જલ્સા કરોને જેંતીલાલ

આ એક કિલો શાકભાજીની કિંમતમાં આવી જાય એક શાનદાર બાઈક, ભાવ સાંભળીને જ તમારું ભરાઇ જશે પેટ

સામાન્ય રીતે જ્યાં 100-200 રૂપિયે કિલો મેળતી શાકભાજી મોંઘી લાગવા લાગે છે અને જરા વિચારો કે જો તમને હજારો રૂપિયો પ્રતિ કિલો શાકભાજી મળે તો તમે શું કરશો? જી હા, ભારતમાં જ એક એવી શાકભાજી છે, જેની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. આજે અમે તમને આવી જ એક મોંઘી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સામાન્ય માણસ ખરીદવાનો વિચાર પણ કરી શકતો નથી. તો બીજી તરફ વિદેશમાં પણ એક એવી શાકબાજી છે જેની કિંમત પણ હજારો રૂપિયામાં છે જેનું નામ છે હૉપ શૂટ્સ અને તેનું જે ફુલ હોય છે તેને હૉપ કોન્સ કહે છે. તો આજે અમે તમને આ બન્ને શાકભાજી વિશે જણાવીશું

કિંમત 25 થી 30 હજાર રૂપિયા કિલો

image source

ખરેખર આ શાકભાજીનું નામ ગુચ્છી છે, જે હિમાલયમાં જોવા મળતી જંગલી મશરૂમની પ્રજાતિ છે. બજારમાં તેની કિંમત 25 થી 30 હજાર રૂપિયા કિલો છે. ગુંચ્છી એ એક દુર્લભ શાકભાજી છે જે ભારતમાં જોવા મળે છે, જેની વિદેશમાં સારી માંગ છે. આ શાકભાજીની કિંમત જોઇને લોકો મજાકમાં કહે છે કે જો ગુચ્છીની સબ્જી ખાવી હોયતો બેન્ક માંથી લોન લેવી પડશે.

ગુચ્છી એક પ્રકારે મલ્ટિ-વિટામિનની કુદરતી ગોળી

image source

ગુચ્છીમાં જોવા મળતા ઔષધીય ગુણ હૃદયરોગને દૂર કરે છે. આ સિવાય આ શાકભાજી શરીરને ઘણા પ્રકારના અન્ય પોષણ આપે છે. ગુચ્છી એક પ્રકારે મલ્ટિ-વિટામિનની કુદરતી ગોળી છે. આ શાકભાજી ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે ઉપલબ્ધ થાય છે, જેને મોટી કંપનીઓ અને હોટલો ખરીદી લે છે.

વિદેશમાં ગુચ્છીની શાકભાજી છે વધુ માગ

image source

યુ.એસ., ફ્રાન્સ, યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ અને ઇટાલીમાં લોકોને ગુચ્છીની શાકભાજી ખાવાનું વધારે પસંદ કરે છે. જો કે, આ જંગલી શાકભાજીને એકત્રિત કરવા માટે જીવનું જોખમ ખેડીને પર્વતની ખૂબ ઉંચાઈએ જવું પડે છે. આ શાકભાજી વરસાદ દરમિયાન સંગ્રહિત કરીને તેના સૂકવવામાં આવે છે, ત્યારબાદ તેનો ઉપયોગ થાય છે.

ગુચ્છી શાકભાજી પાકિસ્તાનના હિન્દુકુશ પર્વતો પર પણ ઉગે છે

image source

ગુચ્છી શાકભાજી પાકિસ્તાનના હિન્દુકુશ પર્વતો પર પણ ઉગે છે. પાકિસ્તાનના લોકો તેને સૂકવીને વિદેશમાં પણ વેચે છે. આ શાકભાજી વિશે ઘણી વાતો પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પર્વતો પર વાવાઝોડુ આવે છે અને તે જ સમયે વીજળી પડે છે તો તે સમયે ગુચ્છીની શાકભાજી ઉગે છે.

આ શાકભાજીની કિંમત છે 82 હજાર રૂપિયે પ્રતિ કિલો

image source

હવે આપણે બીજી શાકભાજીની વાત કરીએ તો તેનું નામ છે હૉપ શૂટ્સ અને તેનું જે ફુલ હોય છે તેને હૉપ કોન્સ કહે છે. આ શાકની કિંમત 1000 યુરો પ્રતિ કિલો છે. એટલે ભારતીય રૂપિયાના હિસાબથી તે આશરે 82 હજાર રૂપિયે પ્રતિ કિલો પડે છે. ખરેખર, આ ફૂલનો ઉપયોગ બીયર બનાવવામાં આવે છે. જ્યારે બાકીની ડાળીઓો ઉપયોગ ખાવા માટે કરવામાં આવે છે. મોંઘી હોવાના કારણે કદાચ આ શાક કોઇપણ બજારમાં કે સ્ટોરમાં જોવા મળતી નથી. હૉપ શૂટ્સ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જેથી તેનો ઉપયોગ જડીબુટ્ટી તરીકે કરવામાં આવે છે.

હૉપ શૂટ્સને લોકો કાચું પણ ખાય છે

image source

દાંતના દુખાવામાં તે અસરકારક હોય છે. તે સિવાય ટીબી જેવી ગંભીર બીમારીના ઇલાજમાં પણ તેનો ઉપયોગ હોય છે. તેમા એન્ટી બાયોટિક ગુણ રહેલા છે. હૉપ શૂટ્સને લોકો કાચું પણ ખાય છે. જોકે, તે ખૂબ કડવું હોય છે. તેની ડાળીઓનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે. તેનું અથાણું પણ બનાવી શકાય છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે. હૉપ શૂટ્સના ઔષધીય ગુણોની ઓળખ સદીઓ પહેલા કરવામાં આવી હતી. આશરે 800 ઇસની આસપાસ લોકો તેને બીયરમાં મિક્સ કરીને પીતા હતા અને તે સિલસિલો હાલ પણ ચાલી આવ્યો છે.

બીયર બનાવવામાં તેનો ઉપયોગ જરૂર થાય છે

image source

સૌથી પહેલા તેની ખેતી ઉત્તરી જર્મનીમાં શરૂ થઇ અને તે બાદ તે ધીમે-ધીમે આખા વિશ્વમાં ફેલાય ગયો તેની ખુબીઓને જોતા 18મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં તેની પર ટેક્સ પણ લગાવવામાં આવ્યો હતો. સાથે જ તે પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું કે બીયર બનાવવામાં તેનો ઉપયોગ જરૂર થાય જેથી તેનો સ્વાદ વધી જશે. માર્ચથી લઇને જૂન સુધી હૉપ શૂટ્સની ખેતી માટે ઉપયુક્ત સમય માનવામાં આવે છે તેનો છોડ ભેજની સાથે સૂર્ય પ્રકાશ મળવાથી ઝડપથી વધે છે. કહેવાય છે તે એક જ દિવસમાં તેની ડાળી 6 ઇંચ સુધી વધી જાય છે. તેની એક વિશેષતા છે કે શરૂઆતમાં ડાળીઓ જાંબલી રંગની હોય છે જે બાદમાં લીલા રંગમાં બદલાઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version