સવારે રોજ ગરમ નાસ્તો જોઈએ છે ? તો નાસ્તામાં ફટાફટ બનાવો ‘વેજીટેબલ ઉપમા’

‘વેજીટેબલ ઉપમા’

ઉપમા એ એક રવામાં થી બનેલ ભારતીય વાનગી છે. આ નામ તમિળ ભાષાના શબ્દ ઉપ્પુ (મીઠું) અને માવુ (લોટ) પરથી ઉતરી આવ્યો છે. તમિળનાડુમાં જો ઉપમા માત્ર રવાની બનેલી હોય તો તેને ઉપમા કહે છે પણ તેમાં શાકભાજી ઉમેરવામાં આવે તો તેને ખીચડી કહે છે. આ એક દક્ષિણ ભારતની સવારના નાસ્તાની વાનગી છે.

સ્વાદમાં ટેસ્ટી પચવામાં હળવું તેમજ નાના-મોટા સૌને ભાવે એવો પૌષ્ટિક આહાર છે ઉપમા. કદાચ ડોક્ટર પણ ઉપમા ખાવાની સલાહ આપતા હોય છે, કારણ કે એકદમ લો-ફેટ હોવાથી બીમાર વ્યક્તિ પણ આરામથી પથારીમાં સુતા સુતા જ પચાવી શકે છે. બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે.

તો ચાલો આજે આપણે ટેસ્ટી, પૌષ્ટિક ને હેલ્ધી ‘વેજીટેબલ ઉપમા’ બનાવીએ. 

2 વ્યકતિ માટે,
20 મીનીટ બનાવવા માટે,

સામગ્રીઃ

1 કપ સોજી (રવો),
3 કપ પાણી,
1/4 કપ બાફેલા વટાણા,
1 ગાજર બાફીને સમારેલું,
1 સમારેલી ડુંગળી,
2 tbsp ઓલિવ ઓઈલ,
1/2 tsp બનારસી રાઈ
લીમડો મુઠ્ઠોભરીને,
સોલ્ટ,
1 tsp ચણા દાળ,
1 tsp ખાંડ,
1 ઝીણું સમારેલું લીલું મરચુ,

બનાવવાની રીતઃ

એક પૅનમાં તેલ ગરમ કરી રાઈ, લીમડો, લીલા મરચાં, શેકેલી ચણા દાળ અને ડુંગળી ઉમેરો. 1 મિનિટ માટે રાંધવુ. પછી શાક અને પાણી ઉમેરી ઉચ્ચ તાપે ઉભરો લાવવો. તાપ ધીમો કરી મીઠું અને ખાંડ ઉમેરી, ધીમે ધીમે સુજી ઉમેરી સીજવવાદો. ગેસ બંધ કરો અને આ ઉપમા હવે તૈયાર છે.

એક વાટકાને તેલ થી ચીકણો કરી ઉપમા ભરવો. 3-4 મિનિટ પછી, વાટકાને પ્લેટમાં ઊંધો કરી ગરમ ઉપમા પીરસવો.

રસોઈની રાણી : જયાના સવાણી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – સોઈની રાણી.

ટીપ્પણી