વાટી દાળના ખમણ – હવે ઘરે બનાવો ફેમસ ગુજરાતી ખમણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસિપી જોઇને ..

વાટી દાળના ખમણ

આજે આપણે બનાવીએ ફેમસ ગુજરાતી ફરસાણ “ખમણ “ આજે આપણે વાટી દાળ ના ખમણ બનાવીએ જેને સુરતી ખમણ પણ કહે છે આ ખમણ માં બહુ બધી વેરાઈટી આજકાલ મળે છે જેમકે દહીં ખમણ ,ટમ ટમ ખમણ ,સેવ ખમણ ,મરી વાળા ખમણ વગેરે .તો આ કોઈપણ ખમણ બનાવવામાં એનો જે બેઝ હોય એ સેમ રહે એટલે ખમણ નો બેઝ એક જ અને વઘાર ની રીત જુદી જુદી હોય છે. આજે સૌથી બેઝીક ખમણ જે તમને દરેક ફરસાણ વાળા ના ત્યાં જોવા મળે છે એ રેગ્યુલર સુરતી ખમણ આપણે બનાવીશું.

સામગ્રી : 

1) ૧ કપ ચણા ની દાળ,
2) ૧/૪ કપ ચોખા,
3) ૧/૨ ચમચી લીંબુ ના ફૂલ,
4) થોડી હળદર,
5) ૨-૩ લીલા મરચા,
6) થોડું પાણી,
7) ૧/૨ ચમચી સોડા,
8) મીઠું,

વઘાર કરવા માટે :

1) ૪-૫ ચમચી તેલ,
2) ૧ ચમચી રાઈ,
3) થોડું જીરું (ઓપ્શનલ ),
4) ૧ ચમચી તલ,
5) ૧/૪ ચમચી હળદર,
6) લીલા મરચા,
7) લીમડો,
8) કોથમીર,

બનાવવાની રીત :

1) ચણા ની દાળ અને ચોખા ને પાણી થી ધોઇને ૩ કલાક પલાળીને રહેવા દો

2) મિક્ષર માં પાણી નીતારેલું દાળ ચોખા ,મરચા ,હળદર અને લીંબુ ના ફૂલ નાખી પહેલા આ રીતે પાણી વગર ક્રશ કરો

3) હવે જરૂર પ્રમાણે ૧-૨ ચમચી પાણી એડ કરી સરસ ક્રશ કરી લો (વધુ પાણી એડ નથી કરવાનું )

4) વાટેલી દાળને એક તપેલીમાં લઈ લો અને ૩-૪ કલાક માટે ઢાંકીને રહેવા દો.

5) ખીરા માં મીઠું એડ કરી મિક્ષ કરી લો ,સાથે જ ઢોકળીયા માં પાણી પણ ગરમ કરવા મૂકી દો.

6) પાણી ઉકળવાનું શરુ થાય એ પછી ખીરા માં સોડા એડ કરી એક જ બાજુ હલાઈને મિક્ષ કરો

7) ખીરા ને તેલ લગાવેલા મોલ્ડ માં લઈ લો અને ૧-૨ વાર સેજ પછાડી લો.

8) હવે આ ખમણ ને ૧૫ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરી લો

9) ખમણ સ્ટીમ થઈને ઠંડા થાય એટલે એને અનમોલ્ડ કરી કટ કરી લો

10) કડાઈ માં તેલ ગરમ મૂકી રાઈ,જીરું ,મરચા ,લીમડો ,તલ અને હળદર એડ કરી વઘાર તૈયાર કરી લો

11) કટ કરેલા ખમણ એડ કરો અને સરસ રીતે બધું મિક્ષ કરી લો

12) હવે આ ખમણ સર્વિંગ માટે તૈયાર છે.

નોંધ : ચોખા એડ કરવા થી ખમણ સારા સોફ્ટ બને છે અને આમાં આપણે વઘાર માં હિંગ એડ નથી કરી તમારે કરવી હોય તો કરી શકો છો.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી