વેજીટેબલ લેયર્ડ બિરીયાની – સાદા પુલાવ બનાવવાનું છોડો, હવે બનાવો આ પુલાવની ન્યુ વેરાયટી…..ખુબ જ સ્વાદિષ્ટ બનશે ને સૌને ભાવશે….

વેજીટેબલ લેયર્ડ બિરીયાની

સાદા ભાત, પુલાવ કે વઘારેલા ભાત તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે આપણે મિક્સ વેજીટેબલ નું કોમ્બિનેશન લઈને વેજીટેબલ લેયર્ડ બિરીયાની બનાવીએ ખાવામા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે મિક્સ વેજીટેબલ હોવાને લીધે પ્રોટીન અને વિટામિન થી પણ ભરપૂર તો ચાલો બનાવીએ, અહીં મે ચાર વ્યક્તિઓ માટેની સામગ્રી લીધી છે.

સામગ્રી:

 • • ૨૫૦ બાસમતી ચોખા
  • ૨ નંગ બટેટા
  • ૧ રીંગણુ
  • ૧૦૦ ગ્રામ વટાણા
  • ૧૦૦ ગ્રામ ફ્લાવર
  • ૨ ડુંગળી
  • ૧ મોટુ ટમેટું
  • ૧ ડાળખી લીમડો
  • થોડીક ઝીણી સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદઅનુસાર
  • લાલ મરચું સ્વાદઅનુસાર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી હળદર
  • ૧ ચમચી રાઈ અને જીરું
  • થોડા તજ અને લવિંગ
  • ચપટી હિંગ
  • તેલ

રીત:

૧. બાસમતી ચોખાને સરખા ધોઈને મોટી તપેલીમાં‌ ચોખા કરતા ત્રણ ગણુ પાણી લઇને થોડુંક મીઠું એડ કરીને ભાતને છુટ્ટા બાફીને ઓસાવી લેવા.

૨. રીંગણા અને બટેટાની છાલ ઉતારી નાખવી.રીંગણા,બટેટા અને ફ્લાવરને સુધારી અને ફોલેલા વટાણા સાથે સરખુ ધોઇને કુકરમાં થોડુ પાણી અને થોડુ મીઠું નાખી અ‍ા બધુ શાક ત્રણેક સીટી કરીને બાફી લેવુ.૩. બાફેલા શાક ને અધકચરુ મેશ કરી લેવું.

૪. ડુંગળી અને ટામેટાને ઝીણા ઝીણા સમારી લેવા.

૫. એક લોયામાં એક ચમચો તેલ ગરમ કરીને તેમાં રાઈ-જીરુ તતળે એટલે ચપટી હિંગ એડ કરીને ડુંગળી અને ટામેટા સોતળવા.

૬. ડુંગળી અને ટામેટા બે મિનિટ ચડે એટલે તેમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને હળદર એડ કરવા.

૭. મસાલા સરખા મિક્સ કરીને તેમાં બાફેલા અને મેશ કરેલા શાકભાજી એડ કરીને સરખા મિક્સ કરીને પાંચેક મિનિટ ચડવા દેવા.

૮. એક કાચના બાઉલ કે પ્લેટમાં ભાતના બે ભાગ કરીને એક ભાગને નીચે પાથરી દેવા.

૯. ભાતના લેયર ઉપર તૈયાર કરેલા શાકનું લેયર કરવું.

૧૦. શાકની ઉપર પાછુ ભાતનું લેયર કરવું.

૧૧. એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરીને તેમાં અડધી ચમચી રાઈ-જીરું અને થોડા તજ-લવિંગ તતળાવવી અને તેમાં લીમડાના પાન એડ કરીને વઘાર રેડી કરીને તૈયાર કરેલી બિરીયાની ઉપર રેડી દેવો અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરવી.

લ્યો તૈયાર છે વેજીટેબલ લેયર્ડ બિરીયાની દહીં અથવા કઢી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી