“વેજ મન્ચાઉ સૂપ” – ઠંડીની મોસમમાં ગરમાગરમ સૂપ અહા હા… મજા આવી જાય…

“વેજ મન્ચાઉ સૂપ”

સામગ્રી :

૧/૨ કપ ગાજર (ઝીણાં કાપેલાં),
૧/૨ કપ કોબી (ઝીણી સમારેલી),
૧/૨ કપ મશરૂમ (ઝીણાં કાપેલાં),
૧/૨ કપ કૅપ્સિકમ (ઝીણાં કાપેલાં),
૧/૨ કપ લીલા કાંદા (ઝીણા સમારેલા),
૨ ટેબલસ્પૂન લસણ કાપેલું,
૧ ટેબલસ્પૂન આદું કાપેલું,
૧ ટીસ્પૂન સેલરી કાપેલી,
૧ ટીસ્પૂન લીલાં મરચાં કાપેલાં,
૧ ટેબલસ્પૂન ડાર્ક સોયા સૉસ,
વેજિટેબલ સ્ટૉક વૉટર ૪ કપ,
૨ ટેબલસ્પૂન તલનું તેલ,
૨ ટેબલસ્પૂન લીલા કાંદાનાં પાન કાપેલાં,
૧ ટેબલસ્પૂન વિનેગર,
૧ ટેબલસ્પૂન ચિલી સૉસ,
૪ ટીસ્પૂન કૉર્નફલોર,

રીત :

એક પૅનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં આદું, મરચાં, લસણ, સેલેરી નાખીને સાંતળવું. પછી એમાં બધાં લીલાં કાપેલાં શાકભાજી નાખીને સાંતળવું. એમાં મીઠું, સોયા સૉસ, ચિલી સૉસ નાખીને સરખું મિક્સ કરવું. એમાં ચાર કપ વેજિટેબલ સ્ટૉક વૉટર નાખીને ઉકાળવું. સરખું ઊકળે એટલે એમાં. ૧/૨ કપ પાણીમાં ચાર ટીસ્પૂન કૉર્નફલોર ઓગાળી લેવો. એને ઊકળતા સૂપમાં મિક્સ કરી લેવો. એમાં છેલ્લે વિનેગર નાખીને આ સૂપ ગરમ-ગરમ સર્વ કરવો.

નોંધ : સ્ટૉક વૉટર

૧/૨ ગાજર,
૧ દાંડી સેલરી,
૧ કાંદો,
૨ કળી લસણ,
૫ કપ પાણી,
૪-૫ નંગ મરી,

રીત :

પાણી ગરમ કરીને ઊકળે એટલે એમાં ગાજર, કાંદો, સેલરી, મરી નાખી ૧૫ મિનિટ ઢાંકીને ઉકાળવું. પછી એને ગાળીને સ્ટૉક વૉટર વાપરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી