક્યાય ફરવા જવાની કે કોઈ વસ્તુની માંગ નથી કરી. હું એની બધી જ પરિસ્થિતિને કહ્યાં વગર જ સમજી જતી. શું મને મારા જીત સાથે બહાર ફરવા જવાનું મન નહિ થતું હોય? મને સારા સારા કપડાં પહેરવાનું મન નહી થતું હોય? ના મને ક્યાંથી મન થાય હું તો એક સ્ત્રી છું. સ્ત્રીની ઈચ્છાઓને સાસરીમાં ક્યાં જોવામાં કે સમજવામાં આવે છે.

સમય જતા જીત ફૂલ પગારમાં આવી ગયો. જેવો ફૂલ પગાર થયો કે જીત તો ઉંચો જ ઉછળવા લાગ્યો…આવકમાં એકદમ વધારો થતાં જ એના મોજશોખ રજવાડાંનાં કોઈ રાજવી જેવા થતા ગયા….પણ ખાલી એના માટે જ. મારા માટે તો એને કોઈ એવી લાગણી જ નહિ. મોડે સુધી રાત્રે ઘરની બહાર પાનના ગલ્લે બેસવું….રોજ નવા નવા ને ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરવા, રોજ હોટલમાં જમવા જવું…..આખી રાત ઘરની બહાર રહેવું. દારૂ પીવાની આદત, જૂગાર રમવાની આદત…ઘર પ્રત્યે સાવ બેદરકાર રહેવું. હું કેટલા દિવસ આવું બધું સહન કરી શકું? આખરે હું પણ એક માણસ છું. હું જેને પ્રેમ કરું એ જ વ્યક્તિને હું ખરાબ રસ્તે જતો કેમ જોઈ શકું? એ કહેવત સાવ સાચી છે, “ જેવી સોબત એવી અસર” .

દોસ્તો બદલાઈ ગયા. શિક્ષિત ને સંસ્કારી દોસ્તોની જગ્યાએ લારી ચલાવતા ને પાનનો ગલ્લો ચલાવતો દોસ્તો બની ગયા. વિચારશીલ જીતનું મગજ ધીરે ધીરે શૂન્ય થઇ ગયું. જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. એને ઘર શું છે? સમાજ શું છે? એની કોઈ પરવા જ રહી. હું એને પ્રેમ કરું છું.. એનું બધું જ સહન કરું છું. એને એ મારી કમજોરી સમજવા લાગ્યો….

લગ્ન કર્યા ત્યારે ક્યારેય ઊંચા અવાજે નહિ બોલનાર જીત હવે મારા પર હાથ ઉપાડવા લાગ્યો. નાની નાની વાતમાં મને ઘરેથી નીકળી જવાનું કહેવા લાગ્યો. યૌવનના રૂપમાં આંધળો ધૂત બનીને અભિમાની બની ગયો. “હું આખરે ક્યા સુધી સહન કરી શકું?” વિચારોમાં ને વિચારોમાં રાજકોટ પણ આવી ગયું…હવે હું જાવ તો ક્યા જાવ એ પ્રશ્ન મનમાં થયા કરતો હતો…બધા જ પેસેન્જરો બસમાંથી નીચે ઉતરી જાય છે…પરંતુ ત્યાગી હજી વિચારી રહી છે ત્યાં જ, બીજા નવા પેસેન્જરો ચડવા લાગ્યા એ જ બસમાં….

“ભાઈ આ બસ ક્યા જશે હવે” “જલારામ બાપાનું ધામ ….’વિરપુર’ …” ક્યારેય વીરપુર નથી જોયું….એ શું છે…ત્યાં કોનું ધામ છે…..પરંતુ આજે આ બસ ત્યાં જાય છે…તો નક્કી મારા નસીબમાં વીરપુર જવાનું જ લખ્યું હશે…..આમ વિચારતી વીરપુરની ટીકીટ લીધી. બસ ચાલવા લાગી……એ જ સીટ, એ જ બસ, ફક્ત બદલાયા છે પેસેન્જર. પાછી એ આંખમાં આંસુઓ સાથે ભુતકાળમાં જઈને અટવાઈ જાય છે. “જીત, તું કેમ બદલાઈ ગયો ? આ બધું સારું નથી..”

“એ મારે જોવાનું છે. તારે નહિ!, આટલું બોલીને જીત એનું બાઈક લઈને પાછો પાનાનાં ગલ્લે જતો રહે છે.” “જીત, તમારે જમવાનું નથી ? રસોઈ બની ગઈ છે. “, મેં કોલ કરી જમવા આવવા કહ્યું. “તું જમી લે, હું બહાર જમવા જાવ છું. અને હા, મારે આવતા મોડું થશે…તું ઘર બંધ કરીને સુઈ જા.” રાત્રે એક વાગ્યા, બે વાગ્યા પણ જીત હજી ઘરે ન આવ્યા હોવાથી મને ચિતા થવા લાગી……મેં કોલ કર્યો. પણ હવે તો મારૂ બોલવું પણ એને ગમતું નહિ., હું એની પત્ની નહિ પણ દુશ્મન લાગતી હોય એવું મને એના વર્તન ઉપરથી લાગતું.

“ક્યા સુધી હું આમ ચૂપ રહું? એક દિવસ તો અકળાઈ…..મેં છેલ્લા પાંચ વર્ષથી જે પણ સહન કર્યું. ઘર બાંધવા મેં જે ભોગ આપ્યો, બલિદાન આપ્યું. એ બધું રાડો પાડીને બહાર આવવા લાગ્યું….લગ્નનાં અમુક વર્ષો પછી પતિ- પત્ની એટલા નજીક આવી જતા હોય છે કે, બોલ્યા વગર જ આંખોના ભાવથી જ સમજી શક્તા હોય છે. “પણ આજે તો હદ જ થઇ ગઈ.”

સતત પાંચ પાંચ વર્ષ સુધી મૌન રહેનાર જ્યારે પોતાનો હક્ક માંગ્યો ત્યારે, જીતથી સહન ન થયું….બહાર આવ્યું એના પૈસાનું અભિમાન….આમ પણ કહેવાય છે કે, જ્યાં અસત્ય હોય ત્યાં સત્ય ક્યારેય ટકી નથી શકાતું…. મેં જ્યારે કહ્યું કે, હું હવે તારા આ બધા જ લક્ષણો હું મારા પપ્પાને અને તારા પપ્પાને કહેવાની છું. મારાથી હવે આ બધું સહન નથી થતું….સરકારી નોકરી પણ શું કામની? પત્નીને સમય ન આપી શકે. આટલું બધું ભણતર શું કામનું જે સાચું ખોટુનો ભેદ ન પારખી શકે?.

“તું તારી ઓકાતમાં રહે. તું વધારે પડતું બોલે છે…..હું તને રાખું છું. બાકી જો હું તને ન રાખું તો તારી હાલાત એક ભીખારી જેવી થશે…તારા બાપને છે તેવડ કે તને લગ્નના આટલા વર્ષ પછી પણ રાખે…વધારે જો બોલી છે તો હું તને તારા બાપના ઘરે મોકલી આપીશ…ત્યારે તને તારે ઔકાત સમજશે., ચૂપચાપ હું જેમ રાખું એમ પડી રહે…આટલું બોલી બે હાથેથી ત્યાગેને બાથરૂમના નળ સાથે ધક્કો મારી ઘરમાંથી નીકળી ગયો.

(નળ વાગવાથી ત્યાગીનો પગ લોહી લૂહાણ થઇ ગયો…આજે પહેલીવાર જીતના બોલેલા શબ્દો એના હ્રદયને કોરી ખાતા હતા. એક સ્વાભિમાનથી, વટથી જીવવા વાળી ત્યાગી એના પતિ દ્વારા થયેલ અપમાન સહન ન કરી શકી….એકવાર કન્યા વિદાય પછી પિયર પાછું કેમ જવું? આ વિચારે એ સીધી રાજકોટની બસમાં આવેની વીરપુર સુધી પહોચી જાય છે.) વીરપુર પહોચતા જ આજૂબાજૂ નજર કરી સૂર્ય આથમવાની તૈયારીમાં હતો…..આછો આછો કેસરી કલર વાદળને શણગારી રહ્યું હતું…..પણ કેમ જાણે આ સૌન્દર્ય ત્યાગી ન જોઈ શકી…ન સમજી શકી…..સૂર્ય પણ આથમે છે….તો સુંદરતા આપીને જ જાય છે.

ત્યાગીના મનમાં નકારાત્મક વિચાર ઘર કરી ગયો હતો….એને જીવવાની કોઈ ઈચ્છા જ ન હતી….એને રેલ્વે સ્ટેશન જવાનો રસ્તો આ તરફ છે. એવું બોર્ડ વાંચતા જ એ રેલવે સ્ટેશન પહોચી જાય છે…આંખોમાં આવેલ આંસુ સાથે મક્કમ નિર્ણય કર્યો કે, હવે મારે આ જિંદગી જીવવી જ નથી….ને સામેથી આવી રહેલ ટ્રેન સામે ઉભી રહે છે…..અડગ મન સાથે એ ટ્રેન એની પાસે જલ્દી પહોંચે એની રાહ જોવા લાગી.

“પણ આ શું ? ત્યાં જ એક મોટી ઉમરના દાદાએ ત્યાગીને ખેંચી લીધી ને બચાવી લીધી.” “આ શું કરે છે? તું કોની માટે જીવ આપવા તૈયાર થઇ ગઈ છે…..જે વ્યક્તિ માટે તું તારો જીવ આપવા તૈયાર છે એ વ્યક્તિ તો એ જ ઈચ્છે છે. તારે તારા માં-બાપ ને તારા ભાઈ માટે જીવવું પડશે! એ લોકો આ સહન નહિ કરી શકે!” “ત્યાગીનું મન આમ પણ કઈ વિચારવા સક્ષમ હતું જ નહિ. એ તો રડ્યા જ કરતી હતી.”

“એ દાદાએ ત્યાગીને એક ચાની દૂકાન સુધી પહોચાડી. દાદાની અમુક વાતોથી ત્યાગીનું મન હવે સ્થિર થઇ ગયું હતું. એને ચા વાળાને બે કપ ચા આપવા કહ્યું.” “ચા વાળાએ પ્રશ્ન કર્યો, બે કપ?” “હા, એક દાદા માટે, એક મારા માટે” “બહેન, તમે અહિયાં એકલા જ આવ્યા છો…..કોઈ દાદા નથી તમારી સાથે.” “સાચે જ, ત્યાગી સાથે કોઈ ન હતું…..એને ગોત્યા પણ એને ક્યાય દાદા મળ્યા નહિ,,” “ચા વાળાને થોડી શંકા ગઈ….એને અહિયાં કેમ આવ્યા, શું કામ આવ્યા એ વિષે થોડું પૂછ્યું.”

“ત્યાગીએ સમગ્ર હકીકત જણાવી…….એ ચા વાળા ભાઈ બોલ્યા કે, બેન આ જલારામ ધામ ‘વીરપુર’ છે. અહિયાં આવીને મારવાનો વિચાર કરવો એ પણ પાપ છે. તમે નસીબદાર છો કે, તમને બાપા સાક્ષાત બચાવ્યાં છે.”

“ક્યારેય કોઈ મંદિર ન જતી ત્યાગીને સાક્ષાત ભગવાન સ્વરૂપે પૂજાઈ રહેલા બાપા જ બચાવવા આવ્યા. એ એ જ જાણે આ જ જન્મમાં નવો જન્મ થયો હોય….. એવો આત્મવિશ્વાસ આવી ગયો….નસે નસમાં વહેતું લોહી પણ એની ઝડપ વધારીને એક અલગ જ પ્રકારની ઉર્જા શરીરમા પ્રસરાવી રહ્યું હોય એવો આભાસ થવા લાગ્યો.”

જેની વ્હારે જલારામ ખુદ આવે એને કોઈ દુઃખનો અહેસાસ ક્યાંથી થાય? આજે એ જ ત્યાગી એનું જીવન ખુબ જ સરસ રીતે જીવી રહી છે. જીત સાથે છૂટાછેડા લઈને એને ભણવાનું શરૂ કર્યું……સારી એવી એક નહિ પણ બે ડીગ્રી મેળવી…..સમાજમાં પોતાની અલગ ઓળખાણ ઉભી કરી..એને એક અબલા થઇ જીવવા કરતા સબળા બની જીવવું પસંદ કર્યું…આ વાતને સાત વર્ષ થઇ ચૂક્યા છે…એને બીજા મેરેજ પણ નથી કર્યા….જલારામ બાપાની કૃપાથી અત્યારે એ અમદાવાદમાં સરસ કંપનીમાં જોબ કરે છે…..અને આત્મનિર્ભર ને સ્વનિર્ભર બનીને એક ખુમારીભર્યું જીવન જીવી રહી છે.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

બધાને જય જલારામ, શેર કરો દરેક મિત્ર સાથે..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version