ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના અવાજે ગુજરાતીઓ ડોલશે, હેલ્લારોની શ્રદ્ધા ડાંગર રાધા બનીને ફેન્સને મોહી લેશે!

બે વર્ષથી વાણી મ્યુઝિક જે ગીત માટે મહેનત કરી રહ્યું હતું એ ગીત”વ્હાલો લાગે”નું ટીઝર વાણી મ્યુઝિક યૂટ્યૂબ ચેનલ પર આવી ગયું છે. આ ગીતને અંકિત પાઘડાલએ પ્રોડ્યુસ કર્યું છે. ગુજરાત અને ભારતના લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમાર દ્વારા આ ગીત ગવાયેલ છે. સંદિપા ઠેસિયાએ આ પ્રણય ગીત અને સ્ટોરીને ખૂબ જ સુંદર શબ્દોથી કંડારીને લખ્યું છે.

કોઈપણ ગીતને સુંદર બનાવવામાં સંગીત એ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આ ગીતનું મ્યુઝિક સ્મિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીતમાં શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાળી એ રાધા-કૃષ્ણના અવતારમાં જોવા મળશે. આ ગીતને ડિરેક્ટ અંકિત સખીયાએ કર્યું છે જ્યારે કોરિયોગ્રાફી કુનાલ ઓડેદરાએ કરેલી છે.

કોઈપણ પ્રણય ગીત એ બે પ્રેમીઓના પ્રેમને ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. રાધાકૃષ્ણનો પ્રેમ એ જગવિખ્યાત છે ત્યારે એમના પ્રેમને એક સુંદર ગીત દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અહીં આ મધુર પ્રેમભર્યાં ગીતમાં શ્રી કૃષણ અને રાધના પ્રેમની વાત દર્શાવામાં આવી છે. પ્રેમ એ એક એવી અભિવ્યક્તિ છે જેને લાગણી અને ભાવથી દર્શાવી તો શકાય છે,

પરંતુ જ્યારે એ જ લાગણીને સૂર અને શબ્દોથી દર્શાવવામાં આવે ત્યારે એ પ્રેમ કંઈક અલગ રીતે જ નીખરી આવે છે. આ ગીતમાં વાણી મ્યુઝિકે ખૂબ જ મહેનત કરી છે. “વ્હાલો લાગે”ગીતમાં ગુજરાતની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને ઘણી સિરિયલ અને ગીતોમાં મુખ્ય ભૂમિકા ભજવતા ભાવિન ભાનુશાળી અભિનય કરતાં જોવા મળશે.

સુંદર અને સરળ સ્વભાવ ધરાવતી રાધાને નટખટ કાનુડાની પ્રેમ કહાની એ એક પ્રેમભર્યા ગીત સ્વરૂપે જોવા મળશે. “વ્હાલો લાગે”ગીતનું ટીઝર એ વાણી મ્યુઝિક નામની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. આ ગીતનું ટીઝર લોકોમાં ખૂબ પ્રિય બન્યું છે. વાણી મ્યુઝિકે આ ગીતનું ટીઝર રીલીઝ કર્યું છે અને ટૂંક જ સમયમાં “વ્હાલો લાગે” ગીત વાણી મ્યુઝિક યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે.

હેલ્લારોમાં નેશનલ એવોર્ડ મળ્યા પછી શ્રદ્ધા ખુબ છવાઈ ગઈ છે. કેટલાક સમય પહેલા ખુદ દીપિકા પાદુકોણે ગુજરતી ફિલ્મ એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર તેમજ તમ્મના ભાટિયા સાથે મુલાકાત કરી હતી. અને પોતાના સોશિયલ મીડયા હેન્ડલ પર બંને તસ્વીર શેર કરી હતી. તમન્નાં ભાટિયા સાથે ઇન્સ્તાગ્રામ પર તસ્વીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે ” મુલાકાત ઘણી મનોરંજક અને હાસ્યથી ભરપુર રહી”

જ્યારે ગુજરાતી એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર સાથે તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ‘યાદ છે….સફેદ ઢોકળા, પીળા નહિ’, શ્રધ્ધા હમણાં નેશનલ એવોર્ડ ફિલ્મ હેલ્લારોમાં લીડ રોલમાં જોવા મળી હતી, ત્યારબાદ ફ્રેન્ડજોન અને ગીત આ બંને વેબસીરીઝ્માં પણ લીડમાં જોવા મળે છે. તે પ્રતિક ગાંધીની ફિલ્મ “લવની લવ સ્ટોરી”માં તેમની સાથે રૂપેરી પડદે પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ