OMG! આ રાજ્ય પર ત્રાટકશે વાવાઝોડુ ‘ગતિ’, જલદી જાણી લો ગુજરાત પર કેવી થશે અસર

ભારતીય હવામાન વિભાગે જણાવ્યાનુસાર ચક્રવાતી વાવાઝોડું ગંભીર શ્રેણીમાં પહોંચ્યું છે. આ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. સમુદ્રના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉદભવેલા આ વાવાઝોડાને ગતિ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર તેની ઝડપ પ્રતિ કલાકના 130 કિલોમીટરથી વધીને 155 કિલોમીટરની આસપાસ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આ વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપી છે.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ સીઝનના પ્રથમ વાવાઝોડા ગતિના કારણે સૌથી વધ પ્રભાવિત તામિલનાડુ થશે. બુધવારે ગતિ વાવાઝોડું તામિલાનાડુ પર ત્રાટકશે. જેના કારણે હવામાન વિભાગે અહીં 24 અને 25 નવેમ્બરના રોજ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.

image source

ગતિ વાવાઝોડું શ્રીલંકા તરફ આગળ વધશે પરંતુ તે પહેલા તામિલનાડુ અને પોંડિચેરી સહિતના દક્ષિણના અનેક રાજ્યોને તેની અસર થશે. હવામાન વિભાગે કરાઈકલ અને મહાબલીપુરમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ બંને રાજયોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

image source

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવાયા મુજબ ગતિ વાવાઝોડું સોમાલિયાના દરિયાકાંઠાથી 40 કિલોમીટર દૂર અને રાસ બીનાહથી 90 કિલોમીટર દૂર છે. છેલ્લા છ કલાકમાં વાવાઝોડાના ખસવાની ગતિ પ્રતિ કલાકના 18 કિલોમીટરની નોંધાઈ હતી. તમિલનાડુ અને પોંડિચેરી ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

આ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને બંદરો પર 2 નંબરનું સિગનલ લગાવવામાં આવ્યું છે. જો કે જાણવા મળ્યાનુસાર ગુજરાતમાં આ વાવાઝોડાની અસર વધારે થશે નહીં પરંતુ તેમ છતાં રાજ્યના ઓખા, જાફરાબાદ, વેરાવળ બંદર પર 2 નંબરનું સિગનલ લગાવવામાં આવ્યું છે.

image source

જ્યારે 25 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ