વેરાવળ સિવિલમાં ઓક્સિજનની અછતથી એક જ દિવસમાં સાત જિંદગીના ખૂટ્યા શ્વાસ, કરુણ ઘટના વાંચીને તમે પણ રડી પડશો

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. લોકોને દવાખાનામાં પણ જગ્યા નથી મળતી અને સ્માશન પણ વેઈટિંગના પાટિયા સાથે જોવા મળે છે. ત્યારે સરકારી ચોપડે તો બધી મિલી ભગત ચાલી રહી હોય એવું જાણવા મળી રહ્યું છે. હાલમાં વેરાવળથી એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જેમાં પણ સરાકરનો ફરી એક વખત જુઠ્ઠાણું ઉઘાડું પડી ગયું છે. વેરાવળમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની અછત વચ્‍ચે આજે સવારે એક સાથે સાત દર્દીઓના મોત થયા છે. આ બધા જ મોત ઓક્સિજના અભાવે થવા હોવાનો સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ દાવા સાથે અક્ષેપ કર્યો છે.

image soucre

આ સાથે જ વિગતે વાત કરીએ તો ધારાસભ્યએ કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની ઘટની સમસ્‍યા દુર કરવા અને ખૂટતી સુવિઘાઓ સત્‍વરે પુરી પાડવા પત્ર લખી માંગણી કરી છે. સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ આરોગ્‍ય મંત્રી નિતીન પટેલને પત્રમાં લખીને આપ્યું કે, ગીર સોમનાથ જીલ્લામાં હાલ કોરોનાના કેસોની સંખ્યામાં સતત બમણો વધારો થઈ રહ્યો છે. એવા સમયે જીલ્‍લામથક વેરાવળમાં કાર્યરત સિવિલની કોવિડ હોસ્પિટલમાં અપુરતી સુવિધાઓના કારણે કોરોનાના દર્દીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

image soucre

આ સાથે જ તેમણે ઘટસ્ફોટ કર્યો કે આજે વહેલી સવારે અપુરતાં પ્રમાણમાં ઓક્સિજન હોવાથી એક સાથે 7 દર્દીઓના મૃત્યું થયેલ છે. હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં 70 દર્દીઓને જ એડમીટ કરી શકાય તેવી સ્થિતી છે. અને વેન્ટીલેટર પણ માત્ર 22 જ હોવાની વાત સામે આવી છે. જયારે રેમડેસિવિર ઈન્જેકશનની માત્રા પણ ઓછા પ્રમાણમાં છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અપુરતી સુવિધા અંગે ઘ્‍યાન દોરી જણાવેલ કે, બેડની સંખ્‍યા 100 થી વધારીને 200 કરવા, 22 વેન્‍ટીલેટરના સંખ્‍યા વઘારી 50 કરવા, પુરતી ઓક્સિજનની સુવિઘા રાખવા અને સીટી સ્કેન મશીનની સુવિધા પુરી પાડવા બાબતે પણ વિધાનસભાના સત્ર દરમિયાન રજૂઆત કરી હતી. જો કે કોઈએ ધ્યાન ન આપ્યું અને આજે લોકોના મોત થઈ રહ્યા છે.

image source

વારંવાર કહેવા છતાં અને લોકોના મોત પણ થઈ રહ્યા હોવા છતાં સરકારે કોઇ ઘ્‍યાન આપ્યું નથી. કોરોનાની બીજી લહેરમાં જીલ્‍લાકક્ષાની એકમાત્ર સરકારી વેરાવળ કોવિડ હોસ્‍પિટલ છે અને એમાં પણ પ્રથમથી જ પુરતી સુવિઘાનો અભાવ છે. આ નરી વાસ્તવિકતા છે પણ કોઈ ધ્યાન આપતું નથી. ઓક્સિજનની ઘટના પગલે હોસ્‍પિટલમાં રાત-દિવસ દર્દીઓ માટે મહેનત કરતા તબીબી સ્‍ટાફ માટે પણ મુશ્‍કેલીનો સમય સર્જાઇ છે. ગઇકાલે ઘારાસભ્‍યની હોસ્‍પિટલ મુલાકાત સમયે જ અઘિક્ષક ડો.પરમારએ 16 દિવસમાં 39 મૃત્‍યુનો આંકડો જણાવી ઓક્સિજનની ઘટ અંગે માહિતી આપી હતી.

image soucre

ત્યારે આ બધાની વચ્ચે દરમિયાન આજે સવારે ફરી વઘુ 7 થી વઘુ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્‍યુ પામતા અરેરાટી વ્‍યાપી છે. પરિવારજનોના આક્રોશ, આક્ષેપ બાદ સત્ય હકીકતની ખરાઇ કરવા જ્યારે સિવિલના સુપ્રીન્ટેન્ડન્ટનો સંપર્ક કરવાની કોશિશ પણ કરવામાં આવ્યો હતો. ડો. દિનેશ પરમારે ફોન રીસિવ કરવાની તસદી પણ નહોતી લીધી. ઉનામાં રહેતાનિલેશભાઇ ગુણવંતભાઇ પોપટના પુત્ર જીલભાઇ પોપટે જણાવ્યું હતું કે મારા પિતા વેન્ટિલેટર ઉપર હતા ત્યારે તેમનું 95 ટકા ઓકિસજન હતુ, પિતાનો રાત્રીના મને ફોન આવ્યો હતો અને કહ્યું કે મને શ્ચાસ લેવામાં તકલીફ પડે છે, મેં જાણ કરી તો તેમણે એવું કહ્યું કે પાંચ મિનિટ ! અને થોડીવારમાં કહેવાયું કે તમારા પિતા ગુજરી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!