વેંકટેશ્વરના મંદીરમાં એનઆરઆઈએ કર્યું 14 કરોડનું દાન ! પણ રાખી આ શરત !

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા અતિ ભવ્ય તેમજ કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા વેંકટેશ્વર મંદિરમાં અમેરિકન એનઆરઆઈએ આપ્યું 14 કરોડનું દાન પણ તેની સામે રાખી છે એક શરત.

આપણે પણ અવાર નવાર આપણી શક્તિ પ્રમાણે મંદિરમાં દાન કરતા હોઈએ છીએ અને આપણા નામની પાવતી પણ ફડાવતા હોય છે પણ કેટલાક લોકો એવા હોય છે જેઓ દાન તો કરી દે છે પણ તેમાં પોતાનું નામ નથી લખાવતા માત્ર રામભરોસે જેવું કંઈક લખાવીને દાન કરી દે છે. જ્યારે કેટલાક લોકો તો મંદીરમાં દાન કર્યાનો હિસાબ પણ રાખતા હોય છે અને તેની સ્પેશિયલ ફાઈલ પણ બનાવે છે.

વેંકટેશ્વર મંદિરમાં કરોડોનું દાન આપનાર આ દાતાઓની શરત પણ કંઈક આવી જ હતી. તેમની એવી કડક સૂચના હતી, મંદિર મેનેજમેન્ટને કે, તેમણે ક્યાંય પણ આ દાન કોના દ્વારા આપવામાં આવ્યું છે તેની જાણકારી કોઈને પણ આપવી નહીં. મંદિર મેનેજમેન્ટે એ તો જણાવ્યું કે તેમને આટલું મોટું દાન મળ્યું છે અને તે કોઈ એનઆરઆઈ દ્વારા મળ્યું છે પણ તે કોણે આપ્યું છે તેની વિગત તેમણે નથી જણાવી.

આ દાન વેંકટેશ્વરમાં ચાલી રહેલા ઉત્સવ દેવી શ્રી વરલક્ષ્મી વ્રતમ પર્વ દરમિયાન આપવામાં આવ્યું છે જે 14 કરોડનું છે. આ દાન બે અમેરિકન વેપારીઓ તરફથી આપવામાં આવ્યું છે તેઓ આ ઉત્સવ દરમિયાન મંદિરમાં પૂજા કરવા માગતા હતા અને તેમણે પોતાના કુટુંબ સાથે આ પૂજા કરી હતી ત્યાર બાદ તેમણે મંદિરના નામે રૂપિયા 14 કરોડનો ડિમાંડ ડ્રાફ્ટ બનાવી મંદિરના મેનેજર તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના ટ્રસ્ટને આપ્યો હતો.

પણ દાન આપતા પહેલાં આ બન્ને વેપારીઓએ મંદિરને અપિલ કરી હતી કે તેમણે દાન આપનારની વિગતો જાહેર ન કરવી. અને આ દાનનો ઉપયોગ દેવ સ્થાનમ દ્વારા ચાલતા વિવિધ જનકલ્યાણ ટ્રસ્ટો માટે કરવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પ્રકારના દાન આ મંદિરમાં અવારનવાર થતાં હોય છે.

એક હીંદુ તરીકે આપણે સમગ્ર દેશમાં ફેલાયેલા તિર્થ સ્થાનોમાં જતાં હોઈએ છીએ અને મંદીરોમાં દાન કરનારા દાતાઓની તકતીઓ આપણે મંદિર તેમજ તે વિસ્તારમાં આવેલી ધર્મશાળાઓમાં પણ જોતા હોઈએ છીએ. પણ કેટલાક એવા લોકો પણ હોય છે જે ગુપ્ત દાન કરે છે તેઓ નથી ઇચ્છતા કે તેમના દાનની જાણ દૂનિયાને થાય.

તમને જણાવી દઈએ કે વેંકટેશ્વર મંદીર ભારતનું જ નહીં પણ વિશ્વના પણ સૌથી વધારે કમાણી કરતાં ધનાડ્ય મંદીરોમાંનું એક છે. અહીં દર વર્ષે કરોડોના દાન કરવામા આવે છે. અહીં દર વર્ષે સાડા ત્રણ કરોડ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સમગ્ર ભારતમાં અહીં આવતા શ્રદ્ધાળુઓની સૌથી વધારે સંખ્યા હોય છે.

આ મંદીરના નામે બેંકોમાં 4.5 ટન એટલે કે 4500 કી.ગ્રામ સોનું બોલે છે જેની સામે તેમને દર વર્ષે 80 કી.ગ્રામ સોનાનું વ્યાજ મળે છે. આ આંકડો 2015નો છે માટે જો ગણતરી કરવામાં આવે તો આ આંકડો આજની તારીખે 5000 કી.ગ્રામ સુધી પહોંચી ગયો હશે.

અને જો તેમનું બેંકમાં જમા સોનું છે તે ઉપરાંતનુ પણ સોનું ગણવામાં આવે તો તે 6000 કી.ગ્રામથી પણ વધારે છે. જેની કીંમત સેંકડો કરોડોમાં આંકી શકાય છે. જો કે આ બધા જ આંકડાઓ ઓફિશિયલ છે હજું પણ બીજી કરોડોની સંપત્તિઓ આ મંદીરના ટ્રસ્ટના નામે છે જેને જાહેર નથી કરવામાં આવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ