સ્પાયસી વેજીટેબલ રાઇસ – એકના એક પુલાવ અને દાળભાત ખાઈને કંટાળી ગયા છો?

સ્પાયસી વેજીટેબલ રાઇસ :

રાઇસ –ચોખામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. પણ સામાન્ય રીતે રેગ્યુલર ભોજનમાં દાળ-ભાત ખવાતા હોય છે. દાળ-ભાત સાથે ખાવાના કોમ્બિનેશનમાં થોડો ક્યારેક ચેંજ લાવી દાળ ભાત બનાવવાના બદ્લે માત્ર આ સ્પાયસી ભાત બનાવી શકાય. સાથે ગ્રીન ચટણી અને દહિં સાથે આ સ્પાયસી ભાત ખૂબજ ટેસ્ટી લાગશે.

અહીં હું આપ સૌ માટે થોડા સિઝનલ વેજીટેબલ ઉમેરીને સ્પાયસી વેજીટેબલ રાઇસ બનાવવા માટેની રેસિપિ આપી રહી છું. ખૂબજ સ્વાદિષ્ટ એવા આ રાઇસ ઘરના નાના મોટા બધા લોકોને ચોક્કસથી ભાવશે.

આ રાઇસ તમે બાળકોને ટીફીન બોક્ષમાં પણ આપી શકો છો. મારી આ સ્પાયસી વેજીટેબલ રાઇસની રેસિપિ ફોલો કરીને તમે ચોક્કસથી પણ બનાવજો.

સ્પાયસી વેજીટેબલ રાઇસ બનાવવા માટેની સામગ્રી :

 • 3 કપ 90% કૂક થયેલા ભાત
 • 1 કપ ફ્લાવર મોટા પીસમાં કાપેલું
 • 1 કપ લીલા વટાણા
 • 2 કપ મોટી કાપેલી કોબીજ
 • 3 ટમેટા બારીક સમારેલા
 • 10-12 પાન મીઠો લીમડો
 • 1 બાદિયાન નું ફુલ
 • 10 કાળા આખા મરી
 • 2 તજ પત્તા
 • 6-7 તાજ ના નાના ટુકડા
 • 6-7 લવિંગ
 • 2 ટેબપ સ્પુન ઓઇલ
 • 1 ટેબલ સ્પુન ઘી
 • 1 ટી સ્પુન આખુ જીરુ
 • 3 નાની ઓનિયન બારીક સમારેલી
 • 2 નાના ગાજરના લાંબા પીસ કાપેલા
 • 3 બટેટાની ચીપ્સ કાપેલી
 • 1 લીલુ મરચુ
 • 1 ફ્રેશ લાલ મરચુ
 • ¼ કપ કાજુ ના ફાડા
 • ¼ કપ કીશમીશ
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • 1 ટી સ્પુન હળદર પાવડર
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • 1 ટી સ્પુન સુગર
 • 1 ટી સ્પુન ગરમ મસાલો
 • 3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • ½ લેમન જ્યુસ અથવા સ્વાદ મુજબ

સ્પાયસી વેજીટેબલ રાઇસ :

સૌ પ્રથમ ઓઇલ ગરમ મૂકી તેમાં કાજુના ફાડા પિંક થાય ત્યાં સુધી ફ્રાય કરી પ્લેટમાં કાઢી લ્યો. એ જ પ્રમાણે કીશમીશ ફ્રાય કરી લ્યો.

હવે ગાજરની છાલ ઉતારી લાંબી ચીરીઓ કરી તેને ફ્રાય કરી પ્લેટમાં કાઢી લ્યો.

બટેટાને ફિંગર ચીપ્સ જેવા સમારીને તેને પણ કૂક થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો.

વટાણા અને ફ્લાવરને ગરમ પાણીમાં બોઇલ કરી કૂક કરી લ્યો. બોઇલ થઇ જાય એટલે તેને ચાળણીમાં મૂકી તેમાંથી બધું પાણી નિતારી લ્યો.

હવે લોયામાં ફ્રાય કરતા વધેલા ઓઇલ માં 1-2 ટેબલ સ્પુન ઘી મુકી ગરમ કરો. વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં 1 બાદિયાનનું ફુલ, 10 કાળા આખા મરી, 2 તજ પત્તા, 6-7 તજ ના નાના ટુકડા, 6-7 લવિંગ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં 10-12 પાન મીઠો લીમડો, 1 ટી સ્પુન આખુ જીરુ ઉમેરી તતડે એટલે તેમાં 3 નાની ઓનિયન બારીક સમારેલી ઉમેરી અધકચરી કૂક થાય એટલે તેમાં 2 કપ મોટી કાપેલી કોબીજ ઉમેરો.

હવે તેમાં 1 ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર અને સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરો. મિક્સ કરી 2 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં 3 ટમેટા બારીક સમારેલા ઉમેરો. 1 ટી સ્પુન ગરમ મસાલો અને બાકીની સામગ્રી માટેનું સોલ્ટ ઉમેરી મિક્ષ કરો.

કોબીજ ક્રચી કૂક થાય એટલે તેમાં ફ્રાય કરેલા ગાજર અને બોઇલ કરેલા વટાણા અને ફ્લાવર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ફ્રાય કરેલા બટેટાની ચિપ્સ અને ફ્રાય કરેલા કાજુ કીશમીશ ઉમેરી બરાબર મિક્ષ કરી 2 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં કૂક કરેલા ભાત અને બારીક સમારેલી કોથમરી ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

ખૂબજ હેલ્ધી અને સ્પાયસી વેજીટેબલ રાઇસ સર્વ કરવા માટે રેડી છે.

સર્વિંગ પ્લેટમાં સર્વ કરી ટમેટા, ઓનિયન, લાલ લીલુ મરચુના નાના નાના પીસથી ગાર્નિશ કરો. સાથે થોડી બટેટાની ફિંગર ચિપ્સ અને લેમન પણ મૂકો. લીમડો અને ફ્રાય કરેલા કાજુ – કીશમીશ અને બારીક સમારેલી કોથમરીથી ટોપિંગ કરો. સાથે દહીં અને ગ્રીન ચટણી સર્વ કરો.

ખૂબજ હેલ્ધી, ટેસ્ટી તેમજ સ્પાયસી વેજીટેબલ રાઇસ બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસ થી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.