વેજ આલુ ટીક્કી બર્ગર – બાળકો હવે જિદ્દ કરે બર્ગર ખાવા માટેની ત્યારે ઘરે જ બનાવી આપો આ ટેસ્ટી બર્ગર…

વેજ આલુ ટીક્કી બર્ગર

બાળકોને બ્રેડની આઇટમ્સ ખુબ જ ભાવતી હોય છે. પછી તે સેન્ડવીચ હોય કે પીઝા હોય કે પછી બર્ગર તેઓ હંમેશા તૈયાર હોય છે. જો તમારા બાળકો વેકેશનમાં રોજ એકનું એક ભોજન કરીને કંટાળી ગયા હોય તો આજે જ તેમના માટે બનાવો વેજ આલુ ટીક્કી બર્ગર. બર્ગરમાં બાળકોને ભાવતી બધી જ સામગ્રી જેમ કે ચીઝ, મેયોનીઝ, બટાટા બધું જ આવતું હોવાથી તેઓ કોઈ પણ જાતના નખરા કર્યા વગર ઉત્સાહથી બર્ગર ખાશે. માટે અમારી આજની આ રેસિપી નોટ કરી લો અને આજે જ બનાવો વેજ આલુ ટીક્કી બર્ગર.

સામગ્રી

બે નંગ બર્ગર બન

બે નંગ મોટા બાફેલા બટાકા

બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડનો ભુક્કો

એક ચમચી લાલ મરચું

એક ચમચી ધાણા જીરુ

½ સ્પૂન હળદર

1 સ્પૂન મેંદો

1 સ્પૂન કોર્નફ્લોર

સ્વાદ અનુસાર મીઠુ

એક નાની ડુંગળી જીણી સમારેલી ડુંગળી

જરૂર પ્રમાણે ટામેટા-ડુંગળીની પાતળી સ્લાઇસ

એક ચમચી બાફેલા વટાણા

ચાર ચમચી ટોમેટો કેચપ

જરૂર પ્રમાણે મેયોનીઝ

ચીઝની સ્લાઇસ

વેજ આલુ ટીક્કી બર્ગર બનાવવાની રેસીપી

સૌ પ્રથમ બટાટા ધોઈ તેને બાફીને છાલ ઉતારી લેવી. ત્યાર બાદ બાફેલા બટાટાને મેશ કરી લેવા.

તેમાં જીણી સમારેલી ડુંગળી એડ કરવી, ત્યાર બાદ તેમાં બાફેલા વટાણા 1 ચમચી એડ કરી લેવા. અહીં તમે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચા, કોથમીર તેમાજ જીણું સમારેલું ગાજર પણ એડ કરી શકો છો.

હવે તેમાં એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરુ પાઉડર, અરધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું.

હવે આ બધી જસામગ્રીને બરાબર મીક્ષ કરી લેવી. બધું જ બરાબર મીક્ષ કરી લીધા બાદ તેમાં 2 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી લેવા.

બ્રેડક્રમ્સ તમે બ્રેડના જીણા ટુકડા કરી તેને થોડો સમય સુકવીને ઘરે જ તૈયાર કરી શકો છો.

આમ આ મિશ્રણને પણ બરાબર મીક્ષ કરી લેવું. હવે બધું જ બરાબર મીક્ષ કરી લેવું, ટીક્કી માટે તૈયાર થયેલા પુરણને તેમાં મીઠાનું પ્રમાણ યોગ્ય છે કે નહીં તે માટે થોડું ટેસ્ટ કરી લેવું. જો ઓછું લાગતું હોય તો તેમાં એડ કરી લો.

હવે ટીક્કી બનાવવા માટે તમારા બર્ગર બનની સાઇઝ પ્રમાણે નાની-મોટી ટીક્કી તૈયાર કરવી. બે એક સરખી ટીક્કી તૈયાર કરીને એક બાજુ મુકી દેવી.

હવે એક બોલમાં એક ચમચી મેંદો લેવો તેમાં 1 ચમચી કોર્નફ્લોર અને સ્વાદઅનુસાર મીઠુ લઈ બરાબર મીક્ષ કરી લેવું.

હવે તેમાં થોડું પાણી એડ કરી તેની સ્લરી તૈયાર કરી લેવી. તેમાં એક પણ લંગ્સ ન રહેવો જોઈએ. મીડીયમ સ્લરી બનાવવી. તે વધારે પાતળી ન હોવી જોઈએ કે વધારે જાડી પણ ન હોવી જોઈએ. હવે જે તૈયાર કેરલી ટીક્કી છે તેને આ સ્લરીમાં બન્ને બાજુથી ડીપ કરી દેવી.

હવે તેને બ્રેડક્રમ્સથી વ્યવસ્થીત બધી જ બાજુથી કોટ કરી લેવું. તે જ રીતે બીજી ટીક્કી પણ સ્લરીમાં ડીપ કરી, બ્રેડક્રમ્સમાં કોટ કરીને મુકી દો.

હવે આ ટીક્કીને ફ્રાઈ કરવા માટે તેલ ગરમ કરવા મુકી દો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં ટીક્કીને તળવા મુકી દો. તેને મિડિયમથી હાઇ ફ્લેમ પર તળવી, ઉપર ઉપરથી તેલ નાખતા રહેવું જેથી કરીને બધી જ તરફથી સરખી ફ્રાઈ થાય.

ટીક્કી તળાઈ ગયા બાદ તેને પેપર નેપ્કીન પર લઈ લેવી જેથી કરીને વધારાનું તેલ પેપર સોશી લે. આવી જ રીતે બીજી ટીક્કી તળી લેવી.

હવે બર્ગર બન લેવું તેને વચ્ચેથી બરાબર કટ કરી લેવું. હવે તેના એક ભાગ પર ટોમેટો કેચપ સ્પ્રેડ કરી લો.

તેમાં તમે ચીલી સોસ પણ લગાવી શકો છો. હવે તેના પર તૈયાર કરેલી આલુટીક્કી મુકવી. તેના પર ચીઝ સ્લાઇસ મુકવી તેના પર ડુંગળી અને ટામેટાની પાતળી સ્લાઇસ મુકવી. હવે બર્ગર બનનો જે બીજો ભાગ છે જેને આપણે ટીક્કી પર મુકવાના છે તેના પર મેયોનીઝ સ્પ્રેડ કરી દેવું.

અને તેને ટીક્કી પર મુકી દેવું. તેવી જ રીતે બીજુ બર્ગર તૈયાર કરી લેવું.

તો તૈયાર છે વેજ આલુ ટીક્કી બર્ગર. આલુ ટીક્કી બર્ગરને ટોમેટો કેચપ સાથે બાળકોને સર્વ કરી દો. તેઓ ખુશ થઈ જશે. અને જો તમે બાળકોને વધારે પેમ્પર કરવા માગતા હોવ તો સાથે થોડી પોટેટો ચીપ્સ પણ સર્વ કરો.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

આ ટેસ્ટી વાનગી બનાવવા માટે સંપૂર્ણ વિડીઓ જુઓ.