જલ્સા કરોને જેંતીલાલ

વાવાઝોડામાં 215 વર્ષ જૂનું વૃક્ષ થયું ધરાશાઈ અને તેના મૂળિયામાં મળ્યું સદીયો જૂનું બિહામણું રહસ્ય

આ ઘટના ઉત્તર આયરલેન્ડની છે. થોડા સમય પહેલાં અહીં એક ભયંકર વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાની પ્રચંડતાથી અહીં આવેલું એક 215 વર્ષ જૂનું વૃક્ષ તેના મૂળિયા સમેત ઉખડી ગયું હતું. 215 વર્ષ જૂનું વૃક્ષ પડી જવાથી સ્થાનિક લોકો તેને જોવા ત્યાં ભેગા થઈ ગયા અને જ્યારે કેટલાક લોકો તેના મૂળિયા નજીક ગયા ત્યારે તેમને જોવા મળ્યું તેનાથી ત્યાં હાજર દરેક વ્યક્તિના રૂંઆડા ઉભા થઈ ગયા હતા.


દરેકના મનમાં વિવિધ જાતની શંકા-કુશંકાઓ જન્મવા લાગી હતી. છેવટે તેમણે પોલીસને જ ઘટના સ્થળ પર બોલાવી. તમને એવું લાગતું હશે કે વળી ઝાડ પડી જાય એમાં પોલીસને શું બોલાવવાની હોય. પણ તેનું કારણ જાણી એકવાર તો તમે પણ એક ધબકારો ચૂકી જશો. જ્યારે પોલીસ ત્યા આવી તો તેમના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા.


વાસ્વમાં સ્થાનિક લોકોએ આ 215 વર્ષ જૂના વૃક્ષના મૂળિયામાં માણસનું અડધું હાડપીંજર જોયું હતું. પોલીસ પણ આ મામલામાં કંઈ સમજી શકી નહીં, છેવટે તેમણે વૈજ્ઞાનિકોનો સહારો લેવો પડ્યો. જ્યારે વૈજ્ઞાનિકો ઘટના સ્થળે પહોંચ્યા તો તેમને પણ આસ્ચર્ય થયું. તેમને જરા પણ ખબર નહોતી પડતી કે આ કોનું હાડપીંજર હતું.


વૈજ્ઞાનિકો કંઈ પરિક્ષણ કરીને કોઈ તારણ પર આવે તે પહેલાં તો ત્યાં હાજર વ્યક્તઓ આ હાડપીંજર પાછળ વળી કેટલાએ કારણોની ધારણા બાંધી લીધી હતી. કોઈ વિચારતું હતું કે કોઈએ તે વ્યક્તિને મારીને તેને જમીનમાં દાડી દીધા બાદ તેના પર આ વૃક્ષ રોપી દીધું હશે. તો વળી બીજી વ્યક્તિ કંઈક અલગ જ વિચારતી હતી. પણ વૈજ્ઞાનિકોના કેટલાક પરિક્ષણો દ્વારા તેમનું આ કૂતુહલ દૂર થઈ ગયું.


જ્યારે તેના પર નેશનલ મોન્યુમેન્ટ્સ સર્વિસ દ્વારા કેટલાક પરિક્ષણો કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે જે વ્યક્તિનું તે હાડપીંજર હતું તે મૃત્યુ સમયે 17થી 20 વર્ષની હતી. આ જાણકારી તેમણે રેડિયો કાર્બન ડેટીંગ પરીક્ષણ પદ્ધતિ દ્વારા મેળવી હતી.


બીજી બાજુ તેનું વધારે પરિક્ષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે તે હાડપીંજર તો તે વૃક્ષ કરતાં પણ જૂનું એટલે કે 1000 વર્ષ જૂનું હતું. જ્યારે હાડપીંજરના હાડકાની તપાસ કરવાં આવી ત્યારે ખબર પડી કે આ જે પણ વ્યક્તિ હતી તેનું શરીર કાપવામાં આવ્યું હતું. તેનું શરીર કાપ્યા બાદ તેના હાથ પણ કાપી નાખવામાં આવ્યા હતા.


વૈજ્ઞાનિકો એ પણ સ્પષ્ટ કરે છે કે આ વ્યક્તિનું મૃત્યુ કુદરતી નહોતું પણ કોઈ ભયંકર દંડ આપવાથી તેનું મૃત્યુ થયું હતું અથવા તો કોઈ લડાઈમાં તલવારના ઘાથી તેનું મૃત્યુ થયું હતું. અને વૃક્ષની ઉંમર હાડપીંજર કરતા નાની હોવાથી બની શકે કે જ્યારે અહીં વૃક્ષ વાવવામાં આવ્યું હશે અથવા તો કૂદરતી રીતે વૃક્ષ ઉગી નીકળ્યું હશે તે વખતે વૃક્ષ મોટું થતાં અને તેના મૂળિયા ઉંડા ઉતરતા આ હાડપીંજર સુધી પહોંચી ગયા હશે અને કૂદરતી પ્રક્રિયામાં હાડપિંજર વૃક્ષના મૂળિયામાં સમાઈ ગયું હશે.

જો કે વૈજ્ઞાનિકો આ હાડપીંજરની હજુ પણ ઉંડી તપાસ કરી રહ્યા છે. તેઓ હવે તે વ્યક્તિ કોણ હતો એટલે કે કઈ જાતિનો હતો તે વિષે પણ સંશોધન કરવા માગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version