વેજીટેબલ ચીઝ બર્ગર : આજે બનાવો બહાર જેવું જ ટેસ્ટી બર્ગર ઘરે એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાવાળી રેસિપી જોઇને

વેજીટેબલ ચીઝ બર્ગર

બર્ગરનું નામ પડતાજ બધાના મોઢામાં પાણી આવી જાય નયકે? આપણે લોકો બહાર હોટેલ્સમાં તો બર્ગર ખાતા જ હોઇએ છીએ પણ તમે લોકો ઘરે બર્ગર બનાવો છો કે નહિ?
ના બનાવતા હો તો આજ જ નોંધી લો આ રેસીપી.

સામગ્રી:

• બર્ગર બન(વ્યક્તિ દીઠ એક લેવું )
• ચીઝ સ્લાઇસ(વ્યક્તિ દીઠ એક લેવી)
• ૧ નાની વાટકી ટોમેટો કેચઅપ
• ૧ નાની વાટકી કોથમીર,ફુદીનો,લીલા મરચાં,લીંબુ અને મીઠા ની લીલી ચટણી
• ૨ મોટી ચમચી માયોનીસ અથવા મોળુ્ દહીં
• ૨ બાફેલા બટેટા મોટા
• ૧ નાની ડુંગરી ઝીણી સમારેલી
• ૧ મોટું ટમેટુ સ્લાઇસ કરેલુ
• ૧ નાની કાકળી સ્લાઇસ કરેલી
• કોબીચ ના થોડા પાન
• ૧ ચમચી લીંબુનો રસ
• થોડીક ઝીણી સમારેલી કોથમીર
• ૧ નાની વાટકી તપકીર
• લાલ મરચું અડધી ચમચી
• મીઠું અડધી ચમચી
• ગરમ મસાલો પા ચમચી
• અડધી હળદર
• ખાંડ અડધી ચમચી

રીત:

૧ બાફેલા બટેટાને મેશ કરી લેવા.

૨ બટેટામાં ઝીણી સમારેલી ડુંગરી,મીઠું,હળદર,લાલ મરચું,ગરમ મસાલો,લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્ષ કરી લેવુ.

૩ તૈયાર કરેલા મસાલા માથી બર્ગર બન જેવડી પેટીસ તૈયાર કરવી.

૪ પેટીસને તપકીરમાં રગદોળી લેવી.

૫ લોઢીમાં તેલ મુકીને પેટીસ ને બ્રાઉન રંગની તળી લેવી.

૬ બર્ગર બનને વચ્ચેથી કાપીને બે બન બનાવવા.

૭ બેય બનને બેય બાજુ બટર લગાવીને સરખા શેકી લેવા.

૮ લીલી ચટણી અને ટોમેટો કેચઅપમાં એક એક ચમચી માયોનીસ અથવા મોળુ દહિં નાખીને મિક્ષ કરી લેવું.

૯ બનનો નીચેનો ભાગ લઇને તેમા પેલા માયોનીસ વાડો ટોમેટો કેચઅપ અને ઉપર માયોનીસ વાળી લીલી ચટણી લગાવવી.

૧૦ ઉપર કોબીચનું પાન મુકવું

૧૧ કોબીચના પાન ઉપર ત્રણ ટમેટાની સ્લાઇસ મુકવી.

૧૨ ટમેટાની સ્લાઇસ ઉપર ત્રણ કાકડીની સ્લાઇસ મુકવી.

૧૩ કાકડીની સ્લાઇસની ઉપર પેટીસ મુકવી.

૧૪ પેટીસ ઉપર ચીઝ સ્લાઇસ મુકવી.

૧૫ ઉપરન‍ા બનમા પણ ચટણી અને સોસ લગાવી ઉપર મુકી ને વચ્ચે ટુથપીક ભરાવી લેવી જેથી ટોપીંગ વીખાય નહી.

૧૬ બેય સાઇડ બટર લગાવીને બર્ગરને ધીમા તાપે લોઢીમાં શેકી લેવુ.

તો તૈયાર છે ચીઝ વેજીટેબલ બર્ગર ગરમા ગરમ સર્વ કરો અને હોટેલ જેવા બર્ગરની ઘરેજ મજા લ્યો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી