વિરની વિદાય: બનાસકાંઠાના જવાન જમ્મુ-કાશ્મિરમાં ફરજ બજાવતા શહીદ થયા, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, આખુ ગામ હિબકે ચઢ્યું

વધુ એક ગુજરાતી જવાને ભારતમાતાની સેવા કાજે શહિદી વહોરી છે અને મા મોભનું ઋણ અદા કર્યું છે.

વાત છે બનાસકાંઠાના વડગામના મેમદપુરની. મેમદપુર ગામનો વિર જવાન પોતાની ફરજ દરમ્યાન શહીદ થયો છે. ત્યાર બાદ આ વિર શહીદ જવાનના પાર્થિવદેહને તેના વતનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ભારતમાતાના વિર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. તો બીજી તરફ વિર શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં સગ્રગ્ર ગામ હિબકે ચઢ્યું હતુ. સૌનાની આંખમાં આંસુ આવી ગયા હતા.

image source

સમગ્ર મેમદપુર ગામ શહિદ જવાનની અંતિમ વિદાયમાં સામેલ થયું હતું. બીજી તરફ ગામનો જવાન શહીદ થતા આખા મેમદપુર ગામમાં વેપાર ધંધા બંધ રાખી શોક પાળ્યો હતો. ભારત માતાની રક્ષા કરતા બનાસકાંઠાના આર્મી જવાન શહીદ થવાના સમાચાર મળતા પરિવારજના સભ્યો માથે આંભ ફાટી પડ્યું હતું. નોંધનિય છે કે, બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં પણ શોકનો માહોલ સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે, ભારતીય આર્મીમાં ફરજ બજાવતા વડગામના મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે. જેને લઈને સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

image source

નોંધનિય છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા કરી રહ્યાં હતા. તે દરમિયાન બેખડ ધસી પડતા તેઓ શહીદ થયા હતા. તમને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. નોંધનિય છે કે, મેમદપુર ગામના જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડની ઉમર 30 વર્ષની હતી. તેઓ છેલ્લા દસેક વર્ષથી આર્મીમાં ફરજ બજાવતાં હતા. જવાન જસવંતસિંહ શહીદ થતાં તેમના પાર્થિવ દેહને તેમના વતન ખાતે લાવવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો

ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે કરાર થયા પછી, નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ ભંગની એક પણ ઘટના નથી બની, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્રણ દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકીઓએ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ ટીમના 2 જવાન શહીદ થયા હતા, જ્યારે બે સ્થાનિક નાગરિકો માર્યા ગયા હતા. આ સિવાય બે સૈનિકો સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.

કાશ્મીર ઝોનના આઇજી વિજય કુમારે ન્યૂઝ એજન્સીને કહ્યું કે આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ છે. સોપોરમાં થયેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ અને બે નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને બે અન્ય પોલીસ જવાન ઘાયલ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong